ચીનની આ મહિલાએ, અમેરિકાથી 60 કિમી દૂર જાપાનનો દ્વિપ ખરીદ્યો હોવાનો કર્યો દાવો

આ ટાપુ ઓકિનાવાના મુખ્ય ટાપુની ઉત્તર દિશામાં સ્થિત છે. ઈનાહા ટાપુ ઓકિનાવાનો સૌથી મોટો દ્વીપ છે. ચીનની મહિલાએ દાવો કર્યો છે કે, તેણે આ ટાપુ વર્ષ 2020માં ખરીદ્યો હતો.

ચીનની આ મહિલાએ, અમેરિકાથી 60 કિમી દૂર જાપાનનો દ્વિપ ખરીદ્યો હોવાનો કર્યો દાવો
Chinese woman buys uninhabited Japan islandImage Credit source: @Byron_Wan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2023 | 8:48 AM

ચીનની એક મહિલાએ જાપાનના ઓકિનાવા પ્રાંતમાં એક દ્વીપ ખરીદયાનો દાવો કર્યો છે. આ ટાપુ ઓકિનાવાના મુખ્ય ટાપુની ઉત્તર દિશામાં સ્થિત છે. તેનો એક ભાગ ટોક્યો સ્થિત કન્સલ્ટિંગ ફર્મની પણ માલિકીનો છે. જાપાન ટાઈમ્સના અહેવાલ મુજબ મહિલાની ઉંમર 30ની આસપાસ હોવાનું કહેવાય છે. જે સમયે મહિલાએ આ ટાપુ ખરીદ્યો હતો, તે સમયે તેની ઓળખ જાહેર કરવામાં આવી ન હતી.

ચાઇનીઝ મીડિયાએ મહિલાને ટાંકીને કહ્યું કે, તેના સંબંધી દ્વારા ચલાવવામાં આવતી કંપનીએ યાનાહા આઇલેન્ડ ખરીદ્યો હતો. અહેવાલમાં જણાવાયું છે કે જાહેર રેકોર્ડ મુજબ, મહિલા જે કંપની સાથે સંકળાયેલી છે તે ખાંડના વ્યવસાયમાં સંકળાયેલી છે. માહિતી શેર કરતાં, ઓકિનાવાના ઇજેના ગામ કાર્યાલયે જણાવ્યું કે કંપની પાસે કુલ જમીનના લગભગ 50 ટકા છે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

જાપાનના ઓકિનાવા પ્રાંતમાં આવેલ છે યાનાહા આઇલેન્ડ

અહેવાલ જણાવે છે કે યાનાહા આઇલેન્ડનો દરિયાકિનારો મોટાભાગે સ્થાનિક સરકાર દ્વારા નિયંત્રિત છે. બાયરોન વાન નામના હેન્ડલ દ્વારા થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં મહિલાનું નામ ટીના ઝાંગ જણાવવામાં આવી રહ્યું છે. તેમની ઉંમર 34 વર્ષની છે. આ વીડિયો તે સમયનો છે જ્યારે તે પહેલીવાર યાનાહા આઇલેન્ડ ખાતે આવી હતી.

અમેરિકાના કડેના એરબેઝથી માત્ર 60 કિ.મી દૂર છે યાનાહા

જાપાન ટાઈમ્સે અહેવાલ આપ્યો છે કે, ઈજેના ટાપુની એક મહિલા અન્ય મહિલાને યાનાહા ટાપુ પર બોટ દ્વારા ટ્રીપ પર લઈ ગઈ હતી. યાનાહા અમેરિકાના કડેના એરબેઝથી માત્ર 60 કિલોમીટર દૂર છે.

2020 માં ખરીદવાનો કરાયો દાવો

ઈનાહા ટાપુ ઓકિનાવાનો સૌથી મોટો દ્વીપ છે. મહિલાનો દાવો છે કે તેણે આ ટાપુ વર્ષ 2020માં ખરીદ્યો હતો. ઇજેના આઇલેન્ડની રહેવાસી મહિલાએ કહ્યું કે તે (ચીની મહિલા) ત્યાં ઘણા કલાકો સુધી રહી અને સ્થાનિક વિસ્તારોની તસવીરો અને ફૂટેજ લીધા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વીડિયોમાં કન્સલ્ટિંગ ફર્મને સંબોધવામાં આવેલ એક દસ્તાવેજ પણ બતાવવામાં આવ્યો છે, જે તેની વેબસાઈટ પર યાનાહા આઈલેન્ડ હસ્તગત કરવાનો દાવો કરે છે.

g clip-path="url(#clip0_868_265)">