Ukraine War : યુક્રેનમાં પોલેન્ડ બોર્ડર પાસે રશિયાનો સૌથી મોટો હુમલો, આકાશમાંથી બોમ્બ વરસ્યા, 9ના મોત, 57 ઘાયલ
Russian Attack on Poland Border લવીવ પ્રાંતના ગવર્નર મેક્સિમ કોજિત્સ્કીએ જણાવ્યું હતું કે રશિયન દળોએ લવીવ શહેરથી 30 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં સ્થિત યાવોરીવ લશ્કરી બેઝ પર ઓછામાં ઓછી 30 ક્રુઝ મિસાઇલો છોડી હતી. આ સૈન્ય મથક યુક્રેનિયન પ્રદેશમાં પોલેન્ડની સરહદથી માત્ર 35 કિમી દૂર છે.
પશ્ચિમ યુક્રેનમાં (Western Ukraine) એક સૈન્ય તાલીમ મથક પર રશિયન હવાઈ હુમલામાં (Russian air strikes) ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા છે અને 57 લોકો ઘાયલ થયા છે. એક સ્થાનિક અધિકારીએ રવિવારે આ જાણકારી આપી. રશિયાના આ હુમલાથી યુદ્ધ પોલેન્ડની સરહદની નજીક પહોંચી ગયું છે. આ પહેલા રશિયાના એક વરિષ્ઠ રાજદ્વારીએ ચેતવણી આપી હતી કે મોસ્કો, યુક્રેનને વિદેશોમાથી મળી રહેલા સૈન્ય પુરવઠાને નિશાન બનાવશે.
લવીવ પ્રાંતના ગવર્નર મેક્સિમ કોજિત્સ્કીએ જણાવ્યું હતું કે રશિયન દળોએ લવીવ શહેરથી 30 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં સ્થિત યાવોરિવ સૈન્ય મથક પર ઓછામાં ઓછી 30 ક્રૂઝ મિસાઇલો છોડી હતી. આ સૈન્ય મથક યુક્રેનિયન પ્રદેશમાં પોલેન્ડની સરહદથી 35 કિમી દૂર છે. અધિકારીઓનું કહેવું છે કે રશિયન સૈનિકોએ પશ્ચિમ યુક્રેનિયન શહેર ઇવાનો-ફ્રેન્કિવસ્કના એરપોર્ટ પર પણ ગોળીબાર કર્યો હતો.
રશિયા ભય પેદા કરવા માંગે છે
મેયર રુસલાન માર્ટસિંકિવે કહ્યું કે રશિયા આવા હુમલા કરીને યુક્રેનના લોકોમાં ભય અને અરાજકતા ફેલાવવા માંગે છે. યુક્રેનના નાયબ વડા પ્રધાન ઇરિના વેરેશચુકે જણાવ્યું હતું કે બન્ને દેશ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે માનવતાવાદી કોરિડોર દ્વારા 24 કલાકની અંદર લગભગ 13,000 નાગરિકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. યુક્રેનસ્કા પ્રવદા દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ, વીરેશચુકે શનિવારે રાત્રે એક વીડિયો સંબોધનમાં જણાવ્યું હતું કે શનિવારે 9 સલામત રસ્તા દ્વારા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
રશિયા માનવતાવાદી કાર્ગો અટકાવે છે
તેમણે જણાવ્યું હતું કે સુમીમાંથી 8,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે કુલ 3,000 લોકો ક્રાસ્નોપિલ્યા, લેબેડિન, વેલેકા પિસારિવકા અને કોનોટોપમાંથી નીકળી ગયા છે. મંત્રીએ કહ્યું કે લગભગ 1,000 લોકોને બુકામાંથી, 600 લોકોને હોસ્ટોમેલમાંથી અને 1,264 લોકોને નેમિશિયેવોના યુદ્ધ ઝોનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. વીરેશચુકના જણાવ્યા મુજબ, ઝાપોરિઝ્ઝ્યા પ્રદેશમાં એનર્ગોદરમાંથી સ્થળાંતર શક્ય ન હતું, કારણ કે રશિયન સૈન્યએ, અગાઉના કરારો હોવા છતાં, વાસિલીવેકામાં ચેકપોઇન્ટ પર માનવતાવાદી કાર્ગો અટકાવ્યો હતો.
આ પણ વાંચોઃ
Ukraine War: યુક્રેન પર રશિયાના હુમલામાં વધારો, પોલેન્ડની સરહદ નજીકના મિલિટરી બેઝ પર મિસાઈલોનો વરસાદ, શહેરો પર વધ્યો બોમ્બમારો
આ પણ વાંચોઃ