Egypt Minister: અલગ દેશ બનાવવાનો વિચાર છોડે મુસલમાન, જ્યાં રહો તે દેશ અને માટીનું સન્માન કરો

|

May 11, 2022 | 3:50 PM

UAE સંયુક્ત આરબ અમિરાતમાં આયોજિત બે દિવસીય વર્લ્ડ મુસ્લિમ કમ્યુનિટી કાઉન્સિલ (World Muslim Community Council)કોન્ફરન્સમાં ઘણા દેશોના મુસ્લિમ ધાર્મિક નેતાઓ સહભાગી થયા હતા. આ કોન્ફરન્સમાં મિસ્સ્રના મંત્રીએ આપેલું ભાષણ આખા વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Egypt Minister: અલગ દેશ બનાવવાનો વિચાર છોડે મુસલમાન, જ્યાં રહો તે દેશ અને માટીનું સન્માન કરો
Egypt Minister in conference (File)

Follow us on

Muslim Leaders In UAE મુસ્લિમ કોન્ફરન્સમાં UAE યૂએઈના મંત્રી શેખ નાહયાન બિન મુબારકે કહ્યું કે મુસ્લિમ સમાજે વિજ્ઞાનના આધારે એકજૂથ થવું જોઈએ. તેમણે કહ્યું કે Muslim religion ઇસ્લામ જ્ઞાન વિજ્ઞાનનો ધર્મ છે અને તેની એકતાનો આધાર પણ વિજ્ઞાન જ હોવો જોઈએ. સંયુક્ત આરબ અમિરાતમાં આયોજિત બે દિવસીય વર્લ્ડ મુસ્લિમ કમ્યુનિટી કાઉન્સિલ કોન્ફરન્સમાં ઘણા દેશોના મુસ્લિમ ધાર્મિક નેતાઓ સહભાગી થયા હતા. આ કોન્ફરન્સમાં મિસ્સ્રના મંત્રીએ આપેલું ભાષણ આખા વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેમણે કહ્યું હતું કે મુસ્લિમ સમાજે પોતાના દેશ, ધ્વજ અને માટી માટે ઇમાનદાર રહેવું જોઈએ. એક અહેવાલ અનુસાર મિસ્ર્ના મંત્રી ડો. મોહમ્મદ મોખ્તાર ગોમાએ ઇસ્લામિક એકતા પર પોતાનું ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું કે મુસ્લિમ સમાજે તર્કસંગત રીતે એકજૂથ થવું જોઈએ.

વિજ્ઞાન બને મુસ્લિમ સમાજની એકતાનો આધાર

મંત્રીએ કહ્યું કે નવો દેશ બનાવીને ઇસ્લામિક એકતા લાવવાનો પ્રયત્ન કરવાને બદલે મુસ્લિમોએ પોતાના દેશ અને માટી પ્રત્યે ઇમાનદાર રહેવું જોઈએ તેમણે ઉમેર્યું કે જુદા મુલ્ક બનાવીને રહેવાની વિચારસરણી દેશને નબળો પાડે છે.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

શેખ નાહયાને જણાવ્યું કે હું નિષ્ણાત નથી પરંતુ માનું છું કે વિજ્ઞાન અને શોધને ઇસ્લામિક એકતાનો આધાર હોવો જોઈએ. અમારો દેશ સહિષ્ણુતા અને વિકાસનું ઉદાહરણ છે. આપણે એકજૂથ થવા આપણા પડકારોને સમજવા પડશે. વર્ષ 2016માં મેરિલેન્ડ યૂનિવર્સિટીના એખ રિસર્ચ પ્રમાણે પાછલા એક દાયકામાં થયેલા 70, 767 આતંકવાદી હુમલામાં 85 ટકા હુમલાને આઇએસઆઇ અને અલ -કાયદા સમૂહોએ અંજામ આપ્યો છે. આ હુમલા મુસ્લિમ બહુલ દેશોમાં કરવામાં આવ્યા , જેનો ભોગ પણ મુસલમાન જ બન્યા છે.

Published On - 3:45 pm, Wed, 11 May 22

Next Article