India China Lac: ભારતની સરહદ નજીક ચીનની વધુ એક ચાલ, પેંગોંગ લેકથી નેપાળ સુધી રેલવે દોડાવશે ચીન

ચીને લદ્દાખથી અક્સાઈ ચીનમાં ભૂટાનની સરહદ સુધી રેલવે લાઈન બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ રેલ્વે લાઈન સાથે નેપાળને જોડવાની યોજના છે. આ આખી રેલ્વે લાઈન ભારતીય સરહદ પાસેથી પસાર થશે. વર્ષ 1962માં અક્સાઈ ચીનના કારણે જ યુદ્ધ થયું હતું.

India China Lac: ભારતની સરહદ નજીક ચીનની વધુ એક ચાલ, પેંગોંગ લેકથી નેપાળ સુધી રેલવે દોડાવશે ચીન
ભારતની સરહદ નજીક ચીનની વધુ એક ચાલ, પેંગોંગ લેકથી નેપાળ સુધી રેલવે દોડાવશે ચીનImage Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2023 | 1:09 PM

લદ્દાખ પર નજર રાખીને ચીને હવે અક્સાઈ ચીનમાં પેંગોંગ લેક સુધી રેલ્વે લાઈન નાખવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચીનની આ મહત્વકાંક્ષી રેલ્વે લાઈન શિનજિયાંગ અને તિબેટને જોડશે. ચીનની આ રેલ્વે લાઈન અક્સાઈ ચીનમાં ભારતને અડીને આવેલા LACની ખૂબ નજીકથી પસાર થશે.

આ રેલ્વે લાઇન અંગેની માહિતી તિબેટ સ્વાયત્ત ક્ષેત્રની સરકાર દ્વારા આપવામાં આવી છે. ચાઇનીઝ રેલ્વે લાઇનનો પ્રથમ તબક્કો વર્ષ 2025 સુધીમાં પૂર્ણ થશે અને તે ઝિયાગ્ત્સેથી પખુત્સો સુધી ચાલશે. બાકીની રેલ્વે લાઇન હોટન સુધી જશે અને વર્ષ 2035 સુધીમાં પૂર્ણ કરવાની યોજના છે.

એક ખાનગી મીડિયા મુજબ ચીનથી તિબેટ માટે મધ્યમ અને લાંબા ગાળાની રેલવે યોજના ગયા અઠવાડિયે જાહેર કરવામાં આવી હતી. આ અંતર્ગત વર્ષ 2025 સુધીમાં આ રેલ્વે લાઇનને 1400 કિમીથી વધારીને 4000 કિમી કરવાની છે. ચીનનું નવું રેલવે નેટવર્ક ભારત અને નેપાળની સરહદ પરથી પસાર થશે. આમાં સૌથી મહત્વકાંક્ષી યોજના શિનજિયાંગ-તિબેટ રેલ્વે લાઈન છે. આ રેલવે લાઈન G219 નેશનલ હાઈવે પાસેથી પસાર થશે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

રેલ્વે લાઈન પેંગોંગ લેક પાસેથી પસાર થશે

અક્સાઈ ચીનમાંથી પસાર થતા શિનજિયાંગ-તિબેટ હાઈવેએ ભારત અને ચીન વચ્ચે તણાવને વેગ આપ્યો હતો, જેના કારણે 1962માં યુદ્ધ થયું હતું. આ પ્રસ્તાવિત રેલ્વે લાઇન તિબેટના શિગાત્સેથી શરૂ થશે અને ઉત્તર પશ્ચિમમાં નેપાળ સરહદમાંથી પસાર થશે. તે અક્સાઈ ચીનમાંથી પસાર થશે અને શિનજિયાંગ પ્રાંતના હોટનમાં સમાપ્ત થશે. આ પ્રસ્તાવિત રેલ્વે લાઈન અક્સાઈ ચીનના રૂટોગ અને ચીનના પ્રદેશમાં પેંગોંગ લેક નજીકથી પસાર થશે.

આ પણ વાચો: USA ચાઈના પર ભડક્યુ, કહ્યું કે LAC પર કોઈ હરકત કરે તો જડબાતોડ જવાબ આપો

ચીનના સત્તાવાર મીડિયાએ જણાવ્યું કે વર્ષ 2025 સુધીમાં ઘણા મોટા રેલવે પ્રોજેક્ટ્સમાં પ્રગતિ થશે. આ રિપોર્ટ જણાવે છે કે, પ્રાદેશિક રેલવે નેટવર્કમાં સુધારો કરવાથી સામાજિક અને આર્થિક વિકાસ થશે.

તેની સાથે જ રાષ્ટ્રીય સુરક્ષાની રક્ષા કરી શકાય છે. હાલમાં તિબેટમાં 3 રેલ્વે લાઇન છે. આમાં, લ્હાસા-નિઆંગચી રેલ્વે લાઈન તિબેટના દક્ષિણપૂર્વમાં ભારતના અરુણાચલ પ્રદેશ પાસેથી પસાર થાય છે. આ રેલ્વે લાઇનને સિચુઆન પ્રાંતની રાજધાની અને મુખ્ય આર્થિક અને લશ્કરી કેન્દ્ર ચેંગડુ સુધી લંબાવવામાં આવી રહી છે.

ભારત અને ભૂટાનની નજીકથી દોડશે ટ્રેન

આ સાથે ચીનના બંને પ્રાંતોની રાજધાનીઓ વચ્ચેનું અંતર ઘટીને 12 કલાક થઈ જશે, જે હાલ 36 કલાક છે. યોજના અનુસાર સરહદી રેલ્વે લાઇન હવે ગીરોંગ સુધી બનાવવામાં આવશે, જે નેપાળ અને ચીન વચ્ચેનું લેન્ડ પોર્ટ છે. તે ભારતની સિક્કિમ અને ભૂટાનની સરહદની નજીક આવેલી ચુમ્બી ખીણમાં યાદોંગ કાઉન્ટી સુધી જશે.

વિશ્લેષકોનું કહેવું છે કે ચીન આ વિશાળ રેલ્વે લાઈન દ્વારા સરહદી વિસ્તારોને જોડશે, જેથી ચીન સરહદ પર સુરક્ષા વધારી શકશે. આ સાથે તિબેટને ચીન સાથે આર્થિક રીતે જોડવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">