India-China Border: સરહદ વિવાદ વચ્ચે ચીને LAC પર મિસાઇલ રેજિમેન્ટ તૈનાત કરી, ભારતે વ્યક્ત કરી ચિંતા

બંને દેશો વચ્ચેની તાજેતરની વાતચીત દરમિયાન, ભારતીય પક્ષે પૂર્વી લદ્દાખ સેક્ટરની નજીકના વિસ્તારોમાં ચીની સેના દ્વારા કરવામાં આવેલા બાંધકામ પર ચિંતા વ્યક્ત કરી હતી.

India-China Border: સરહદ વિવાદ વચ્ચે ચીને LAC પર મિસાઇલ રેજિમેન્ટ તૈનાત કરી, ભારતે વ્યક્ત કરી ચિંતા
India-China Border
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 2:49 PM

ચીન (China) વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સૈન્ય માળખાગત સુવિધાઓમાં સતત મોટું રોકાણ કરી રહ્યું છે. આ સ્થિતિમાં ભારતે પૂર્વી લદ્દાખ સેક્ટરની સામે પીપલ્સ લિબરેશન આર્મી (PLA) દ્વારા કરવામાં આવી રહેલા બાંધકામ પર ચિંતા વ્યક્ત કરી છે. સૂત્રોએ જણાવ્યું કે બંને દેશો વચ્ચેની તાજેતરની વાતચીત દરમિયાન, ભારતીય પક્ષે પૂર્વી લદ્દાખ સેક્ટરની નજીકના વિસ્તારોમાં ચીની સેના દ્વારા કરવામાં આવેલા બાંધકામ પર ચિંતા વ્યક્ત કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે ભારતની ચિંતાનું કારણ એ છે કે ચીન અહીં નવા હાઈવે બનાવી રહ્યું છે.

ડ્રેગને એલએસીની બાજુમાં મિસાઈલ રેજિમેન્ટ સહિત ભારે હથિયારો તૈનાત કર્યા છે. સૂત્રોએ જણાવ્યું કે, ચીન હાઈવેને પહોળો કરી રહ્યું હોવાથી સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું અપગ્રેડેશન ખૂબ જ મહત્વપૂર્ણ છે. કાશગર, ગર ગુનસા અને હોટનમાં ચીનના ઠેકાણાઓ સિવાય હવે તે નવી એરસ્ટ્રીપ્સ બનાવી રહ્યું છે.

તેમણે કહ્યું કે એક વિશાળ પહોળો હાઇવે પણ વિકસાવવામાં આવી રહ્યો છે, જે LAC પરના ચીની સૈન્ય ચોકીઓની આંતરિક વિસ્તારો સાથે કનેક્ટિવિટીમાં વધુ સુધારો કરશે. સૂત્રોએ જણાવ્યું કે ચીનની સેના તેની એરફોર્સ અને સેના માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા પર પણ ધ્યાન આપી રહી છે. તેઓ અમેરિકન અને અન્ય ઉપગ્રહોની નજરથી બચી રહ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ચીન LAC પર તિબેટીયન સૈનિકો તૈનાત કરી રહ્યું છે તિબેટીયનોની ભરતી અને તેમને સૈનિકો સાથેની સરહદી ચોકીઓ પર તૈનાત કરવાના પ્રયાસો પણ વેગ પકડી રહ્યા છે. ચીન આ વધુ પડકારજનક વિસ્તારમાં તિબેટના (Tibet) લોકોનો ઉપયોગ કરવા માંગે છે, કારણ કે ચીનના મુખ્ય સૈનિકો માટે અહીં કામ કરવું ખૂબ મુશ્કેલ છે. ગયા વર્ષના શિયાળાની સરખામણીમાં, ચીની આશ્રયસ્થાનો રોડ કનેક્ટિવિટી અને અનુકૂલનની દ્રષ્ટિએ વધુ સારી રીતે તૈયાર છે. સૂત્રોએ જણાવ્યું કે PLA દ્વારા નિયંત્રિત રોકેટ અને મિસાઈલ રેજિમેન્ટ તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં તૈનાત કરવામાં આવી છે.

ચીને દેખરેખ માટે ડ્રોન તૈનાત કર્યા સૂત્રોએ જણાવ્યું કે ચીને ડ્રોનની તૈનાતીમાં નોંધપાત્ર વધારો કર્યો છે, કારણ કે તેણે આ ક્ષેત્રમાં દેખરેખ માટે મોટી સંખ્યામાં ડ્રોન તૈનાત કર્યા છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તાજેતરના સમયમાં ભારતીય સરહદોની સામે તૈનાત ચીની સૈનિકોની સંખ્યામાં વધારો થયો છે. આ અંગે સૂત્રોએ જણાવ્યું કે ચીને તે ક્ષેત્રમાં ક્ષમતા વધારવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભારતીય પક્ષ પણ ગત વર્ષની સરખામણીએ વધુ તૈયાર છે. તે આ વિસ્તારમાં કોઈપણ દુ:સાહસનો સામનો કરવા માટે તૈયાર છે.

આ પણ વાંચો : OMG ! 74 વર્ષની મહિલાએ ગાય સાથે કર્યા લગ્ન, તે માને છે કે તેના પતિએ ગાય તરીકે પુનર્જન્મ લીધો છે !

આ પણ વાંચો : કોરોનાના નવા વેરિયન્ટે અનેક દેશોમાં દીધી દસ્તક, નવા વેરિયન્ટને લઇને વિશ્વમાં ચિંતા વધી

Latest News Updates

ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
g clip-path="url(#clip0_868_265)">