AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summit For Democracy: સમિટથી નારાજ ચીન, ‘સરમુખત્યાર’ ડ્રેગને US લોકશાહી પર ઉઠાવ્યા સવાલ

પક્ષના કાર્યકર્તાઓએ પ્રશ્ન કર્યો કે ધ્રુવીકરણ થયેલો દેશ બીજાઓને કેવી રીતે પ્રવચનો આપી શકે. તેમણે કહ્યું કે પશ્ચિમી લોકશાહી મોડલનું અનુકરણ કરવા માટે અન્ય લોકોને દબાણ કરવાના પ્રયાસો "ખરાબ રીતે નિષ્ફળ" થયા છે.

Summit For Democracy: સમિટથી નારાજ ચીન, 'સરમુખત્યાર' ડ્રેગને US લોકશાહી પર ઉઠાવ્યા સવાલ
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 6:34 PM
Share

ચીન (China)ની કોમ્યુનિસ્ટ પાર્ટી (Communist Party)એ આગામી સપ્તાહે યુએસ પ્રમુખ જો બાઈડન (Joe Biden) દ્વારા યોજાનારી ગ્લોબલ ડેમોક્રસી સમિટ (Global Democracy summit)ની આકરી ટીકા કરી છે. ચીને તેની શાસન પ્રણાલીની યોગ્યતાઓની પ્રશંસા કરતા અમેરિકન લોકશાહી (US Democracy) પર સવાલ ઉઠાવ્યા હતા.

પક્ષના કાર્યકર્તાઓએ પ્રશ્ન કર્યો કે ધ્રુવીકરણ થયેલો દેશ બીજાઓને કેવી રીતે પ્રવચનો આપી શકે. તેમણે કહ્યું કે પશ્ચિમી લોકશાહી મોડલનું અનુકરણ કરવા માટે અન્ય લોકોને દબાણ કરવાના પ્રયાસો “ખરાબ રીતે નિષ્ફળ” થયા છે.

પાર્ટીના ઓફિસ ઑફ પોલિસી રિસર્ચના ડેપ્યુટી ડાયરેક્ટર ટિઆન પીય (Tian Peiyan)ને કહ્યું કે કોરોના વાયરસ રોગચાળા (Coronavirus Pandemic)એ અમેરિકન સિસ્ટમમાં રહેલી ખામીઓને ઉજાગર કરી છે. તેમણે અમેરિકામાં કોવિડ-19 (Covid-19)થી મોટી સંખ્યામાં લોકોના મોત માટે રાજકીય વિવાદો અને ઉપરથી નીચલા સ્તર સુધી વિભાજિત સરકારને જવાબદાર ઠેરવી હતી.

પેન્યાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે “આ પ્રકારની લોકશાહી મતદારો માટે ખુશી નહીં, પરંતુ વિનાશ લાવે છે.” તેમણે એક સરકારી અહેવાલ બહાર પાડ્યો હતો, જેમાં સામ્યવાદી પક્ષ તેના લોકશાહીના સ્વરૂપને શું કહે છે તેની વિગતો આપી છે.

‘સમિટ ફોર ડેમોક્રેસી’ પર ચીન અને અમેરિકા વચ્ચે ટક્કર

બાઈડને ગુરુવારથી શરૂ થનારી બે દિવસીય ડિજિટલ ‘સમિટ ફોર ડેમોક્રેસી’ (Summit For Democracy) માટે લગભગ 110 સરકારોને આમંત્રણ આપ્યું છે. ચીન અને રશિયા (Russia)ને આ આમંત્રણ મળ્યું નથી. આપને જણાવી દઈએ કે બાઈડનની આગામી ‘સમિટ ફોર ડેમોક્રેસી’ને લઈને ચીન અને અમેરિકા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી આને તેની સરમુખત્યારશાહી પદ્ધતિઓ સામેના પડકાર તરીકે જુએ છે. કોમ્યુનિસ્ટ પાર્ટીનું કહેવું છે કે ચીનની પોતાની લોકશાહી છે. વ્હાઈટ હાઉસ (White House)ના પ્રેસ સચિવ જેન સાકીએ જણાવ્યું હતું કે મીટિંગમાં સહભાગીઓ વિશ્વભરમાં લોકશાહી માટે સાથે ઊભા રહેવા માટે મળીને કેવી રીતે કામ કરવું તે અંગે ચર્ચા કરશે.

તેઓએ કહ્યું ‘અમને આ માટે કોઈ અફસોસ રહેશે નહીં.’ તેઓ ચીનના ઉપ વિદેશ પ્રધાન લી યુચેંગની ટિપ્પણીનો જવાબ આપી રહી હતી. અમેરિકાનું નામ લીધા વિના લીએ કહ્યું ‘તે દાવો કરે છે કે તે લોકશાહી માટે આવું કરી રહ્યું છે, પરંતુ વાસ્તવમાં તે સંપૂર્ણપણે લોકશાહીની વિરુદ્ધ છે. આનાથી વૈશ્વિક એકતા, સહકાર અને વિકાસ પર સારી અસર નહીં પડે.

તાઈવાનના સામેલ થવાથી ચીન નારાજ

કોમ્યુનિસ્ટ પાર્ટીએ કહ્યું કે તેમની સિસ્ટમ દેશના લોકોની સેવા કરે છે અને મધ્યમ આવક ધરાવતા દેશમાં ઝડપી વિકાસ અને કોવિડ -19થી મૃત્યુની સંખ્યા ઘટાડવામાં તેણે પ્રાપ્ત કરેલી સફળતાનો ઉલ્લેખ કર્યો હતો. અધિકારીઓએ બંદૂકની હિંસાથી લઈને યુએસ કેપિટોલમાં બળવાખોરી સુધી અમેરિકાના લોકતંત્રની નાકામીઓને ઉજાગર કરી હતી. અમેરિકાએ તાઈવાનને તેની સમિટમાં સામેલ કરીને ચીનને નારાજ કર્યું છે. ચીન આ સ્વ-શાસિત ટાપુને તેના ભાગ તરીકે દાવો કરે છે અને કોઈપણ વિદેશી સરકાર સાથે તેના સંપર્ક સામે વાંધો ઉઠાવે છે.

આ પણ વાંચો:પેટ્રોલ, ડીઝલ કે CNG નહીં, નીતિન ગડકરીની નવી ગાડી ચાલે છે આ ઈંઘણથી, જાણો તેમાં શું છે ખાસ

આ પણ વાંચો: ભારતીયોમાં લોન લઈને ખરીદી કરવાનું ચલણ વધ્યું, એક મહિનામાં પ્રથમ વખત આટલા લાખ કરોડ રૂપિયા ખર્ચાયા

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">