Ahmedabad : રમઝાન માસમાં મુસ્લિમ યુવકના અંગદાને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
અમદાવાદ સિવિલ હોસ્પિટલના( Civil Hospital) સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી દ્વારા સિવિલ હોસ્પિટલ ની SOTTO(State Organ And Tissue Transplant Organisation) ટીમને મળતા સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન સાથે સમાજ અને સેવાભાવી સંસ્થાઓના પ્રયાસોથી અંગદાન ક્ષેત્રે સફળ પરિણામો મળી રહ્યા છે.
અંગ દાન,મહાદાન(Organ Donation) થોડાક સમય પહેલા માત્ર પુસ્તકમાં કે વાતોમાં શોભતુ આ સૂત્ર આજે સાચા અર્થમાં ચરિતાર્થ થયું છે. કદાચ કલ્પી પણ ન શકાય તે રીતે અમદાવાદની(Ahmedabad) સિવિલ હોસ્પિટલમાં(Civil Hospital) અત્યાર સુધીમાં 58 અંગદાન થયા હતા. 58માં અંગદાનના કિસ્સામાં ‘માન્યતા કરતા માનવતા’ ચઢિયાતી બની છે. કચ્છ જિલ્લાના 25 વર્ષીય મુસ્લિમ યુવકને(Muslim) માર્ગ અકસ્માત નડ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેને બ્રેઈન ડેડ જાહેર કરાયો હતો. સિવિલ હોસ્પિટલની SOTTO ની ટીમે પરિવારજનોને અંગદાન માટે સમજાવ્યો.અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાક સમાજ-ધર્મ-વર્ગમાં જુદા જુદા અથવા અગમ્ય કારણોસર અંગદાન સ્વીકાર્ય નથી. બેશક કદાચ તેની પાછળ અલગ માન્યતા હોઈ શકે, તે આખો અલગ વિષય છે. એ સમાજમાંથી આ યુવકનો પરિવાર હોવા છતા સિવિલ હોસ્પિટલના તબીબોની સમજાવટના પગલે મુસ્લિમ યુવકના પરિવારે ‘માન્યતા’ કરતા ‘માનવતા’ને મહત્વ આપ્યું. રમઝાનના પવિત્ર માસમાં મુસ્લિમ સમાજના યુવકના પરિવારજનોએ અંગદાનનો પાક નિર્ણય કરીને પરવરદિગારને ઇબાદત સમર્પિત કરી છે.
લલીતાબેન સાધુને બ્રેઇન હેમરેજ થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા
મુસ્લિમ યુવકને બ્રેઇનડેડ શરીરને રીટ્રાઇવલમાં લઇ જતા પહેલા હંમેશાની જેમ જ્યારે સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા પ્રાર્થના કરવામાં આવી ત્યારે રમઝાનના મહિનામાં પોતાના સ્વજનના આત્માની શાંતિ માટે એક બાજુ મુસ્લિમ પરિવારજનો “કલમા પઢી રહ્યા હતા” જ્યારે અન્ય બાજુએ સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા ઇશ્વરને પ્રાર્થના કરતા સર્વ ધર્મ સમભાવ ના દ્રશ્યો સર્જાયા હતા. સિવિલ હોસ્પિટલમાં થયેલ છેલ્લા ચાર અંગદાનમાં બકુલભાઇ વાધેલાને રોડ અકસ્માત, લાડુબેન માછીને બ્રેઇન હેમરેજ, જે મુસ્લિમ બ્રેઇન ડેડ યુવકના પરિવારજનોએ અંગદાન કર્યું તેને માર્ગ અકસ્માત અને લલીતાબેન સાધુને બ્રેઇન હેમરેજ થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.
આ તમામ બ્રેઇનડેડ વ્યક્તિઓના પરિવારજનોને જ્યારે સિવિલ હોસ્પિટલની SOTTO ની ટીમ દ્વારા અંગદાન માટે સમજાવતા પરિવારજનોએ અંગદાનની સંમતિ દર્શાવી. સિવિલ હોસ્પિટલના અંગદાનના મહાયજ્ઞના શરૂઆતના દિવસોમાં પરિવારજનોને અંગદાન માટે સમજણ આપવામાં જે પડકારોનો સામનો કરવો પડતો તેમાં મહદઅંશે અંત આવ્યો છે. આજે સમાજમાં પ્રવર્તેલી જાગૃતિના પરિણામે પરિવારજનો અંગદાન માટે સરળતાથી સંમતિ આપી રહ્યા છે.
સિવિલ હોસ્પિટલ દ્વારા કુલ 58 વ્યક્તિઓના અંગદાન થકી 221 અંગોનું દાન મેળવવામાં આવ્યુ
સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી કહે છે કે, કોઇપણ સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં છેલ્લા 25 દિવસમાં કુલ 11 વ્યક્તિઓના અંગદાન કરવામાં આવ્યા હોય તેવી પ્રથમ ઘટના છે. છેલ્લા માત્ર 36 કલાકના સમયમાં ત્રણ વ્યક્તિઓના અંગદાન કરવામાં આવ્યા. છેલ્લા એક મહીના માં 11 અંગદાન થકી કુલ 19 કીડની, કુલ 10 લીવર, 1 સ્વાદુપિંડ, 2 હ્રદય તેમજ 4 ફેફસા મળી કુલ 36 અંગોનુ દાન મળ્યુ. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલ દ્વારા કુલ 58 વ્યક્તિઓના અંગદાન થકી 221 અંગોનું દાન મેળવવામાં આવ્યુ જે થકી 159 વ્યક્તિઓને નવુ જીવન મળ્યું છે
અત્રે એ ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી દ્વારા સિવિલ હોસ્પિટલ ની SOTTO(State Organ And Tissue Transplant Organisation) ટીમને મળતા સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન સાથે સમાજ અને સેવાભાવી સંસ્થાઓના વ્યારા પ્રયાસોથી અંગદાન ક્ષેત્રે સફળ પરિણામો મળી રહ્યા છે. તથા હોસ્પિટ્લમાં આ અંગે જરુરી માળખાકીય સુવિધા ઉભી કરી તેમજ વધુમાં વધુ લોકોમા પ્રવર્તેલી જાગરૂકતાના ફળ સ્વરુપે 6 મહીનાના ટુંકા ગાળામાં સિવિલ હોસ્પિટલે 50 અંગદાનની રેકોર્ડ કામગીરી કરી છે.
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મુસ્લિમ સમાજ ને અંગદાન માટે અપીલ કરી
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મુસ્લિમ સમાજ ને અંગદાન માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે જો આપણે અંગો લેતા હોઈએ તો અંગ આપવા પણ જોઈએ .અંગદાન માટે મુસ્લિમ સમાજના મૌલવીઓ તેમજ મુસ્લિમ સમાજ અગ્રણીઓને તેમણે અપીલ કરી છે.
આ પણ વાંચો : Surat : કેજરીવાલ પહેલી મેના રોજ આવશે ગુજરાતમાં, સુરતમાં યોજશે વિશાળ રેલી, BTP સાથે જોડાણની તૈયારી
આ પણ વાંચો : Tech Tips: Facebook નું સીક્રેટ ફિચર! સરળતાથી દૂર થઈ જશે તમારી સૌથી ખરાબ ટેવ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો