ડોનાલ્ડ ટ્રમ્પના ઘરે FBIના દરોડા, અમેરિકાના ગુપ્ત દસ્તાવેજો કર્યા જપ્ત

આ મામલાને લગતા નિષ્ણાતોનું કહેવું છે કે આ દરોડા ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિકાળ દરમિયાન ઘરેથી લાવેલા જરૂરી દસ્તાવેજો શોધવા માટે પાડવામાં આવ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પના ઘરે FBIના દરોડા, અમેરિકાના ગુપ્ત દસ્તાવેજો કર્યા જપ્ત
Former US President Donald TrumpImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2022 | 10:46 AM

ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) એ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) ઘરે દરોડા પાડ્યા છે. તેમના ઘરનું નામ માર એ લાગો (Mar-A-Lago home) છે. તે પામ બીચ, ફ્લોરિડામાં (Florida) સ્થિત છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતે એક નિવેદન જાહેર કરીને આ દરોડાની માહિતી આપી છે. મામલા સાથે જોડાયેલા જાણકારોનું કહેવું છે કે આ દરોડા તેમના રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન ઘરે લાવવામાં આવેલા જરૂરી ગુપ્ત દસ્તાવેજો (Secret documents) શોધવા માટે પાડવામાં આવ્યા છે. ટ્રમ્પ પર આરોપ છે કે તેઓ રાષ્ટ્રપતિ પદના અંતિમ દિવસોમાં કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો પોતાના ઘરે લાવ્યા હતા.

રિપોર્ટ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પના ઘર પર એફબીઆઈના દરોડામાં ઘણા ગુપ્ત દસ્તાવેજો પણ મળી આવ્યા છે. હવે તે તેમને જાણી જોઈને ઘરે લાવ્યો હતા કે પછી ભૂલથી ઘરે લઈ આવ્યો હતા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ટ્રમ્પના ઘર પર દરોડા દરમિયાન તેમના બે વકીલો પણ ત્યાં હાજર હતા.

ટ્રમ્પે કહ્યું- આ દેશ માટે અંધકારનો સમય છે

સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘આ આપણા દેશ માટે અંધકારનો સમય છે. FBI એજન્ટો હાલમાં ફ્લોરિડાના પામ બીચ પરના મારા સુંદર ઘર માર એ લાગો ખાતે હાજર છે. તેઓએ અહીં દરોડા પાડ્યા છે. FBI એજન્ટો મોટી સંખ્યામાં છે. આ પહેલા અમેરિકાના કોઈપણ રાષ્ટ્રપતિ સાથે આવું બન્યું નથી. સરકારી એજન્સીઓને સહકાર આપવા છતાં પૂર્વ માહિતી વિના મારા ઘરે દરોડો પાડવો એ અયોગ્ય છે.

કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ
કેપ્ટન બનતા જ સૂર્યકુમાર યાદવના ખરાબ દિવસ શરૂ, ટીમથી થશે બહાર!
કોહલીની જેમ આ સ્ટાર ખેલાડીએ આખા શરીરે ચિતરાવ્યા ટેટૂ, જાણો કોણ છે
હાર્દિક પંડ્યા પાસેથી છીનવાશે T20ની કપ્તાની, BCCI જલ્દી લેશે નિર્ણય!
સીતાફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા,જાણીને રહી જશો દંગ
ભુલી ગયા છો આધાર કાર્ડનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર? આ રીતે જાણી શકાશે

ટ્રમ્પે ડેમોક્રેટ્સને નિશાન બનાવ્યા

રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પે તેમના નિવેદનમાં તેમના ઘર પર એફબીઆઈના દરોડા માટે ડાબેરી ડેમોક્રેટ્સને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે દરોડા તેમના વતી કરવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે લેફ્ટ ડેમોક્રેટ્સના નેતાઓ ઈચ્છતા ન હતા કે તેઓ 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી લડે. તેમણે કહ્યું કે આ નેતાઓ કોઈપણ રીતે રિપબ્લિકન નેતાઓને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે.

હિલેરી ક્લિન્ટને મોંઘું ફર્નિચર છીનવી લીધુંઃ ટ્રમ્પ

ટ્રમ્પે પોતાના નિવેદનમાં અમેરિકાને ભ્રષ્ટાચારનો સામનો કરી રહેલા દેશોમાંનો એક ગણાવ્યો છે. તેઓનું કહેવું છે કે, ‘આ પહેલા અમેરિકામાં આટલો ભ્રષ્ટાચાર જોવા મળ્યો નથી. તેઓએ મારા લોકરની પણ ચકાસણી કરી છે. તેમણે કહ્યું કે આ વખતે અમેરિકાના 45માં રાષ્ટ્રપતિના ઘરમાં ડેમોક્રેટ્સે ઘૂસણખોરી કરી છે. તેમણે હિલેરી ક્લિન્ટન (Hillary Clinton) વિશે પણ ઘણા આક્ષેપ કર્યા છે. ટ્રમ્પે હિલેરી ક્લિન્ટન પર વ્હાઈટ હાઉસમાંથી કિંમતી ફર્નિચર અને અન્ય વસ્તુઓ ઘરે લઈ જવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમનું કહેવું છે કે આમ છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

Latest News Updates

પાલિતાણામાં 29 વર્ષિય યુુવકને હાર્ટએટેક આવતા મોત
પાલિતાણામાં 29 વર્ષિય યુુવકને હાર્ટએટેક આવતા મોત
મહીસાગર : તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની નિમણૂંકને લઇ વિરોધ
મહીસાગર : તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની નિમણૂંકને લઇ વિરોધ
બોટાદમાં બાકી વ્યાજના પૈસા લેવા યુવકને માર્યો ઢોર માર
બોટાદમાં બાકી વ્યાજના પૈસા લેવા યુવકને માર્યો ઢોર માર
પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવાયેલા દાળના નમૂના ફેલ
પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવાયેલા દાળના નમૂના ફેલ
સૌરાષ્ટ્રના ખેડૂતોને મણ લસણ પર મળ્યા 2500થી લઇ 3500 ભાવ
સૌરાષ્ટ્રના ખેડૂતોને મણ લસણ પર મળ્યા 2500થી લઇ 3500 ભાવ
શું અશ્વસ્થામા નર્મદા પરિક્રમાવાસીઓને રસ્તામાં મળે છે? જુઓ વીડિયો
શું અશ્વસ્થામા નર્મદા પરિક્રમાવાસીઓને રસ્તામાં મળે છે? જુઓ વીડિયો
રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ, સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેમ આવ્યા સામસામે
રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ, સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેમ આવ્યા સામસામે
દાહોદ : નકલી કચેરીના કેસમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ
દાહોદ : નકલી કચેરીના કેસમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ
કુંડળીમાં 'કુસુમ' નામનો યોગ બનાવે છે જાતકને 'કિંગ' જાણવા જુઓ વીડિયો
કુંડળીમાં 'કુસુમ' નામનો યોગ બનાવે છે જાતકને 'કિંગ' જાણવા જુઓ વીડિયો
ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
g clip-path="url(#clip0_868_265)">