Earthquake In Turkey: આંખના પલકારામાં જ તુર્કી બરબાદ થઇ ગયું, ભૂકંપના ભયાવહ દ્રશ્યો તમે નહીં જોઇ શકો, જુઓ VIDEO

Earthquake In Turkey: સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ (Viral video) થઈ રહ્યા છે. જેમાં તબાહીનું દ્રશ્ય જોવા મળે છે. જમીન પર મોટી ઇમારતો દેખાય છે. તુર્કીના ભૂકંપના ભયાનક વીડિયો જુઓ.

Earthquake In Turkey: આંખના પલકારામાં જ તુર્કી બરબાદ થઇ ગયું, ભૂકંપના ભયાવહ દ્રશ્યો તમે નહીં જોઇ શકો, જુઓ VIDEO
Earthquake In Turkey
| Edited By: | Updated on: Feb 06, 2023 | 9:34 AM

બોમ્બ વિસ્ફોટ જેવો મોટો અવાજ, ચીસો અને આસપાસના લોકો દોડી આવ્યા. આજે જબરદસ્ત ભૂકંપના આંચકાથી તુર્કીની ધરતી ધ્રૂજી ઉઠી હતી. ભૂકંપ એટલો તીવ્ર હતો કે બહુમાળી ઈમારતો આંખના પલકારામાં કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. હેલ્પ-હેલ્પ કહીને લોકો અહી-ત્યાં દોડવા લાગ્યા. 7.9ની તીવ્રતાનો આ ભૂકંપ દક્ષિણ તુર્કીમાં સવારે લગભગ 4 વાગ્યે આવ્યો હતો. આ ભૂકંપમાં સેંકડો લોકોના મોતની આશંકા છે.

તબાહીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સીરિયા, લેબનોન, ઈઝરાયેલ, પેલેસ્ટાઈન અને સાયપ્રસ અને ઈરાક સુધી આંચકા અનુભવાયા છે. આ ભૂકંપ 17.9 કિલોમીટરની ઉંડાઈએ આવ્યો હતો અને તેનું કેન્દ્ર ગાઝિયનટેપ શહેરની નજીક હતું. ભૂકંપના જે વિડીયો સામે આવ્યા છે તે તમને ચોંકાવી દેશે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો. 

 


ભૂકંપ બાદ લોકો કાટમાળમાં ફસાઈ ગયા અને લાઈવ સ્ટ્રીમ વીડિયો દ્વારા મદદ માગતા જોવા મળ્યા. લોકો સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરીને પોતાની સ્થિતિ જણાવી રહ્યા છે.

 


તુર્કીમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ઘણી એજન્સીઓ લોકોને બચાવવામાં વ્યસ્ત છે. અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. તેમની અંદર લોકો દટાયા હોવાની પણ આશંકા છે.

 

સોશિયલ મીડિયા પર જે પ્રકારનો વીડિયો પોસ્ટ થઈ રહ્યો છે તે હેરાન કરનારો છે. લોકો અહીં અને ત્યાં દોડી રહ્યા છે. જમીન પર મોટી ઇમારતો દેખાય છે.

 


ભૂકંપ એટલો તીવ્ર હતો કે લોકોને બચવાની તક મળી ન હતી. રિક્ટર સ્કેલ પર 7 થી ઉપરનો ભૂકંપ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે.

 

Published On - 9:34 am, Mon, 6 February 23