અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા થયા કોરોના સંક્રમિત, સોશિયલ મીડિયા દ્વારા આપી માહિતી
હાલ કોરોનાને પગલે હોંગકોંગમાં પણ પરિસ્થિતિ સતત વણસી રહી છે, મળતી માહિતી મુજબ ત્યાંના પ્રશાશને કોવિડ-19ના 27,647 નવા કેસની પુષ્ટિ કરી છે.
વિશ્વભરમાં કોરોનાના ઘટતા કેસ વચ્ચે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા (Barack Obama)કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. બરાક ઓબામાએ રવિવારે ટ્વિટર પર આ માહિતી આપી હતી. ઓબામાએ ટ્વીટ કરીને કહ્યું કે,મારો કોરોના રિપોર્ટ હમણાં જ પોઝિટિવ(Covid Positive) આવ્યો છે. મને થોડા દિવસોથી ગળામાં દુખાવો થઈ રહ્યો હતો, પરંતુ હું ઠીક અનુભવું છું. ઓબામાએ એમ પણ કહ્યું કે તેમની પત્ની મિશેલ ઓબામાનો (Mishel Obama) કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. વધુમાં ઓબામાએ લોકોને સલાહ આપતા કહ્યું કે, જો તમે રસીકરણ કરાવ્યું નથી,તો જલ્દીથી જલ્દી કરાવી લો.
I just tested positive for COVID. I’ve had a scratchy throat for a couple days, but am feeling fine otherwise. Michelle and I are grateful to be vaccinated and boosted, and she has tested negative.
It’s a reminder to get vaccinated if you haven’t already, even as cases go down.
— Barack Obama (@BarackObama) March 13, 2022
શેનઝેન શહેરનું મુખ્ય ‘બિઝનેસ સેન્ટર’ બંધ કરવામાં આવ્યુ
બીજી તરફ,ચીનમાં(China) કોરોના વાયરસના વધતા સંક્રમણને ધ્યાને રાખીને રવિવારે શેનઝેન શહેરનું મુખ્ય ‘બિઝનેસ સેન્ટર’ બંધ કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે શાંઘાઈ સાથેનુ બસોનું સંચાલન પણ હાલ સ્થગિત કરવામાં આવ્યું છે. ચીન સરકારના જણાવ્યા અનુસાર, રવિવારે કોરોનાના 60 નવા કેસ સામે આવ્યા બાદ શેનઝેન શહેરમાં દરેક વ્યક્તિએ ત્રણ તબક્કાની તપાસ કરવી પડશે.તમને જણાવી દઈએ કે, શેનઝેન શહેર ફાઇનાન્સ અને ટેકનોલોજી સેન્ટર તરીકે પ્રખ્યાત છે.હાલ ખાદ્ય પુરવઠા, બળતણ અને આવશ્યક ચીજવસ્તુઓ સિવાય, અન્ય તમામ સંસ્થાઓને બંધ રાખવા અને લોકોને ઘરેથી કામ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ચીને કડકાઈથી કોરોનાને નિયંત્રિત કર્યો
ચીનમાં વધતા કોવિડ કેસ પાછળ ઓમિક્રોન વેરિઅન્ટનો હાથ છે. કોરોના સામે લડવા માટે ચીને ઝીરો કોવિડ પોલિસી અપનાવી છે. ડિસેમ્બર 2019 માં ચીનમાં કોરોના વાયરસનો પહેલો કેસ નોંધાયો હતો, પરંતુ તે પછી ચીને કડકાઈ સાથે કોરોનાને નિયંત્રિત કર્યો અને ટૂંક સમયમાં કોવિડના કેસમાં ઘટાડો જોવા મળ્યો.
હોંગકોંગમાં સ્થિતિ વણસી રહી છે
હાલ કોરોનાને પગલે હોંગકોંગમાં પણ પરિસ્થિતિ સતત વણસી રહી છે, મળતી માહિતી મુજબ ત્યાંના પ્રશાશને કોવિડ-19ના 27,647 નવા કેસની પુષ્ટિ કરી છે. આ સાથે જ હોંગકોંગની ભૂતપૂર્વ બ્રિટિશ કોલોનીમાં કોવિડ -19 ને કારણે 87 લોકોનાં મોત પણ નીપજ્યાં છે.
આ પણ વાંચો : Russia Ukraine War: ભારત સરકારનો મોટો નિર્ણય, યુક્રેનમાં સ્થિત પોતાના દૂતાવાસને પોલેન્ડમાં શિફ્ટ કરશે