AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China: રાષ્ટ્રપતિ શી જિનપિંગે કર્યું એલાન, કહ્યુ- ચીનની સેના યુદ્ધ માટે તૈયાર રહે

શી જિનપિંગે ગુરુવારે ચીનના સાર્વભૌમત્વ અને ક્ષેત્રની રક્ષા કરવા માટે સૈનિકોને આહ્વાન કર્યું હતું. જિનપિંગે ચીનના સૈનિકોને યુદ્ધની રણનીતિ બનાવવા અને યુદ્ધને જીતવા માટેની યોજના પર કામ કરવા કહ્યું હતું. શી જિનપિંગે ચીનના ઈસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવાસે હતા.

China: રાષ્ટ્રપતિ શી જિનપિંગે કર્યું એલાન, કહ્યુ- ચીનની સેના યુદ્ધ માટે તૈયાર રહે
XI Jinping
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2023 | 4:04 PM
Share

ચીનના (China) રાષ્ટ્રપતિ શી જિનપિંગે (Xi Jinping) ગુરુવારે ચીનના સાર્વભૌમત્વ અને ક્ષેત્રની રક્ષા કરવા માટે સૈનિકોને આહ્વાન કર્યું હતું. જિનપિંગે ચીનના સૈનિકોને યુદ્ધની રણનીતિ બનાવવા અને યુદ્ધને જીતવા માટેની યોજના પર કામ કરવા કહ્યું હતું. શી જિનપિંગે ચીનના ઈસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવાસે હતા. આ મુલાકાત દરમિયાન તેમણે સૈનિકોને સંબોધિત કરતા કહ્યુ કે, દુનિયા ઉથલપાથલ અને પરિવર્તનના નવા યુગમાં પ્રવેશી છે. ચીનની સુરક્ષા સ્થિતિ વધારે અનિયમિત અને અસ્પષ્ટ બની છે.

ચીને તાઈવાન પર બાહ્ય હસ્તક્ષેપને નકારી કાઢ્યા

ચીનમાં આવેલો જિયાંગ્સૂ વિસ્તાર પૂર્વી થિયેટર કમાન્ડના મુખ્ય મથક તરીકે કાર્ય કરે છે. પૂર્વી થિયેટર કમાન્ડ તાઈવાન જલડમરૂમધ્ય અને પૂર્વ ચીન સાગર સહિત સમગ્ર પૂર્વ ચીનમાં સુરક્ષા માટે જવાબદાર છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેમની સેનાને લોખંડની દિવાલમાં ફેરવવા અને દેશની સુરક્ષા કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, ચીને તાઈવાન પર બાહ્ય હસ્તક્ષેપને નકારી કાઢવા જોઈએ.

ચીને તાઇવાન બોર્ડર નજીક યુદ્ધાભ્યાસ કર્યો હતો

ચીને સતત તાઈવાન પર પોતાનો દાવો કરી રહ્યુ છે. આ ઉપરાંત તેનાથી આગળ ચીને અમેરિકન રાજદ્વારીઓને તાઈવાનના નેતાઓ સાથે વાત ન કરવા માટે પણ કહ્યુ છે. તેનું કારણ એ છે કે ચીન કોઈપણ વાતચીતને તાઈવાનની સ્વતંત્રતાના સમર્થન સાથે જોડે છે. ગયા વર્ષે US સંસદના સ્પીકર નેન્સી પેલોસીની તાઇવાન યાત્રા પછી ચીને તાઇવાન બોર્ડર નજીક યુદ્ધાભ્યાસ કર્યો હતો. આ દરમિયાન ચીને ફાયરિંગ કરી અને રોકેટ પણ છોડ્યા હતા.

આ પણ વાંચો : US-China Chip War: ‘ચીપ’ને લઈને ચીન-અમેરિકા ટકરાશે, યુદ્ધ થશે તો વિશ્વ થંભી જશે ! જાણો કેવી રીતે

ચીન પાસે તાઈવાન સામે સેનાનો ઉપયોગ કરવાનો અધિકાર

ચીન પહેલાથી જ કહેતું આવ્યું છે કે, જો જરૂર પડશે તો તેઓ તાઈવાન સામે બળપ્રયોગ કરવા પણ તૈયાર છે. વર્ષ 2005માં પસાર થયેલા એક કાયદાને કારણે, ચીનને તાઈવાનને અલગ થવા પર કે તેની તૈયારી માટે સેનાનો ઉપયોગ કરવાનો અધિકાર છે. રાષ્ટપતિ શી જિનપિંગ દ્વારા આ વાત ત્યારે કરવામાં આવી જ્યારે અમેરિકાના નાણા મંત્રી જેનેટ યેલેન તણાવ ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે વાતચીત માટે ચીન પહોંચ્યા છે. રાષ્ટપતિ શી જિનપિંગે કહ્યુ કે, આપણે રાજકીય દૃષ્ટિકોણથી લશ્કરી મુદ્દાઓને વિચારવા અને સંભાળવાનું ચાલુ રાખવું જોઈએ.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
g clip-path="url(#clip0_868_265)">