કડકડતી ઠંડીથી અફઘાનીસ્તાનમાં હાહાકાર, એક ધાબળામાં આખો પરિવાર સુવા મજબૂર, અત્યાર સુધી 78ના મોત

TV9 GUJARATI

|

Updated on: Jan 21, 2023 | 9:11 AM

અફઘાનિસ્તાનમાં ઠંડીની હાલત એવી છે કે તેનાથી અત્યાર સુધીમાં 78 લોકોના મોત થયા છે. અહીં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે લોકો ઈસ્લામિક અમીરાત (ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનીસ્તાન) પાસે મદદ માંગી રહ્યા છે. અહીં સ્થાનિક લોકો પોતે જ કહી રહ્યા છે કે ઇસ્લામિક અમીરાતે લોકોની મદદ કરવી જોઇએ.

કડકડતી ઠંડીથી અફઘાનીસ્તાનમાં હાહાકાર, એક ધાબળામાં આખો પરિવાર સુવા મજબૂર, અત્યાર સુધી 78ના મોત
Image Credit source: Tv9 ભારતવર્ષ

અફઘાનિસ્તાનમાં છેલ્લા કેટલાક દિવસોથી કડકડતી ઠંડી પડી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં કડકડતી ઠંડીથી અત્યાર સુધીમાં 78 લોકોના મોત થયા છે. જેના કારણે સંકટ ઉભું થયું છે. તાલિબાનના મંત્રી શફીઉલ્લા રહીમીએ કહ્યું કે ઓછામાં ઓછા 10 લાખ લોકોને ખોરાક અને રોકડ રકમ આપવામાં આવી છે, જેથી તેઓ શિયાળામાં પોતાની મદદ કરી બચી શકે. ઘણા જરૂરિયાતમંદ પરિવારોનું કહેવું છે કે ઠંડીએ તેમની મુશ્કેલીમાં વધારો કર્યો છે.

શિલા જે 10 બાળકોની માતા છે અને કાબુલની રહે છે તેને કહ્યું કે, મારી પાસે એટલા પૈસા પણ નથી કે ઠંડીથી બચવા માટે કોઈ વ્યવસ્થા કરી શકે. તેઓ પોતાના ઘરને ગરમ કરવા માટે લાકડા પણ ખરીદી શકતા નથી. તેણી કહે છે કે તેના ઘરમાં હીટર પણ નથી. કાબુલમાં અહમદ નામના અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે તેની પાસે એક જ ધાબળો છે, જેમાં આખો પરિવાર સૂઈ જાય છે.

ઇસ્લામિક અમીરાત પાસે મદદની અપીલ

કાબુલમાં કડકડતી ઠંડીનો સામનો કરી રહેલા લોકોએ કહ્યું કે, આ ઠંડીના મોજામાં સરકારે થોડી મદદ કરવી જોઈએ. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ખરાબ હવામાન અને બરફવર્ષાને કારણે રસ્તાઓ બંધ છે અને લોકોને મદદ યોગ્ય રીતે પહોંચી શકતી નથી. રામીન નામના વ્યક્તિનું કહેવું છે કે ઇસ્લામિક અમીરાતે અહીં જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી જોઇએ.

140 લોકો હોસ્પિટલમાં દાખલ

મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યું છે કે મંગળવારે કાર્બન મોનોક્સાઇડના ઝેરના કારણે 140 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લોકો ઠંડીથી બચવા ગેસનો ઉપયોગ કરી રહ્યા છે, તેમની પાસે લાકડા અને હીટર નથી અને સરકારી મદદ પણ તેમના સુધી પહોંચી રહી નથી. અફઘાનિસ્તાન પર તાલિબાનીયોના કબજા બાદ દેશમાં આર્થિક અને માનવીય સંકટ ઉભું થયું છે. એટલું જ નહીં, અહીં ગરીબી, કુપોષણ અને બેરોજગારી ચરમસીમાએ છે.

છોકરીઓના શિક્ષણ પર નિયંત્રણો

અફઘાનિસ્તાન… આજકાલ આ શબ્દો સાંભળીને તમારા મગજમાં કેવા ચિત્રો આવે છે. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ તાલિબાન લડવૈયાઓ અને હાથમાં બંદૂકો, માથાથી પગ સુધી બુરખામાં ઢંકાયેલી સ્ત્રીઓ, ધૂળવાળી શેરીઓ અને દરેક જગ્યાએ એક વિચિત્ર નિરાશા. સામાન્ય રીતે અફઘાનિસ્તાનને લઈને લોકોના મનમાં આ ચિત્ર રહે છે. જ્યારથી તાલિબાનનું પુનરાગમન થયું છે ત્યારથી દક્ષિણ એશિયામાં સ્થિત આ દેશની દુર્દશા થઈ ગઈ છે. અફઘાનિસ્તાનમાં છોકરીઓના શિક્ષણ પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે, જ્યારે મહિલાઓને નોકરી કરવા પર રોક લગાવવામાં આવી છે.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati