AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: આખરે અમેરિકા નમ્યું ! ઈરાનને ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ ઉત્પાદનો વેચવાની આપી સત્તાવાર મંજૂરી

વૈશ્વિક રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે. અમેરિકાએ એક સ્પેશિયલ લાયસન્સ જાહેર કરીને ઈરાન પરના તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના વેચાણ પરના પ્રતિબંધો હટાવી લીધા છે.

Breaking News: આખરે અમેરિકા નમ્યું ! ઈરાનને ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ ઉત્પાદનો વેચવાની આપી સત્તાવાર મંજૂરી
Image Credit source: Tv9Gujarati
| Updated on: Jun 22, 2026 | 8:50 PM
Share

આંતરરાષ્ટ્રીય રાજકારણ અને વૈશ્વિક તેલ બજારને લઈને એક ખૂબ જ આશ્ચર્યજનક અને મોટા સમાચાર સામે આવ્યા છે. વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાએ ઈરાન પરના પ્રતિબંધોમાં મોટી ઢીલ આપીને તેને ક્રૂડ ઓઈલ (કાચું તેલ) અને પેટ્રોલિયમ ઉત્પાદનો વેચવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ દ્વારા આ અંગે એક જનરલ લાયસન્સ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ નિર્ણયના કારણે આગામી દિવસોમાં વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો પર મોટી અસર પડી શકે છે.

શું છે આખો મામલો અને ક્યાં સુધી મળી મંજૂરી?

અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, આ ખાસ લાયસન્સ હેઠળ ઈરાનને 21 ઓગસ્ટ 2026 સુધી પોતાના ક્રૂડ ઓઈલ, પેટ્રોકેમિકલ ઉત્પાદનો અને રિફાઈન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોનું ઉત્પાદન, ડિલિવરી અને વેચાણ કરવાની છૂટ આપવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે આ લાયસન્સ હેઠળ હવે ઈરાનથી ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત ખુદ અમેરિકામાં પણ કરી શકાશે. જો કે, આ લાયસન્સ હેઠળ ઉત્તર કોરિયા અથવા ક્યુબા સાથે સંકળાયેલા કોઈ પણ વ્યવહારોને મંજૂરી આપવામાં આવી નથી.

સ્વિટ્ઝરલેન્ડની ગુપ્ત વાટાઘાટો બાદ લેવાયો નિર્ણય

આ મોટો નિર્ણય અમેરિકા (વોશિંગ્ટન) અને ઈરાન (તેહરાન) વચ્ચે સ્વિટ્ઝરલેન્ડના બર્ગનસ્ટોક ખાતે તાજેતરમાં થયેલી ઉચ્ચ સ્તરીય બેઠક અને સમજૂતી બાદ લેવામાં આવ્યો છે. બંને દેશો વચ્ચે થયેલા એમઓયુ (MOU) ના આધારે અમેરિકા બેંકિંગ ટ્રાન્ઝેક્શન, ઈન્સ્યોરન્સ અને ટ્રાન્સપોર્ટેશન સહિતની તમામ સંબંધીત સેવાઓ પરથી પણ પ્રતિબંધો હટાવવા સંમત થયું છે. આ સમજૂતીના ભાગરૂપે અમેરિકાના ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ (OFAC) દ્વારા ઈરાનના ઓઈલ સેક્ટર પરના પ્રતિબંધોને આગામી 60 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

ઈરાનને શું ફાયદો થશે?

આ ઐતિહાસિક નિર્ણયથી ઈરાનને સૌથી મોટો ફાયદો એ થશે કે તે હવે સત્તાવાર રીતે પોતાના ઓઈલની નિકાસ કરી શકશે અને તેના બદલામાં મળનારા નાણાં સેન્ટ્રલ બેંક ઓફ ઈરાનની દેખરેખ હેઠળ સત્તાવાર બેંકિંગ ચેનલો દ્વારા સીધા પોતાના દેશમાં મેળવી શકશે.

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીના જણાવ્યા અનુસાર, અમેરિકા દ્વારા આ છૂટછાટ મળ્યા બાદ દેશ પરથી આર્થિક નાકાબંધી હટાવી લેવામાં આવી છે અને દેશની ફ્રીઝ થયેલી અસ્કયામતો (નાણાં) નો એક ભાગ પણ મુક્ત કરી દેવામાં આવ્યો છે. આ નાણાંની મદદથી હવે ઈરાનમાં ફરીથી પુનઃનિર્માણ અને વિકાસના કાર્યો શરૂ કરી દેવામાં આવ્યા છે.

રોજ સવારે ખાલી પેટે 1 ચમચી ઘી ખાવાથી શરીરમાં શું ફેરફાર થશે? મળી શકે છે આ અદ્ભુત સ્વાસ્થ્ય ફાયદા

Follow Us
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
g clip-path="url(#clip0_868_265)">