AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: કાં તો સમજૂતી, કાં તો સર્વનાશ….! ટ્રમ્પે કહ્યું, ‘ના પાડી તો પહેલા કરતા 100 ગણા પાવરથી થશે બોમ્બમારો’

અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા તણાવે ફરી એકવાર આખી દુનિયાની ચિંતા વધારી દીધી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની કડક ચેતવણી અને હુમલાની ધમકી બાદ ખાડી દેશોમાં યુદ્ધના વાદળો ઘેરાયા છે.

Breaking News: કાં તો સમજૂતી, કાં તો સર્વનાશ....! ટ્રમ્પે કહ્યું, 'ના પાડી તો પહેલા કરતા 100 ગણા પાવરથી થશે બોમ્બમારો'
| Updated on: May 06, 2026 | 8:38 PM
Share

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ફરી એકવાર સખત ધમકી આપી છે. તેમણે કહ્યું કે, જો ઈરાન નિર્ધારિત શરતો પર સહમત થશે તો ઠીક છે નહીંતર પહેલા કરતા પણ વધુ તેજ હુમલા અને બોમ્બમારો શરૂ કરવામાં આવશે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું કે, “જો ઈરાન નક્કી કરવામાં આવેલી શરતો પર સહમત થાય છે… તો કદાચ એવી મોટી આશા છે કે, આ સંઘર્ષ (Epic Fury) નો અંત આવશે અને અત્યંત પ્રભાવી નાકાબંધીના કારણે હોર્મુઝની ખાડી ઈરાન સહિત તમામ માટે ખુલ્લી રહેશે. જો તેઓ સહમત નહીં થાય, તો બોમ્બમારો શરૂ થશે અને તે પહેલા કરતા વધુ ઉગ્ર સ્તર તેમજ તીવ્રતાવાળો હશે. આ મુદ્દા પર ધ્યાન આપવા બદલ આભાર!”

ટ્રમ્પે અગાઉ હોર્મુઝને લઈને કરી હતી આ જાહેરાત

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ પહેલા ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે વ્યાપક અને અંતિમ સમજૂતીની દિશામાં ઘણી પ્રગતિ થઈ છે. આ જ કારણસર ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ને અત્યારે કામચલાઉ ધોરણે રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના હેઠળ હોર્મુઝની ખાડીમાંથી જહાજોની અવરજવર કરવામાં આવી રહી હતી. હવે એ જોવામાં આવી રહ્યું છે કે, શું સમજૂતી અંતિમ સ્વરૂપ લઈ શકે છે અને તેના પર હસ્તાક્ષર થઈ શકે છે કે નહીં?

ટ્રમ્પ પહેલા પણ ઈરાનને આપી ચૂક્યા છે ‘ધમકી’

આ પહેલા પણ ટ્રમ્પે અનેકવાર ઈરાનને કડક ચેતવણી અને ધમકી આપી હતી. સોમવારે આપેલા એક નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, જો ઈરાન હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજોને સુરક્ષા આપી રહેલા અમેરિકી જહાજો પર હુમલો કરશે, તો અમેરિકા કડક જવાબ આપશે. આ નિવેદન એવા સમયે આવ્યું હતું, જ્યારે ઈરાન પર કેટલાક જહાજો પર હુમલાના આરોપો લાગ્યા હતા, જેમને અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ હેઠળ સુરક્ષિત માર્ગ આપવામાં આવી રહ્યો હતો.

ઈરાન પર ટ્રમ્પના ‘ગંભીર આરોપ’

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર દાવો કર્યો હતો કે, ઈરાને અનેક જહાજોને નિશાન બનાવ્યા છે, જેમાં દક્ષિણ કોરિયાના એક માલવાહક જહાજનો પણ સમાવેશ થાય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, 28 ફેબ્રુઆરીએ સંઘર્ષ શરૂ થયો ત્યારથી હોર્મુઝની ખાડીમાં ટ્રાફિક અસરકારક રીતે ખોરવાયો છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, આ સ્થિતિને જોતા અન્ય દેશોએ ખાસ કરીને દક્ષિણ કોરિયાએ પણ આ મિશનમાં જોડાવું જોઈએ.

તેમણે જણાવ્યું કે, અમેરિકી સેનાએ તાજેતરમાં સાત નાની નૌકાઓને નિશાન બનાવી છે અને આ વિસ્તારમાં પોતાની સૈન્ય હાજરી મજબૂત રાખી છે. ટ્રમ્પે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, અમેરિકા પાસે અત્યાધુનિક શસ્ત્રો, વ્યાપક સૈન્ય માળખું અને વિશ્વભરમાં ફેલાયેલા સૈન્ય મથકો છે, જેનો જરૂર પડે ત્યારે ઉપયોગ કરી શકાય છે.

Follow Us
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">