પાકિસ્તાનની શાન ઠેકાણે લાવવા માટે, સતલજ-બિયાસનું પાણી ચોમાસા સિવાય અપાતું નથી
સિંધુ જળ સંધિ અનુસાર સતલજ, બિયાસ અને રાવી નદીઓ પર ભારતનું નિયંત્રણ છે. જ્યારે, સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીઓનું પાણી પાકિસ્તાન હસ્તક રહે છે. પાકિસ્તાનને સતલજ અને બિયાસ નદીનું પાણી ખાસ કિસ્સાઓમાં જ ફાળવવામાં આવે છે.

સિંધુ જળ સંધિ 1960 હેઠળ ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણી વહેચણી માટે કરાર કરાયેલા છે. આ સંધિ મુજબ સતલજ, બિયાસ અને રાવીના પાણી પર ભારતનું સંપૂર્ણ નિયંત્રણ છે. બિયાસ અને સતલજ નદીઓનું પાણી માત્ર ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે પાણીના સ્તરમાં વધારો થવાના કિસ્સામાં જ પાકિસ્તાન માટે છોડવામાં આવે છે, તેમ કેન્દ્ર સરકારે લોકસભામાં માહિતી આપી હતી.
કેન્દ્રીય જલ શક્તિ રાજ્ય મંત્રી રાજભૂષણ ચૌધરીએ ગુરુવારે લોકસભામાં જણાવ્યું હતું કે, સતલજ અને બિયાસ નદીઓનું પાણી પાકિસ્તાનને માત્ર ચોમાસાની મોસમમાં અને ખાસ કિસ્સાઓમાં જ આપવામાં આવે છે.
સરકારે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે તે સતલજ અને બિયાસ નદીઓમાંથી પાકિસ્તાનને બહુ ઓછું પાણી આપવામાં આવે છે. આવું ચોમાસા દરમિયાન અને ખાસ કિસ્સાઓમાં જ થાય છે. કેન્દ્રીય જલ શક્તિ રાજ ભૂષણ ચૌધરીએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. 1960ની સિંધુ જળ સંધિ હેઠળ ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણીની વહેંચણી કરવામાં આવી છે. આ મુદ્દો દાયકાઓથી વિવાદનો વિષય રહ્યો છે.
સિંધુ જળ સંધિ અનુસાર સતલજ, બિયાસ અને રાવી નદીઓ પર ભારતનું નિયંત્રણ છે. જ્યારે, સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીઓનું પાણી પાકિસ્તાન હસ્તક રહે છે. પાકિસ્તાનને સતલજ અને બિયાસ નદીનું પાણી ખાસ કિસ્સાઓમાં જ ફાળવવામાં આવે છે. આવું મોટા ભાગે ચોમાસા દરમિયાન કરવામાં આવે છે. ભારે વરસાદને કારણે જળાશયોનું જળસ્તર વધે છે, ત્યારબાદ તે નદીનું પાણી પાકિસ્તાનમાં જાય છે.
સિંધુ જળ સંધિ એ ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણીની વહેંચણી માટેનું કાનૂની માળખું છે. આ સંધિ હેઠળ 6 નદીઓને બે ભાગમાં વહેંચવામાં આવી છે. ત્રણ નદીઓ ભારતના નિયંત્રણમાં છે અને ત્રણ પાકિસ્તાનના નિયંત્રણમાં છે. સિંધુ જળ સંધિ અનુસાર સતલજ, બિયાસ અને રાવી નદીઓ પર ભારતનું નિયંત્રણ છે. જ્યારે, સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીઓનું પાણી પાકિસ્તાન હસ્તક રહે છે. આ સંધિનો હેતુ બંને દેશો વચ્ચે પાણીની વહેંચણી અંગેના વિવાદોને ઉકેલવાનો હતો. જો કે, આ સંધિને લઈને સમયાંતરે બંને દેશો વચ્ચે તણાવ રહે છે.
ભારત-પાકિસ્તાન સિંધુ જળ કરાર
સિંધુ જળ સંધિ પર 19 સપ્ટેમ્બર 1960ના રોજ કરાચી, પાકિસ્તાનમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વિશ્વ બેંકની પહેલ અને બંને દેશો વચ્ચે લગભગ 9 વર્ષ સુધી ચાલેલી વાટાઘાટો બાદ આખરે આ સમજૂતીએ આકાર લીધો. આ કરાર પર ભારતના તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને તત્કાલિન લશ્કરી સરમુખત્યાર અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાને હસ્તાક્ષર કર્યા હતા.