ચીન દલાઈ લામાના મૃત્યુની કરી રહ્યો છે કામના ! જાણો શું છે કારણ? તિબેટીયન મઠોમાં જાહેર કર્યું તાનાશાહી ફરમાન

ચીન દલાઈ લામાના મૃત્યુની ઈચ્છા વ્યક્ત કરી રહ્યું છે. તિબેટના મઠોમાં ફરમાન જારી કરવામાં આવ્યું છે. ચીને દલાઈ લામાના મૃત્યુ પછી શું કરવું જોઈએ તે અંગે તિબેટના મઠોને સૂચનાઓ જારી કરી છે. તેમનું કહેવું છે કે દલાઈ લામાના મૃત્યુ પછી કોઈપણ પ્રકારની ધાર્મિક વિધિ ન થવી જોઈએ.

ચીન દલાઈ લામાના મૃત્યુની કરી રહ્યો છે કામના ! જાણો શું છે કારણ? તિબેટીયન મઠોમાં જાહેર કર્યું તાનાશાહી ફરમાન
China is wishing for the death of Dalai Lama
Follow Us:
| Updated on: Apr 12, 2024 | 2:31 PM

તિબેટના ધાર્મિક નેતા દલાઈ લામાને લઈને ચીનની નાપાક ગતિવિધિઓ સામે આવી છે. તે તિબેટીયન મઠોમાં દલાઈ લામા વિરુદ્ધ વાંધાજનક બુકલેટનું વિતરણ કરી રહ્યા છે અને તેમના મૃત્યુની કામના કરી રહ્યા છે. ચીનનું કહેવું છે કે દલાઈ લામાના મૃત્યુ બાદ કોઈપણ પ્રકારની ધાર્મિક વિધિ ન થવી જોઈએ. દલાઈ લામા પછી ડ્રેગન તિબેટીયન તમામ મઠ પર નિયંત્રણ સ્થાપિત કરવા માગે છે અને તેમની ધાર્મિક ઓળખને ભૂંસી નાખવામાં માટે તત્પર છે.

ચીનની નાપાક હરકત

પુસ્તિકા દ્વારા કહેવામાં આવ્યું છે કે દલાઈ લામાના મૃત્યુ બાદ બૌદ્ધ સાધુઓને તિબેટના આધ્યાત્મિક નેતાની તસવીરો અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ અને ધાર્મિક વિધિઓ જાહેર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચીનના અધિકારીઓએ ગાંસુ પ્રાંતના મઠોમાં પુસ્તિકાઓનું વિતરણ કર્યું છે. પુસ્તિકામાં 10 નિયમોની યાદી છે. ખરેખર, દલાઈ લામા હાલ ધર્મશાલામાં રહે છે. તેઓ તિબેટના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપતા તિબેટીયન બૌદ્ધ આધ્યાત્મિક નેતા છે.

તિબેટ પર કબજો મેળવવાની ચાલ

ચીને 1951માં તિબેટ પર કબજો કર્યો હતો. ચીની અધિકારીઓ દાવો કરે છે કે દેશના પોતાના કાયદા અનુસાર તિબેટીયન બૌદ્ધોના અનુગામી અને આગામી આધ્યાત્મિક નેતાની પસંદગી માત્ર ચીનની સરકાર જ કરી શકે છે. તેનાથી વિપરિત, તિબેટીઓ માને છે કે દલાઈ લામા પોતે જ પુનર્જન્મ માટે શરીર પસંદ કરે છે. આ પ્રકારની પરંપરા 1391 થી ચાલી રહી છે અને આવી રીતે 13 વખત બૌદ્ધ અનુયાયી ચૂંટાયા છે. આ મહિનાની શરૂઆતમાં દલાઈ લામાએ સેંકડો લોકોને સંબોધિત કર્યા હતા. તેમના ભાષણમાં તેમણે કહ્યું કે તેમની તબિયત સારી છે અને તેઓ 100 વર્ષથી વધુ જીવવાના છે.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

દલાઈ લામા રિવાજો મુજબ ચૂંટાશે!

અનેક પ્રસંગોએ દલાઈ લામાએ ભારપૂર્વક જણાવ્યું છે કે તિબેટીઓ પુનર્જન્મ દ્વારા તેમના અનુગામી પસંદ કરવા માગે છે. તેઓ માને છે કે ચીનની દખલગીરી વિના સ્વતંત્ર દેશ હશે. આ મહિને પંચેન લામા, તિબેટીયન બૌદ્ધ ધર્મમાં બીજા સર્વોચ્ચ પદ ધારક, તેમનો 35મો જન્મદિવસ ઉજવશે. વર્તમાન દલાઈ લામા દ્વારા તેમને પંચેન લામા તરીકે ઓળખવામાં આવ્યા હતા. આ માન્યતા મળ્યાના માત્ર ત્રણ દિવસ પછી, 17 મે 1995ના રોજ ચીને તેને અને તેના પરિવારને બંધક બનાવી લીધો. તે સમયે તે બાળક હતો.

Latest News Updates

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">