AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટેરિફ બાદ ટ્રમ્પે આ ક્ષેત્રે બતાવી ટણી, હવે વિઝા માટે સર્જાશે વિવાદ, અમેરિકા જવા ઈચ્છનારાઓ માટે છે મહત્વનું

ટેરિફ ડ્યુટી બાદ સમગ્ર વિશ્વમા ચર્ચાની એરણે આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ઼ ટ્રમ્પે હવે વિઝાને લઈને વધુ એક વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. અમેરિકા જવા ઈચ્છતા સૌ કોઈ માટે આ સમાચાર મહત્વના એટલા માટે છે કે તેઓ હવે બીજા દેશમાં જઈને વીઝાની કાર્યવાહી નહીં કરી શકે.

ટેરિફ બાદ ટ્રમ્પે આ ક્ષેત્રે બતાવી ટણી, હવે વિઝા માટે સર્જાશે વિવાદ, અમેરિકા જવા ઈચ્છનારાઓ માટે છે મહત્વનું
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2025 | 4:58 PM
Share

ટેરિફ વોરને કારણે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે. દરમિયાન, અમેરિકાએ તેના વિઝાના નિયમો વધુ કડક કર્યા છે, જેનાથી વધુ એક તણાવ પેદા થયો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે, નોન-ઇમિગ્રન્ટ વિઝા (NIV) માટે અરજી કરનારાઓએ હવે તેમના જ દેશમાં અથવા કાયદેસર રહેઠાણના સ્થળેથી જ ઇન્ટરવ્યુ માટે એપોઇન્ટમેન્ટ લેવી પડશે. અમેરિકાના આ આદેશ પછી, ભારતીયો અન્ય કોઈ દેશની મદદ લઈ શકશે નહીં અને વહેલામાં વહેલી તકે વિઝા માટેની એપોઇન્ટમેન્ટ પણ મેળવી શકશે નહીં.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે, ગત 6 સપ્ટેમ્બરના રોજ તેની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કર્યું હતું કે, ‘તાત્કાલિક અસરથી, સ્ટેટ ડિપાર્ટમેન્ટે તમામ નોન-ઇમિગ્રન્ટ અરજદારો માટે વિઝા ઇન્ટરવ્યુ એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરવા માટેની તેની સૂચનાઓ અપડેટ કરી છે. નોન-ઇમિગ્રન્ટ વિઝા એ એક પ્રકારનો વિઝા છે, જે વિદેશીઓને કામચલાઉ હેતુઓ માટે યુએસમાં પ્રવેશવાની મંજૂરી આપે છે. તે પર્યટન, વ્યવસાય, તબીબી સારવાર, કામચલાઉ પ્રવૃતિ અથવા અભ્યાસ માટે આપવામાં આવે છે. આ વિઝા યુએસમાં કાયમી રહેવાના હેતુથી આપવામાં આવતો નથી અને તેનો સમયગાળો નિશ્ચિત હોય છે.

અમેરિકાએ તેના નોન-ઇમિગ્રન્ટ વિઝા નિયમોમાં ફેરફાર કર્યો છે, જેના કારણે ભારતીય નાગરિકોને વિઝા ઇન્ટરવ્યુ માટે વધુ રાહ જોવી પડી શકે છે. હવે અરજદારોએ પોતાના દેશમાં જ એપોઇન્ટમેન્ટ લેવી પડશે, જેના કારણે એપોઇન્ટમેન્ટ મેળવવા માટે પડોશી દેશોમાં જવાનો વિકલ્પ સમાપ્ત થઈ ગયો છે.

ભારતીયોએ શોધી કાઢ્યો હતો ઉકેલ

યુએસએ તેના આદેશમાં કહ્યું હતું કે, ‘યુએસ નોન-ઇમિગ્રન્ટ વિઝા માટે અરજી કરનારાઓએ હવેથી તેમના રાષ્ટ્રીયતા અથવા રહેઠાણના દેશમાંથી જ યુએસ એમ્બેસી અથવા કોન્સ્યુલેટમાં તેમના વિઝા ઇન્ટરવ્યૂ માટે એપોઇન્ટમેન્ટ લેવી પડશે. જે દેશોના નાગરિકો યુએસ સરકાર નિયમિત નોન-ઇમિગ્રન્ટ વિઝા કામગીરી ચલાવી રહી નથી તેમણે નિયુક્ત દૂતાવાસમાં અરજી કરવી પડશે.’

યુએસના આ નવા નિયમનો અર્થ એ છે કે, ભારતીય નાગરિકો હવે અન્ય દેશોમાં B1 (વ્યવસાય) અથવા B2 (પ્રવાસીઓ) વિઝા માટે ઝડપથી એપોઇન્ટમેન્ટ મેળવી શકશે નહીં. હકીકતમાં, COVID-19 રોગચાળા દરમિયાન, ભારતમાં એપોઇન્ટમેન્ટ માટે રાહ જોવાનો સમયગાળો 3 વર્ષ સુધીનો હતો. 3 વર્ષ સુધી રાહ જોવાને બદલે અમેરિકા જવા ઈચ્છતા ભારતીયો પડોશી દેશોમાં જતા હતા અને ત્યાં વિઝાના ઇન્ટરવ્યૂ માટે એપોઇન્ટમેન્ટ મેળવતા હતા.

આ નિયમથી આ વય જૂથના લોકોને સૌથી વધુ તકલીફ પડશે

યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઈએસ) અનુસાર, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેના નોન-ઇમિગ્રન્ટ વિઝા ઇન્ટરવ્યૂ વેવર પ્રોગ્રામમાં સુરક્ષા મજબૂત કરવા માટે ફેરફારો કર્યા છે, જે 2 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યો છે. નવી માર્ગદર્શિકામાં જણાવાયું છે કે મોટાભાગના નોન-ઇમિગ્રન્ટ વિઝા અરજદારોએ ફરજિયાતપણે કોન્સ્યુલર ઇન્ટરવ્યૂમાંથી પસાર થવું પડશે, જેમાં 14 વર્ષથી ઓછી ઉંમરના અને 79 વર્ષથી વધુ ઉંમરના લોકોનો સમાવેશ થાય છે.

 આ પણ વાંચોઃ ભારતે ભાવ ના આપતા જગત જમાદાર ગિન્નાયા, દવા પર 200 ટકા ટેરિફ લાદવાની તૈયારી

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">