Earthquake: ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને મલેશિયામાં ભૂકંપના આંચકા, શું સુનામીનુ સંકટ તોળાઈ રહ્યુ છે ?

ઈન્ડોનેશિયા, મલેશિયા અને ફિલિપાઈન્સમાં ત્રણેય દેશોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. તેમની તીવ્રતા અલગ-અલગ છે.

Earthquake: ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને મલેશિયામાં ભૂકંપના આંચકા, શું સુનામીનુ સંકટ તોળાઈ રહ્યુ છે ?
Earthquake (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 9:42 AM

Earthquake in Indonesia-Malaysia-Philippines: સોમવારે ઈન્ડોનેશિયા,મલેશિયા અને ફિલિપાઈન્સમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મલેશિયાના (Malaysia) કુઆલાલંપુરમાં 504 કિમી દક્ષિણપશ્ચિમમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ(Earthquake)આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ (National Centre for Seismology) આ માહિતી આપી છે.

સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી

જ્યારે ફિલિપાઈન્સના મનિલાના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં 157 કિલોમીટર દૂર 6.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ બંને દેશોની સાથે ઈન્ડોનેશિયામાં પણ સમુદ્રની અંદર જોરદાર ભૂકંપ આવ્યો છે. હાલમાં સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.ઉપરાંત હજુ સુધી કોઈપણ પ્રકારના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.

US જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે, ઇન્ડોનેશિયામાં 6.6-તીવ્રતાનો ભૂકંપ પશ્ચિમ સુમાત્રા પ્રાંતના એક શહેર પરિમનથી લગભગ 169 કિલોમીટર પશ્ચિમમાં 16 કિલોમીટરની ઊંડાઈએ ભુકંપનુ કેન્દ્રબિંદુ હતુ.જ્યારે ઈન્ડોનેશિયાની હવામાન અને જીઓફિઝિક્સ એજન્સીએ જણાવ્યું હતું કે પ્રાંતના ઘણા ભાગોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, પરંતુ સુનામીનો હાલ કોઈ ખતરો નથી. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ નિયાસથી લગભગ 161 કિમી દક્ષિણપૂર્વમાં હતું. અહીં પણ કોઈપણ પ્રકારના નુકસાન કે જાનહાનિના સમાચાર નથી.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ઈન્ડોનેશિયામાં દરરોજ અનુભવાય છે આંચકા !

ઈન્ડોનેશિયામાં ભુકંપ કોઈ નવી વાત નથી. તેના આંચકા અહીં દરરોજ અનુભવાય છે. ક્યારેક સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવે છે. આ સિવાય આ દેશમાં જ્વાળામુખી ફાટવાના પણ અહેવાલ સામે આવી ચુક્યા છે. ગયા મહિને સુમાત્રા પ્રાંતના પશ્ચિમમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. જેમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા હતા અને 400થી વધુ લોકો ઘાયલ થયા હતા.

દેશને આર્થિક રીતે પણ ઘણું નુકસાન

ઈન્ડોનેશિયામાં આવેલા આ ભૂકંપના કારણે હજારો મકાનો અને ઈમારતોને નુકસાન થયુ હતુ.ભૂકંપના આંચકા ઘણા દિવસો સુધી અનુભવાયા હતા.જેમાં કાટમાળમાં દટાઈ જવાને કારણે અનેક લોકોના મોત થયા છે. જ્યારે સુનામીના કારણે પણ અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે મોટી સંખ્યામાં લોકોએ ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવું પડ્યું હતું. જેના કારણે દેશને આર્થિક રીતે પણ ઘણું નુકસાન થયું હતું. મલેશિયા અને ફિલિપાઈન્સ જેવા દેશોમાં પણ અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે.

આ પણ વાંચો : Pakistan: સત્તા બચાવવાના ફાંફા છે અને ઈમરાન ખાનની શેખી, કહ્યું કે “બટાકા અને ટામેટાંના ભાવને કાબૂમાં લેવા માટે રાજકારણમાં નથી ઉતર્યો”

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">