થેન્ક્યુ મોદીજી, હવે પાકિસ્તાની હિંદુઓ ખુલીને શ્વાસ લઈ શકશે…CAA લાગુ થવા પર પાકિસ્તાની ક્રિકેટરની પ્રતિક્રિયા
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે મોદી સરકાર દ્વારા નાગરિકતા (સુધારા) અધિનિયમ (CAA) 2019ના અમલ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે પીએમ મોદીનો આભાર માન્યો છે. પૂર્વ ક્રિકેટરે ટ્વિટ કરીને લખ્યું છે કે, થેન્ક્યુ મોદીજી, હવે પાકિસ્તાની હિંદુઓ ખુલ્લીને શ્વાસ લઈ શકશે.
ભારતમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) અમલમાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે CAA કાયદાના અમલીકરણની સત્તાવાર જાહેરાત કરી છે. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી અને પારસી લોકોને ભારતીય નાગરિકતા મેળવવાનું સરળ બનાવશે. પાકિસ્તાનના હિન્દુ ક્રિકેટર દાનિશ કનેરિયાએ કાયદાના અમલ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
દાનિશ કનેરિયાએ શું કહ્યું ?
પાકિસ્તાનના પૂર્વ લેગ સ્પિનર દાનિશ કનેરિયા હંમેશા નરેન્દ્ર મોદીની ભાજપ સરકારને સમર્થન આપે છે. CAA કાયદાના અમલ પછી, કનેરિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું – પાકિસ્તાની હિન્દુઓ હવે ખુલ્લીને શ્વાસ લઈ શકશે. ત્યારબાદ કનેરિયાએ વધુ એક ટ્વિટ કર્યું. જેમાં તેમણે લખ્યું- નાગરિકતા સંશોધન કાયદાને લાગુ કરવા માટે નરેન્દ્ર મોદી જી અને અમિત શાહ જીનો આભાર.
Pakistani Hindus will now be able to breathe in open air. #CAA
— Danish Kaneria (@DanishKaneria61) March 11, 2024
Thank you @narendramodi ji and @AmitShah ji for notifying Citizenship Amendment Act.
— Danish Kaneria (@DanishKaneria61) March 11, 2024
પાકિસ્તાન માટે 61 ટેસ્ટ અને 18 વન ડે રમી હતી
કનેરિયાએ ઘણી વખત કહ્યું છે કે હિંદુ હોવાને કારણે તેમને પાકિસ્તાનમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. કનેરિયાએ 2000 થી 2010 વચ્ચે પાકિસ્તાન માટે 61 ટેસ્ટ અને 18 વન ડે રમી હતી. તે પાકિસ્તાન ક્રિકેટમાં ખૂબ જ લોકપ્રિય હતા. તે ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાન માટે સૌથી વધુ વિકેટ લેનાર સ્પિનર છે. તેમણે કુલ 261 વિકેટ લીધી છે. કનેરિયાનું નામ 2012માં ફિક્સિંગ સ્કેન્ડલમાં આવ્યું હતું, જે બાદ તેમની કારકિર્દી બરબાદ થઈ ગઈ હતી. કનેરિયા પાકિસ્તાનના પૂર્વ વિકેટકીપર અનિલ દલપતના પિતરાઈ ભાઈ છે. અનિલ પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર પ્રથમ હિન્દુ ક્રિકેટર છે.