Accident in Canada: કેનેડાના ટોરોન્ટોમાં ગંભીર અકસ્માત, પાંચ ભારતીય વિદ્યાર્થીઓના થયા મોત

કેનેડામાં થયેલા એક માર્ગ અકસ્માતમાં પાંચ ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે.ભારતીય દૂતવાસની ટીમ હાલ તેમના મિત્રોના સંપર્કમાં છે.

Accident in Canada: કેનેડાના ટોરોન્ટોમાં ગંભીર અકસ્માત, પાંચ ભારતીય વિદ્યાર્થીઓના થયા મોત
Accident in Canada (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 8:43 AM

Accident in Canada:  કેનેડાના ટોરોન્ટોમાં (Toronto)એક માર્ગ અકસ્માતમાં પાંચ ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. મળતી માહિતી મુજબ આ ઘટના રવિવારે બની હતી. હાલમાં ઈજાગ્રસ્ત થયેલા બે વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ છે.તેમજ ટોરોન્ટોમાં ભારતીય દૂતવાસની ટીમ મૃતકોના મિત્રો સાથે સંપર્કમાં છે. આ માહિતી કેનેડામાં ભારતના હાઈ કમિશનર અજય બિસારિયાએ (Ajay Bisaria) આપી છે. તમને જણાવી દઈએ કે,મૃતકની ઉંમર 21 થી 24 વર્ષની વચ્ચે હતી.ગમખ્વાર અકસ્માતને પગલે પાંચેય ભારતીય વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

ભારતીય હાઈ કમિશનરે આપી માહિતી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર,ટ્રેક્ટર-ટ્રેલર વાન સાથે અથડાયા બાદ આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.કેનેડાના ભારતીય હાઈ કમિશનરે જણાવ્યુ કે,આ દુર્ઘટનામાં બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી છે જેમને સારવાર અર્થ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર,24 વર્ષીય હરપ્રીત સિંહ, 21 વર્ષીય જસપ્રીત સિંહ, 22 વર્ષીય કરણપાલ સિંહ, 23 વર્ષીય મોહિત ચૌહાણ અને 23 વર્ષીય પવન કુમારનુ આ અકસ્માતમાં મોત થયુ છે.

એમ્બેસીએ શોક વ્યક્ત કર્યો

અહેવાલો અનુસાર તેઓ બધા મોન્ટ્રીયલ અને ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં અભ્યાસ કરતા હતા. ભારતીય રાજદૂત અજય બિસારિયાએ ટ્વિટ કર્યું કે,’કેનેડામાં હૃદયદ્રાવક ઘટના બની છે. શનિવારે ટોરોન્ટો પાસે એક ઓટો અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે.અન્ય બે વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ છે. પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના. ભારતની ટોરોન્ટોની ટીમ તેના મિત્રો સાથે સંપર્કમાં છે.

વિદ્યાર્થીઓ પેસેન્જર વાનમાં મુસાફરી કરી રહ્યા હતા

મળતી માહિતી મુજબ,તમામ વિદ્યાર્થીઓ શનિવારે સવારે પેસેન્જર વાનમાં જઈ રહ્યા હતા ત્યારે તેમની વાન ટ્રેક્ટર-ટ્રેલર સાથે જોરદાર ટકરાઈ હતી. પોલીસે જણાવ્યું કે અકસ્માતની હાલ તપાસ ચાલી રહી છે.આ મામલે હજુ સુધી કોઈ બેદરકારી સામે આવી નથી. તેમજ એ પણ જણાવવામાં આવ્યું નથી કે મૃતક વિદ્યાર્થીઓ ભારતના કયા રાજ્યના વતની છે.

આ પણ વાંચો : Pakistan: સત્તા બચાવવાના ફાંફા છે અને ઈમરાન ખાનની શેખી, કહ્યું કે “બટાકા અને ટામેટાંના ભાવને કાબૂમાં લેવા માટે રાજકારણમાં નથી ઉતર્યો”

Latest News Updates

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
g clip-path="url(#clip0_868_265)">