શું તમે ક્યારેય વિચાર્યું છે કે પુતિનના પેનથી લઈ કપડાં કેમના સુરક્ષિત રાખવામાં આવતા હશે!
વ્લાદિમીર પુતિન તેમની વૈભવી જીવનશૈલી અને અભેદ્ય સુરક્ષા પ્રોટોકોલ માટે વિશ્વભરમાં જાણીતા છે. જ્યારે પણ તેઓ વિદેશ પ્રવાસે જાય છે, ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક અને અવિશ્વસનીય હોય છે. પબ્લિક ડોમેનમાં ઉપળબ્દ માહિતી અનુસાર જાણીએ તેમની સુરક્ષા વિશે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સુરક્ષા દુનિયાનાં સૌથી કડક પ્રોટોકોલ્સમાં ગણાય છે. તેમની પાસે કોઈ સરળતાથી પહોંચી શકે તેવું અશક્ય બનાવવામાં આવ્યું છે. પુતિન જ્યાં જાય છે ત્યાં તેમના દરેક દૈનિક ઉપયોગની વસ્તુઓ સુધીની સુરક્ષા તપાસ થાય છે. પુતિન પોતાનું પોર્ટેબલ ટોયલેટ સાથે લઇ જાય છે અને વિશેષ સુરક્ષિત સંચાર સિસ્ટમનો ઉપયોગ કરે છે, જેથી વાતચીત ટ્રેક ન થાય. તેઓ કોઈ અધિકારી દ્વારા આપવામાં આવેલી પેનનો ઉપયોગ કરતા નથી. તેમના માટે ખાસ અંગત પેન રાખવામાં આવે છે જેથી કોઈ જાસૂસ ઉપકરણ છુપાયેલી શક્યતા ન રહે.
જ્યાં બેસવાનું હોય તે ખુરશી, ટેબલ અને સપાટીની પહેલાંથી તપાસ કરવામાં આવે છે, અને ઊભા થયા પછી વિશેષ રસાયણોથી સાફ કરવામાં આવે છે. સૌથી ગુપ્ત પ્રક્રિયા તેમની ડીએનએ સુરક્ષા છે, તેમના વાળથી લઈને કોઈપણ બાયોલોજિકલ વેસ્ટને ખાસ સુરક્ષા સાથે પાછું લાવવામાં આવે છે અને તેનું કેમિકલ ટેસ્ટિંગ થાય છે, જેથી તેમનો ડીએનએ કોઈના હાથમાં ન જાય. આ બધા પ્રોટોકોલ્સ દર્શાવે છે કે પુતિન વિશ્વ સ્તરે કેટલા ઊંચા સ્તરે સુરક્ષા રાખે છે અને તેનાં વ્યૂહાત્મક દુશ્મનો કેટલા શક્તિશાળી હોઈ શકે છે.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે પુતિનના કપડાંની સલામતી કેવી રીતે તપાસવામાં આવશે? ચાલો જાણીએ પ્રક્રિયા શું છે.
સત્તાવાર સૂટ અને શર્ટ:
મોટાભાગના સત્તાવાર કાર્યક્રમોમાં તેઓ જે ક્લાસિક, બારીકાઈથી તૈયાર કરેલા સૂટ પહેરે છે, તે મુખ્યત્વે ઇટાલિયન ડિઝાઇનર્સ દ્વારા બનાવવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે, જેમાં ખાસ કરીને બ્રાયોની (Brioni) અને કિટોન (Kiton) જેવી વૈભવી બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. આ બ્રાન્ડ્સ કસ્ટમ-મેડ, હેન્ડ-ટેલર્ડ (હાથથી તૈયાર કરેલા) પોશાક બનાવવા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. સાથે જ તેમના શર્ટ ઘણીવાર કાર્ટિયર (Cartier) અને બેરી (Beri) જેવી બ્રાન્ડના હોય છે. તેમની ટાઇની કિંમત હજારો ડૉલરમાં હોઈ શકે છે.
આઉટરવેર અને સ્પોર્ટ્સ ગીયર:
જ્યારે તેઓ રશિયામાં શિકાર, માછીમારી કે હાઇકિંગ જેવી પ્રવૃત્તિઓમાં જોડાય છે, ત્યારે તેઓ ઘણીવાર રશિયન નિર્મિત સ્પોર્ટ્સવેર અને ટ્રેક સૂટ પહેરે છે,
ઠંડા હવામાનના કોટ, ખાસ કરીને ચામડાના કોટ, ક્યારેક ઇટાલિયન બ્રાન્ડ્સના હોય છે અથવા તેમને ખાસ ઓર્ડર આપીને તૈયાર કરવામાં આવે છે.
વ્યક્તિગત દરજી
પુતિનના કપડાં કઈ વ્યક્તિ કે દરજી બનાવે છે તે સાર્વજનિક રીતે જાહેર થતું નથી, કારણ કે તેમની સુરક્ષા અને ગુપ્તપણે સર્વોપરી છે. જો કે, આ ટોચની બ્રાન્ડ્સના ખાનગી ટેલર તેમની લંબાઈ, કદ અને જરૂરિયાતો મુજબ તેમના સૂટની ફિટિંગ અને ડિઝાઇન માટે તેમની સાથે કામ કરતા હોવાનું માનવામાં આવે છે. તેમના કપડાં મોટાભાગે ઇટાલિયન વૈભવી ફેશન હાઉસ (જેમ કે બ્રાયોની કે કિટોન) દ્વારા બનાવવામાં આવે છે, જે વિશ્વના સૌથી મોંઘા અને વિશિષ્ટ પોશાક બનાવનારાઓમાં ગણાય છે.
શું છે સુરક્ષા પ્રક્રિયા
પુતિનના કપડાંની તપાસ મુખ્યત્વે બે મુખ્ય કારણોસર કરવામાં આવે છે: તકનીકી જાસૂસી અને શારીરિક જોખમ.
-
તકનીકી તપાસ (Technical Inspection)
આ પ્રક્રિયા તેમની સુરક્ષા ટીમ (જેમ કે રશિયન ફેડરલ પ્રોટેક્ટિવ સર્વિસ – FPS) અથવા ગુપ્તચર એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવે છે, સાથે જ સૂટ, કોટ, શર્ટ અથવા ટાઇમાં છુપાયેલા માઇક્રોફોન, GPS ટ્રેકિંગ ચિપ્સ અથવા મિની કેમેરા લગાવેલા નથી તેની ખાતરી કરવા માટે તપાસ થાય છે. જેના માટે X-ray સ્કેનિંગ અને રેડિયો ફ્રિકવન્સી (RF) ડિટેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે.
-
શારીરિક અને રાસાયણિક તપાસ (Physical and Chemical Inspection)
આ તપાસ સીધા જોખમને દૂર કરવા પર કેન્દ્રિત છે. જેમ કે ઝેર અને હાનિકારક પદાર્થો હોયે છે, કપડાંને એવા રાસાયણિક પદાર્થો માટે તપાસવામાં આવે છે જે ત્વચાના સંપર્કમાં આવતા નુકસાન પહોંચાડી શકે છે. કપડાં પર કોઈ ઝેરી પાવડર કે પ્રવાહી તો નથી લાગેલું તેની ખાતરી કરવામાં આવે છે.
વિસ્ફોટક સામગ્રી:
સૂટ, ખાસ કરીને ભારે કોટમાં, કોઈ વિસ્ફોટક ઉપકરણ છુપાવેલું નથી તેની તપાસ થાય છે. જેના માટે ખાસ એક્સપ્લોઝિવ ટ્રેસ ડિટેક્ટર (ETD) મશીનોનો ઉપયોગ થાય છે.
-
પ્રોટોકોલ અને લોજિસ્ટિક્સ
કપડાં દરજીના વર્કશોપથી લઈને ક્રમલિન સુધી અત્યંત સુરક્ષિત વાહનોમાં અને સુરક્ષા એજન્ટોની દેખરેખ હેઠળ લાવવામાં આવે છે. કપડાં પહેરતા પહેલાં અને પાછા મૂક્યા પછી પણ ફરીથી તપાસવામાં આવે છે. આ પ્રક્રિયાઓનો હેતુ પુતિનને માત્ર શારીરિક હુમલાઓથી જ નહીં, પરંતુ તકનીકી જાસૂસી અને અન્ય દેશો દ્વારા માહિતીની ચોરીના જોખમોથી પણ સંપૂર્ણપણે સુરક્ષિત રાખવાનો છે.
વિશિષ્ટ કર્મચારીઓ આ લોન્ડ્રી સુવિધામાં કામ કરે છે, તેઓની પૃષ્ઠભૂમિની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે અને તેઓને ઉચ્ચ સ્તરની સુરક્ષા ક્લિયરન્સ આપવામાં આવે છે. તેમના કપડાંની સંભાળ અને સફાઈ સરકારી સુરક્ષા પ્રોટોકોલ હેઠળ નિયુક્ત વિશિષ્ટ અને તપાસી કર્મચારીઓ દ્વારા સુરક્ષિત કરવામાં આવે છે.
