OMG ! 74 વર્ષની મહિલાએ ગાય સાથે કર્યા લગ્ન, તે માને છે કે તેના પતિએ ગાય તરીકે પુનર્જન્મ લીધો છે !

કંબોડિયાની એક વૃદ્ધ મહિલા ચર્ચામાં છે. આ મહિલા માને છે કે તેના સ્વર્ગસ્થ પતિએ ગાય તરીકે જન્મ લીધો છે. આ ગાયને પોતાનો પતિ માનીને મહિલાએ તેની સાથે લગ્ન પણ કરી લીધા છે.

OMG ! 74 વર્ષની મહિલાએ ગાય સાથે કર્યા લગ્ન, તે માને છે કે તેના પતિએ ગાય તરીકે પુનર્જન્મ લીધો છે !
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 2:12 PM

માત્ર ભારતમાં( India) જ નહીં, વિશ્વના (World) ઘણા દેશોના લોકો પુનર્જન્મમાં (rebirth) માને છે. પરંતુ વૈજ્ઞાનિકોએ હજુ તેના પર પોતાની મહોર લગાવી નથી. તે એક અલગ વિષય છે. પરંતુ કેટલાક લોકોએ પુનર્જન્મને લઈને એવા-એવા દાવા કરવામાં આવ્યા છે જેના વિશે જાણીને તમે ચોંકી જશો. કંબોડિયામાં આજકાલ એક મહિલા આવી જ એક બાબતને લઈને ચર્ચામાં છે. વાસ્તવમાં, આ મહિલા માને છે કે તેના સ્વર્ગસ્થ પતિએ ગાય તરીકે જન્મ લીધો છે. હવે આ મહિલાએ તેને પતિ માનીને તેની સાથે લગ્ન કર્યા છે.

આ વિચિત્ર કિસ્સો કંબોડિયાના ક્રાતિ પ્રાંતનો છે. જ્યાં ખીમ હેંગ નામની 74 વર્ષની મહિલાએ ગાય સાથે લગ્ન કર્યા છે. આ વૃદ્ધ મહિલાનું કહેવું છે કે આ ગાયના તમામ લક્ષણો તેના મૃત પતિ જેવા જ છે. જો કે, આ વાતને સાબિત કરવા માટે કોઈપણ પ્રકારનો કોઈ વીડિયો સામે આવ્યો નથી. પરંતુ સ્થાનિક લોકોનો દાવો છે કે તેઓએ આ વિચિત્ર લગ્ન વિશે માત્ર સાંભળ્યું જ નથી, પરંતુ તેમાં હાજરી પણ આપી છે.

તમારા મનમાં સવાલ ઉઠતો જ હશે કે આખરે શું સામ્યતા હતી કે મહિલાએ ગાયમાં તેના પતિને જોયો. મહિલાનું કહેવું છે કે ગાયના જન્મથી જ તે તેની સાથે સૌથી વધુ સમય પસાર કરતી હતી. મહિલાના કહેવા પ્રમાણે, આ ગાય ન માત્ર તેના હાથ અને ચહેરાને પંપાળતી હતી, પરંતુ ઘણી વખત તેના મોં પર ચુંબન પણ કરતી હતી. ખીમ હેંગનું કહેવું છે કે ગાય તેને તેના પતિની જેમ સ્નેહ કરતી હતી. તેથી તેને લાગ્યું કે તેનો પતિ પુનર્જન્મ લઈને ગાયના રૂપમાં પાછો ફર્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

અજીબ લાગશે, પરંતુ હવે ખીમ હેંગે આ ગાયને પોતાનો પતિ માની લીધો છે. મહિલાએ હવે આ ગાયને સૂવા માટે રૂમ અને તેના પતિનું ઓશીકું આપ્યું છે. બંને હવે એક જ રૂમમાં સાથે રહે છે. એટલું જ નહીં આ મહિલાએ તેના બાળકોને પણ વિશ્વાસમાં લીધા છે. તેમના પુત્રો પણ માનવા લાગ્યા છે કે આ ગાય તેમનો પતિ છે અને તેઓ તેમની સેવા પણ કરે છે.

ખીમ તેમના પુત્રોને પણ કહ્યું છે કે તેમના મૃત્યુ પછી પણ તેઓ આ ગાયને તેમના પિતાની જેમ પ્રેમ કરે. તેને ક્યારેય કોઈને વેચશે નહીં. આ સિવાય ગાયના અંતિમ સંસ્કાર પણ મનુષ્યની જેમ જ કરશે.

આ પણ વાંચો : IND vs NZ, live, 1st Test, Day 4: લંચ સુધી ભારતે 133 રનની લીડ મેળવી લીધી, અય્યર-અશ્વિન ક્રીઝ પર

આ પણ વાંચો : Antim Box Office Collection Day 2: બીજા દિવસે સલમાન-આયુષની ફિલ્મ ‘અંતિમ’ની કમાણી નિરાશાજનક, માત્ર આટલા કરોડનું કલેક્શન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">