AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોબાઇલ ડેટા કે Wi-Fi? ફોનની બેટરી સૌથી ઝડપથી કોન ખાલી કરે છે, જાણો સત્ય

તમારા સ્માર્ટફોનની બેટરી ઝડપથી ખાલી થઈ જાય છે? નિષ્ણાતોના જણાવ્યા મુજબ મોબાઇલ ડેટા, ખાસ કરીને 4G અને 5G નેટવર્ક, Wi-Fi કરતાં વધુ બેટરી વાપરે છે. જાણો તેની પાછળનું કારણ અને બેટરી બચાવવાના સરળ ઉપાયો.

| Updated on: Jun 18, 2026 | 2:21 PM
Share
આજના સમયમાં સ્માર્ટફોન આપણા દૈનિક જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. કોલિંગ, મેસેજિંગ, ઓનલાઈન પેમેન્ટ, સોશિયલ મીડિયા અને વિડિયો સ્ટ્રીમિંગ જેવા લગભગ તમામ કામ માટે ઇન્ટરનેટ કનેક્શન જરૂરી છે. મોટા ભાગના લોકો જરૂર મુજબ Wi-Fi અને મોબાઇલ ડેટા વચ્ચે સ્વિચ કરતા રહે છે, પરંતુ શું તમે જાણો છો કે આ બંનેમાંથી કયું તમારા ફોનની બેટરી વધુ ઝડપથી ખાલી કરે છે?

1 / 7
નિષ્ણાતો અને વિવિધ બેટરી ટેસ્ટ અનુસાર મોબાઇલ ડેટા સામાન્ય રીતે Wi-Fi કરતાં વધુ બેટરી વાપરે છે. ખાસ કરીને 4G અને 5G નેટવર્ક પર ઇન્ટરનેટ ઉપયોગ દરમિયાન બેટરીનો ખર્ચ નોંધપાત્ર રીતે વધી જાય છે. કેટલાક અભ્યાસો મુજબ મોબાઇલ ડેટા પર બ્રાઉઝિંગ કરવાથી Wi-Fiની સરખામણીએ 50થી 120 ટકા વધુ ઊર્જા વપરાઈ શકે છે.

2 / 7
તેનું મુખ્ય કારણ સિગ્નલનું અંતર છે. Wi-Fi રાઉટર સામાન્ય રીતે ઘર કે ઓફિસમાં નજીકમાં હોય છે, જ્યારે મોબાઇલ ફોનને દૂર આવેલા સેલ ટાવર સાથે સતત જોડાયેલા રહેવું પડે છે. ટાવર જેટલું દૂર હોય, ફોનને કનેક્શન જાળવવા માટે એટલી વધુ શક્તિ વાપરવી પડે છે.

3 / 7
નબળા નેટવર્ક કવરેજવાળા વિસ્તારોમાં બેટરી વધુ ઝડપથી ખૂટે છે. જ્યારે ફોનને યોગ્ય સિગ્નલ મળતા નથી, ત્યારે તે સતત વધુ સારા નેટવર્કની શોધમાં રહે છે, જેના કારણે બેટરીનો ખર્ચ વધી જાય છે.

4 / 7
5G ટેક્નોલોજી વધુ ઝડપ આપે છે, પરંતુ જ્યાં 5G કવરેજ સ્થિર ન હોય ત્યાં ફોન વારંવાર 4G અને 5G વચ્ચે સ્વિચ થાય છે. આ પ્રક્રિયા પણ બેટરી ઝડપથી ખાલી થવાનું એક કારણ બને છે.

5 / 7
મોટાભાગની પરિસ્થિતિમાં મજબૂત અને સ્થિર Wi-Fi કનેક્શન બેટરી બચાવવા માટે વધુ સારો વિકલ્પ માનવામાં આવે છે. જોકે Wi-Fi સિગ્નલ નબળા હોય તો તે પણ બેટરી પર વધારાનો ભાર મૂકી શકે છે.

6 / 7
બેટરી બચાવવા માટે શક્ય હોય ત્યારે Wi-Fiનો ઉપયોગ કરવો, નબળા સિગ્નલવાળા વિસ્તારોમાં મોબાઇલ ડેટા બંધ રાખવો, જરૂરી ન હોય ત્યારે 5G ડિસેબલ કરવું અને ફોનનું સોફ્ટવેર નિયમિત અપડેટ રાખવું ઉપયોગી સાબિત થઈ શકે છે. આવા નાના ફેરફારો ફોનની બેટરી લાઇફમાં નોંધપાત્ર વધારો કરી શકે છે.

7 / 7

અસલી કે નકલી વ્હિસ્કી? ખરીદતા પહેલા જાણી લો આ 5 સરળ ઓળખવાની રીતો

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

g clip-path="url(#clip0_868_265)">