પુલવામા આતંકી હુમલા અંગે આખરે ટ્રમ્પે તોડ્યું મૌન, કહ્યું ‘પાકિસ્તાન દોષિતોને કરે સજા, સમય આવ્યે આપીશ મારું નિવેદન’
પુલવામા હુમલા બાદ પાકિસ્તાને દુનિયાભરની ટીકાઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે હવે પુલવામા આતંકી હુમલાને લઈની અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ નિંદા કરી છે. હુમલાના પાંચ દિવસ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પાકિસ્તાનની ટીકા કરીને ભારતને સાથ આપ્યો છે. પુલવામા આતંકી હુમલાને અત્યંત ભયજનક ગણાવ્યો છે. સાથે જ અમેરિકાએ પાકિસ્તાનને જવાબદારો સામે પગલા ભરવા અનુરોધ કર્યો […]
પુલવામા હુમલા બાદ પાકિસ્તાને દુનિયાભરની ટીકાઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે હવે પુલવામા આતંકી હુમલાને લઈની અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ નિંદા કરી છે.
હુમલાના પાંચ દિવસ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પાકિસ્તાનની ટીકા કરીને ભારતને સાથ આપ્યો છે. પુલવામા આતંકી હુમલાને અત્યંત ભયજનક ગણાવ્યો છે. સાથે જ અમેરિકાએ પાકિસ્તાનને જવાબદારો સામે પગલા ભરવા અનુરોધ કર્યો છે.
ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું,
“દક્ષિણ એશિયાના પાડોશી દેશો જો સાથે આવશે તો વધુ સારુ.”
અમેરિકાના વિદેશ મંત્રાલયના ઉપપ્રવક્તા રોબર્ટ પાલાડિનોએ પુલવામા હુમલાને લઈને ભારતને સમર્થન આપ્યું. અમેરિકા ભારત સરકાર સાથે સતત સંપર્કમાં હોવાનું કહ્યું. અમેરિકાના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને આતંકી હુમલાના જવાબદારોને સજા આપવા અને તપાસમાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે. નોંધનીય છે કે માત્ર અમેરિકા જ નહીં પરંતુ વિશ્વભરના દેશોએ પુલવામા હુમલાને વખોડી કાઢ્યો છે અને ભારતને સમર્થન આપી રહ્યાં છે.
જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને આત્મરક્ષાના ભારતના અધિકારને સમર્થન આપ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો, બોલ્ટન અને વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી સારા સાંડર્સે પાકિસ્તાનથી જૈશ-એ-મોહમ્મદ અને તેની સાથે જોડાયેલા અન્ય સંગઠનો અને લોકો વિરૂદ્ધ કાર્યવાહી માટે પણ કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ડૉનાલ્ડ ટ્રમ્પે આ મામલે વધુ કંઈ ન કહેતા એમ ચોક્કસ જણાવ્યું કે યોગ્ય સમય આવશે ત્યારે તેઓ આ અંગે નિવેદન આપશે.
VIDEO:
Donald Trump describes Pulwama terrorist attack as 'horrible situation'
Donald Trump describes Pulwama terrorist attack as 'horrible situation'#PulwamaAttack #TV9News
TV9 Gujarati यांनी वर पोस्ट केले मंगळवार, १९ फेब्रुवारी, २०१९
એ જાણવું પણ ખૂબ જરૂરી છે કે અમેરિકામાં રહેતા ભારતીયો પણ આ હુમલાને લઈને ઘણાં રોષમાં છે. આ હુમલાનો વિરોધ દર્શાવવા ભારતીય-અમેરિકન લોકો 21 ફેબ્રુઆરીએ શિકાગોમાં તેમજ 22 ફેબ્રુઆરીએ ન્યૂયોર્કમાં પાકિસ્તાન દૂતાવાસ સામે પ્રદર્શન કરશે.
તો પુલવામા આતંકી હુમલા બાદ ફ્રાન્સ અને ઈઝરાયલ પણ ભારતની સાથે છે. તેઓ કોઈ પણ રીતે ભારતની મદદ કરવા તૈયાર છે. સાથે જૈશ-એ-મહોમ્મદના ચીફ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા ફ્રાન્સ પણ આગામી દિવસોમાં યુએનમાં પ્રસ્તાવ રજૂ કરશે તેમ કહ્યું છે. સાથે જ ફ્રાન્સ પાકિસ્તાનને ગ્રે લિસ્ટ દેશોમાં નાખવાનો પ્રસ્તાવ પણ યુએનમાં રજૂ કરે તેવી શક્યતા છે.
વૈશ્વિક સ્તરે આ બધી હિલચાલ જોતાં પાકિસ્તાન યુએન પહોંચી ગયું છે. અને પાકિસ્તાનના વિદેશ મંત્રીએ યુએનના મહાસચિવને પત્ર લખીને ભારત સાથેનો તણાવ ઓછો કરવા માટે મદદ પણ માગી છે.
[yop_poll id=1614]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]