કોરોના એલર્ટ : સંક્રમણ ફેલાવવાની ફિરાકમાં છે કોરોના, તેને રોકવા માટે વેકસીનેશન જરૂરી : WHO

વિશ્વ આરોગ્ય સંગઠને( WHO) વિશ્વભરમાં Corona વાયરસના ચેપના વધતા જતા કેસો પર ચિંતા વ્યક્ત કરી છે. વિશ્વ આરોગ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથે કહ્યું છે કે અહીં દરેક દેશ માટે વાયરસના ચેપના ફેલાવાને રોકવા માટે યુદ્ધસ્તરે કાર્યવાહી કરવી ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે.

કોરોના એલર્ટ : સંક્રમણ  ફેલાવવાની ફિરાકમાં છે કોરોના, તેને રોકવા માટે વેકસીનેશન જરૂરી : WHO
કોરોનાને વધતો રોકવા રસીકરણ એક જ ઉપાય : WHO
Follow Us:
| Updated on: Mar 31, 2021 | 5:30 PM

વિશ્વ આરોગ્ય સંગઠને( WHO) વિશ્વભરમાં Corona વાયરસના ચેપના વધતા જતા કેસો પર ચિંતા વ્યક્ત કરી છે. વિશ્વ આરોગ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથને કહ્યું છે કે અહીં દરેક દેશ માટે વાયરસના ચેપના ફેલાવાને રોકવા માટે યુદ્ધસ્તરે કાર્યવાહી કરવી ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આપણે Corona ફેલાવવામાં કેવી રીતે મદદગાર થઈ શકીએ છીએ તે માટે આયોજિત એક વેબિનારમાં તેમણે કહ્યું કે કોરોના મહામારીના પગલે આપણે આપણી ધીરજ ગુમાવી રહ્યાં છીએ. તેમણે કહ્યું તેના લીધે લોકોમાં એક પ્રકારનું ચીડચીડિયાપણ આવી રહ્યું છે. તેને લઈને આપણે ગુસ્સે પણ થઇ રહ્યાં છીએ. યુનાઈટેડ નેશનલ ઓફ ઇન્ડિયા તરફથી આ બાબતને ટ્વીટ કરવામાં આવી છે.

Corona વાયરસ ફક્ત શક્ય તેટલા લોકોને પકડવાની તક શોધી રહ્યો છે

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

વિશ્વ આરોગ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથને કહ્યું કે હવે લોકો બહારગામ જવા માંગે છે. તેઓ બધી વસ્તુઓ સામાન્ય જોવા માંગે છે. પરંતુ સત્ય એ છે કે તે બધામાં હજી ઘણો ભય છે. Corona વાયરસ ફક્ત શક્ય તેટલા લોકોને પકડવાની તક શોધી રહ્યો છે. તે ફરીથી ફેલાવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યો છે.

વાયરસમાં તીવ્ર ટ્રાન્સમિશન હતું

સતત આવતા કોરોનાના વેરિએન્ટ્સ અંગે તેમણે આ દરમિયાન કહ્યું હતું કે તે તેનાથી ખૂબ જ ચિંતિત છે. તેમાં સતત ફેરફારો નોંધવામાં આવી રહ્યા છે.આખું વિશ્વ તેનું ભયંકર રૂપ જોઇ ચૂક્યું છે. જ્યારે વાયરસમાં તીવ્ર ટ્રાન્સમિશન હતું ત્યારે અમે પણ જોયું. હવે જ્યારે ઘણા પ્રકારના વાયરસ બહાર આવ્યા છે, તેમાંથી કેટલાક ખૂબ જોખમી અને ચિંતાજનક છે. આ સતત ઉભરતા હોય છે.

વધુને વધુ લોકોને રસી આપવી પડશે

ડો. સ્વામિનાથને કહ્યું કે જો Corona ચેપની ગતિ આખા વિશ્વમાં ઓછી કરવી હોય તો વધુને વધુ લોકોને રસી આપવી પડશે. તે પછી જ વાયરસમાં થતા ફેરફારોને ફક્ત રસીકરણ દ્વારા રોકી શકાશે. તેમજ નવા કેસ અને વાયરસના પ્રકારોની ગતિ રોકી શકાશે. આ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે બધા દેશોએ તેના માટે તેમના પોતાના સ્તરે કામ કરવું. તેમણે કહ્યું છે કે આખી દુનિયાને રસી અપાવવામાં અને ઈમ્યુનીટી ફરી મેળવવામાં સમય લાગશે.

દેશમાં Corona ના કેસમાં સતત વધારો 

દેશમાં હાલ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં દેશમાં દરરોજ કોરોનાના કેસ ૫૦,૦૦૦ થી વધારે આવી રહ્યા છે જેમાં પણ મહારાષ્ટ્ર અને પંજાબમાં કોરોનાના સૌથી વધારે કેસ સામે આવી રહ્યાં છે. તેના પગલે સમગ્ર મહારાષ્ટ્રમાં ૨૮ માર્ચથી નાઈટ કરફ્યુ લાદવામાં આવ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">