AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકાએ ઈરાનને આપ્યું ‘ગુપ્ત’ ફોર્મ્યુલા! શું દુનિયાને મોંઘા તેલમાંથી મળશે કાયમી મુક્તિ કે આ માત્ર તોફાન પહેલાની શાંતિ છે?

વૈશ્વિક તેલ બજારમાં એકાએક ભૂકંપ આવ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં નરમાશના સંકેતો મળતા જ ક્રૂડ ઓઈલના ભાવ 8 ટકા ગગડ્યા છે. અમેરિકાના એક પેજની ગુપ્ત દરખાસ્તે હોર્મુઝની સામુદ્રધૂની ખુલવાની આશા જન્માવી છે, જે તેલની કિંમતોમાં મોટો ફેરફાર લાવી શકે છે.

અમેરિકાએ ઈરાનને આપ્યું 'ગુપ્ત' ફોર્મ્યુલા! શું દુનિયાને મોંઘા તેલમાંથી મળશે કાયમી મુક્તિ કે આ માત્ર તોફાન પહેલાની શાંતિ છે?
Image Credit source: TV9 Network
| Updated on: May 07, 2026 | 9:42 PM
Share

છેલ્લા ઘણા સમયથી ઉકળતા ચરુ જેવી સ્થિતિ બાદ હવે ગ્લોબલ ઓઈલ માર્કેટમાં ઠંડક પ્રસરી રહી હોય તેવા સંકેતો મળી રહ્યા છે. એક જ દિવસમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં 8 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. બ્રેન્ટ ક્રૂડ $99 પ્રતિ બેરલની નીચે પહોંચી ગયું છે, જ્યારે WTI ક્રૂડ પણ $93ની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. આ ઘટાડો કોઈ સામાન્ય વધઘટ નથી, પરંતુ તેની પાછળ એક મોટું રાજદ્વારી રહસ્ય છુપાયેલું છે.

અમેરિકાનો માસ્ટર પ્લાન: એક પેજનું મેમોરેન્ડમ

સૂત્રોના જણાવ્યા અનુસાર, અમેરિકાએ ઈરાન સામે દોસ્તીનો હાથ લંબાવતા એક નવો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવમાં ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) ને તબક્કાવાર રીતે ખોલવાની અને બંને દેશો વચ્ચે ફરીથી વાતચીત શરૂ કરવાની વાત છે. આ એક પેજના મેમોરેન્ડમે રોકાણકારોમાં ઉત્તેજના જગાવી છે. જો ઈરાન આ પ્રસ્તાવ સ્વીકારી લે છે, તો મધ્ય પૂર્વમાં ચાલી રહેલો તણાવ ઘટી શકે છે અને તેલનો પુરવઠો ફરીથી સરળ બની શકે છે.

શા માટે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ આટલું મહત્વનું છે?

દુનિયાનો સૌથી મોટો તેલ પરિવહન માર્ગ એટલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. અત્યારે આ માર્ગ ઈરાન અને અમેરિકાના વિવાદને કારણે લગભગ બંધ છે. જો આ રસ્તો ખુલી જાય તો વિશ્વભરમાં તેલનો પુરવઠો અચાનક વધી જશે, જે તેલના ભાવોને હજુ પણ નીચે લાવી શકે છે.

સ્થિરતા કે ટૂંકા ગાળાની રાહત?

જોકે, બજારના નિષ્ણાતો હજુ પણ સાવધ છે. વિશ્લેષક વંદના હરિના મતે, જ્યાં સુધી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે ન ખુલે ત્યાં સુધી સ્થિરતાની અપેક્ષા રાખવી ઉતાવળ ગણાશે. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ પણ સ્થાનિક મોંઘવારીના દબાણને કારણે કોઈપણ ભોગે તેલના ભાવ નીચે લાવવા મથામણ કરી રહ્યા છે.

હવે આખી દુનિયાની નજર ઈરાનના જવાબ પર છે. શું આ યુદ્ધવિરામ અને સસ્તા તેલની શરૂઆત છે કે પછી નવો કોઈ વળાંક આવશે? તે જોવું રસપ્રદ રહેશે.

હોર્ડિંગ્સ બતાવવા મધરાતે મહાકાય વૃક્ષોનું કતલખાનું ! ખાડા નથી દેખાતા પણ નડતા વૃક્ષો દેખાયા ?

Follow Us
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
Ahmedabad: આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેનાર સામે કોર્પોરેશનની લાલ આંખ
Ahmedabad: આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેનાર સામે કોર્પોરેશનની લાલ આંખ
બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદથી ખેડૂતોને 'મોટું નુકસાન'
બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદથી ખેડૂતોને 'મોટું નુકસાન'
₹25 લાખ સુધીની રેન્ટલ ઇન્કમ પર Tax 'શૂન્ય' કેવી રીતે થાય?
₹25 લાખ સુધીની રેન્ટલ ઇન્કમ પર Tax 'શૂન્ય' કેવી રીતે થાય?
ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો, કેટલાક ગામ રોડ માર્ગે સંપર્ક વિહોણા
ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો, કેટલાક ગામ રોડ માર્ગે સંપર્ક વિહોણા
જર્મનીની હેલ્થકેર સિસ્ટમ ફ્લોપ? ભારતીય મહિલાએ શેર કર્યો 'Video'
જર્મનીની હેલ્થકેર સિસ્ટમ ફ્લોપ? ભારતીય મહિલાએ શેર કર્યો 'Video'
અમદાવાદમાં વરસાદના 5 દિવસ પછી પણ 'હાલાકી' - જુઓ Video
અમદાવાદમાં વરસાદના 5 દિવસ પછી પણ 'હાલાકી' - જુઓ Video
વિરમગામમાં વરસાદી પાણીના પ્રવાહમાં યુવક તણાયો
વિરમગામમાં વરસાદી પાણીના પ્રવાહમાં યુવક તણાયો
શિકાર કરવા આવેલા 5 સિંહોને ભેંસોએ ઉભી પૂંછડીએ ભગાડ્યા, વીડિયો વાયરલ
શિકાર કરવા આવેલા 5 સિંહોને ભેંસોએ ઉભી પૂંછડીએ ભગાડ્યા, વીડિયો વાયરલ
બનાસકાંઠાનું નડાબેટ રણ બન્યું દરિયો! કુદરતી નજારો જોવા ઉમટી ભીડ
બનાસકાંઠાનું નડાબેટ રણ બન્યું દરિયો! કુદરતી નજારો જોવા ઉમટી ભીડ
g clip-path="url(#clip0_868_265)">