ચીને ભલે આપી ત્રણ બાળકની મંજુરી, પણ યુવતીઓ નથી ઇચ્છતી એક પણ બાળક, જાણો કેમ

|

Jun 02, 2021 | 11:09 AM

ચીને વસ્તી ઘટાડાને જોઇને કપલને 3 બાળકોને જન્મ આપવાની છૂટ તો આપી દીધી છે પરંતુ મોંઘવારીનો બોઝ હેઠળ લોકો દબાઈ રહ્યા છે. અને મોટાભાગના લોકો બાળકને જન્મ આપવા જ નથી ઈચ્છતી.

ચીને ભલે આપી ત્રણ બાળકની મંજુરી, પણ યુવતીઓ નથી ઇચ્છતી એક પણ બાળક, જાણો કેમ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

ચીનની સમસ્યાઓ પણ તેની જેમ જ અજીબ છે. અહેવાલ અનુસાર ચીને વસ્તી ઘટાડાને જોઇને કપલને 3 બાળકોને જન્મ આપવાની છૂટ તો આપી દીધી છે પરંતુ મોંઘવારીનો બોઝ હેઠળ લોકો દબાઈ રહ્યા છે. જી હા કહેવામાં આવી રહ્યું છે કે આવી મોંઘવારીમાં વધુ બાળકો ઉછેરવા ચીનના યુવાનો માટે મુશ્કેલ છે.

ચીનમાં થયેલી તાજી જનગણનામાં જાણ થઇ છે કે ચીનમાં બાળકની સંખ્યા તેમજ કામકાજી નાગરીકોની ઓછી થઇ રહી છે અને વૃદ્ધોની સંખ્યા ખુબ વધી રહી છે. અને આ કારણે ચીને નવી નિતી જાહેર કરી છે. પરંતુ નાગરીકો સામે બાળકો પેદા ના કરવાના આર્થિક કારણો હજુ તેમના તેમ છે. અને આવનારા સમયમાં પણ સમસ્યા બની રહે એમ છે. અને આ સમસ્યાના કારણે ત્યાં બાળકોનો જન્મદર ખુબ ઓછો છે.

ડિલિવરીનો ખર્ચ 11.50 લાખ રૂપિયા

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

ચીનમાં સરકારી હોસ્પિટલો સેવાઓ પૂરી પાડે છે, પરંતુ હકીકત એ છે કે તેમની સંખ્યા ઓછી હોવાને કારણે મહિલાઓને ખાનગી હોસ્પિટલોમાં જવાની ફરજ પડે છે. અહીં પ્રિનેટલ ચેક-અપથી ડિલિવરી સુધી લગભગ એક લાખ યુઆન એટલે કે લગભગ 11.50 લાખ રૂપિયા ખર્ચ થાય છે. ડિલિવરી પછી ઘરેલું સહાયક માટે પણ 15,000 યુઆન ખર્ચ એટલે કે પોણા 2 લાખ રૂપિયા ખર્ચ થાય છે.

ઘર પણ આટલા મોંઘા છે અહિયાં

ઘરની વાત કરીએ તો બેઇજિંગના હાઈડીયન વિસ્તારમાં એપાર્ટમેન્ટની કિંમત પ્રતિ ચોરસ મીટર 90,000 યુઆન છે. એટલે કે પ્રતિ ચોરસ મીટર આશરે 10 લાખ રૂપિયા. હાઈડીયન જેવા વિસ્તારોમાં સારી શાળાઓ છે તેથી મોટાભાગના માતાપિતા અહીં રહેવાનો પ્રયત્ન કરે છે.

આવક 5.50 લાખ, બાળક પર 70% ખર્ચ

2019 માં શાંઘાઈ એકેડેમી ઓફ સોશિયલ સાયન્સે અહેવાલ આપ્યો હતો કે શાંઘાઈમાં બાળક 15 વર્ષનું થાય ત્યાં સુધી તેના પર લગભગ 8,40,000 યુઆન એટલે કે લગભગ 10 કરોડ રૂપિયા ખર્ચ થાય છે.

શિક્ષણમાં જ 60 લાખ રૂપિયા ખર્ચ 

બાળક 15 વર્ષનું થાય ત્યાં સુધી માત્ર તેની શાળાની ફીમાં લગભગ 60 લાખ રૂપિયા ખર્ચ થાય છે. અને સામે જોવા જઈએ તો પુરા પરિવારની સરેરાશ આવક 5.50 લાખ રૂપિયાથી પણ ઓછી હોય છે. આવામાં 70% આવક બાળક પાછળ જ ખર્ચ થાય છે.

આવી મોંઘવારીના કારણે માતા પિતા એક જ બાળકનો ખર્ચ ઉઠાવી શકે એમ હોય છે. જેથી પોતાની અને બાળકની પણ જીવનશૈલી સારી રહી શકે. તમને જણાવી દઈએ કે ચીનમાં બેબીફૂડ પણ ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાથી આયાત કરવા પડે છે.

 

આ પણ વાંચો: IMA નો દાવો: પતંજલિએ માછલીઓ પર કોરોનિલનું કર્યું પરીક્ષણ, તે પણ બરાબર થયું નથી

આ પણ વાંચો: મદદ માટે લાંચ? મેહુલ ચોકસીની મદદ માટે તેના ભાઈએ ડોમિનિકાના વિપક્ષ નેતાને આપ્યા આટલા લાખ ડોલર

Next Article