ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા રહેલા યુદ્ધમાં ભારત માટે દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અહી ચાલી રહેલા આંતકી હુમલામાં ભારતીય મૂળની ઈઝરાયલ તરફથી લડતી બે મહિલા સૈનિકો શહીદ થઈ છે. ઈઝરાયેલની સેના તેમજ ઈઝરાયેલના ભારતીય સમુદાયે આ વાતની પુષ્ટિ કરતા જાણકારી આપી છે.
હુમલામાં જીવ ગુમાવનાર ભારતીય મહિલા સૈનિકો માં એક 22 વર્ષીય લેફ્ટનન્ટ ઓર મોસેસ અને ઈન્સ્પેક્ટર કિમ ડોકરેકર છે. ઓર મોસેસ હોમ ફ્રન્ટ કમાન્ડમાં તૈનાત હતા, જ્યારે કિમ ડોકરાકર બોર્ડર પોલીસ ઓફિસમાં તૈનાત હતા. 7 ઓક્ટોબરે હમાસના હુમલામાં ડ્યુટી દરમિયાન બંનેના મોત થયા હતા.
તમને જણાવી દઈએ કે આ યુદ્ઘમાં સુધીમાં 286 સૈનિકો અને 51 પોલીસ અધિકારીઓના મોત થયા છે. તેમજ કેટલાય લોકોના અપહરણ કરવામાં આવ્યા છે. જેમાં અપહરણ થયેલા કેટલાકની ઓળખ પણ હજુ સુધી થઇ નથી. ભારતીય મૂળની 24 વર્ષીય મહિલા શહાફ ટોકર 7 ઓક્ટોબરે હમાસના હુમલામાંથી બચી ગઈ હતી. હુમલામાં બચી ગયેલા શહાફ અને તેના મિત્ર યાનીરે આ હુમલા વિશે એજન્સી સાથે વાત કરી હતી.
શહાફના દાદા યાકોવ ટોકર પહેલા મુંબઈમાં રહેતા હતા જે 1963માં મુબંઈથી ઈઝરાયેલ પહોંચ્યા હતા અને ત્યારથી જ તેમનો પરિવાર ત્યાં જ રહે છે. હુમલા વિશે વાત કરતા શહાફે કહ્યું કે તે અને તેનો મિત્ર અને પરીવાર હજુ પણ આઘાતમાં છે. શહાફે જણાવ્યું કે 7 ઓક્ટોબરના રોજ તે તેના મિત્ર યાનીર સાથે દક્ષિણ ઈઝરાયેલમાં યોજાઈ રહેલી પાર્ટીમાં ગઈ હતી. અચાનક તેણે જોયું કે આકાશમાંથી રોકેટો એક બાદ એક સતત છોડવામાં આવી રહ્યા હતા.
શહાફે આ હુમલો થયો ત્યારેની વાત કરતા જણાવ્યું હતુ કે મેં યાનીરને કહ્યું કે આકાશમાંથી મિસાઇલો પડી રહી છે. આ પછી અમે કાર તરફ દોડવા લાગ્યા. દોડતી વખતે મારો પગ લપસી ગયો અને હું જમીન પર પડી ગયો. યાનીરે મને ઉપાડ્યો અને કહ્યું કે બધું બરાબર છે, પણ અમારે અહીંથી જલ્દી ભાગવું પડશે. અમે કારમાં બેઠા અને તેને ચલાવવા લાગ્યા. પોલીસે અમને જમણી તરફ દોડવાનું કહ્યું, પણ તે રસ્તો તેલ અવીવ તરફ જતો ન હતો, તેથી અમે પાછા વળીને તેલ અવીવ તરફ જવાનું નક્કી કર્યું.
Published On - 11:12 am, Mon, 16 October 23