AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નર્મદાના ડેડિયાપાડામાં 108ની ટીમે બતાવી તેમની ફરજનિષ્ઠા, ચાલુ વરસાદે દુર્ગમ રસ્તા પરથી દર્દીને ઝોળીમાં લઈ જઈ જીવ બચાવ્યો- Video

નર્મદાના ડેડિયાપાડામાં 108ની ટીમે કોઈપણ પરિસ્થિતિમાં દર્દીનો જીવ બચાવવાની ફરજ નિષ્ઠાનો પરિચય આપ્યો છે. દુર્ગમ રસ્તા વચ્ચે ચાલુ વરસાદે 108ની ટીમે એમ્બ્યુલન્સ પહોંચી શકે તેમ ન હોવાથી દર્દીને ઝોળીમાં ઉંચકીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા અને તેમને સારવાર અર્થે પહોંચાડી તેમનો જીવ બચાવ્યો હતો.

નર્મદાના ડેડિયાપાડામાં 108ની ટીમે બતાવી તેમની ફરજનિષ્ઠા, ચાલુ વરસાદે દુર્ગમ રસ્તા પરથી દર્દીને ઝોળીમાં લઈ જઈ જીવ બચાવ્યો- Video
| Updated on: Jun 27, 2026 | 9:24 PM
Share

નર્મદાના ડેડિયાપાડા હર હંમેશની જેમ જ્યાં તંત્ર વામણુ પુરવાર થયુ છે ત્યાં 108 ની ટીમની સરાહનિય કામગીરીના દર્શન થયા છે. એક તરફ માથે વરસાદ ચાલુ હોય, દુર્ગમ રસ્તાઓ એવા જગ્યાએ 108ની ટીમ માટે પણ દર્દીના ઘર સુધી એમ્બ્યુલન્સ પહોંચાડવી પડકાર સાબિત થતી હોય છે. આવી સ્થિતિમાં 108ની ટીમે જરા પણ હિંમત હાર્યા વિના તેની ફરજ નિષ્ઠાનો પરિચય આપતા દર્દીને ચાલુ વરસાદે ઝોળીમાં ઉંચકીને લઈ ગયા અને તેને એમ્બ્યુલન્સમાં સુધી પહોંચાડી સારવાર અર્થે ખસેડ્યા હતા.

ડેડિયાપાડામાં 108ના પાયલોટ મેહુલ વસાવા અને EMT સુનિલ રાઠવાએ તેમની હિંમત અને ફરજ નિષ્ઠાનો પરિયચ આપતા દર્દીને ઝોળીમાં બેસાડીને પગપાળા મુશ્કેલ માર્ગ પાર કરીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા હતા. જે બાદ તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી જીવ બચાવ્યો હતો. હાલ 108ના કર્મીઓની આ પહેલનો વીડિયો વાયરલ થયો છે અને તેમની કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે.

જુઓ Video

આપને જણાવી દઈએ કે નર્મદા આદિવાસી બાહુલ્ય ધરાવતો વિસ્તાર છે અને અહીં મોટાભાગના રસ્તાઓ દુર્ગમ સ્થિતિ છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ છેવાડાના કહી શકાય એવા વિસ્તારોમાં પાકી સડક હોવી એ એક દિવાસ્વપ્ન જેવુ છે. તેમા પણ વરસાદી સિઝનમાં આ લોકોની હાલત વધુ કફોડી બનતી હોય છે. પહાડી,  ડુંગરાળ અને જંગલ વિસ્તાર હોવાથી મોટાભાગના માર્ગો કાચા છે. ત્યારે ચોમાસાની સિઝનમાં અહીં ગામ સુધી એમ્બ્યુલન્સ જેવી ઈમરનજન્સી સેવા પણ પહોંચી શક્તી નથી. દરેક વખતે તંત્ર દ્વારા ઠાલા વચનો આપવામાં આવે છે પરંતુ અહીં પાકી સડક બનતી નથી. ત્યારે 108ના ફરજ પરસ્ત આ કર્મીઓએ સાબિત કર્યુ છે કે નિયત હોય તો કોઈપણ પરિસ્થિતિમાં ફરજ નિભાવી શકાય છે. આ વિસ્તારમાંથી આ જ પ્રકારે ઝોળીમાં ઉંચકીને લઈ જવાના અનેકવાર દૃશ્યો સામે આવતા હોય છે પરંતુ આ વખતે ગામલોકો દ્વારા નહીં પરંતુ 108ની ટીમ દ્વારા દર્દીનો જીવ બચાવવા માટે આ પ્રકારની જહેમત લેવામાં આવી, જે ખરેખર સરાહનીય છે.

Input Credit- Vishal Pathak- Narmada

Breaking News: અમરેલીમાં માનવભક્ષી ચારેય સિંહોને કરાઈ આજીવન કેદની સજા, જુનાગઢ સક્કરબાગ ઝુમાં મોકલાશે

Follow Us
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
g clip-path="url(#clip0_868_265)">