AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઈરાન સામેના યુદ્ધમાં અત્યાર સુધીની ટ્રમ્પની સૌથી મોટી જાહેરાત, પાંચ દિવસ સુધી કોઈ હુમલા નહીં કરે અમેરિકા

અમેરિકા અને ઈરાન વચ્ચે કૂટનીતિક પહેલ વધુ તેજ બની રહી હોય તેવું લાગી રહ્યુ છે. ડોનાલ્ડ ટ્રમ્પે નિર્દેશ આપ્યો છે કે ઈરાનના ઉર્જા માળખા પર પ્રસ્તાવિત લશ્કરી હુમલાઓ પાંચ દિવસ માટે મુલતવી રાખવામાં આવે. તેમણે બંને રાષ્ટ્રો વચ્ચેની તાજેતરની વાતચીતને સકારાત્મક ગણાવી.

Breaking News: ઈરાન સામેના યુદ્ધમાં અત્યાર સુધીની ટ્રમ્પની સૌથી મોટી જાહેરાત, પાંચ દિવસ સુધી કોઈ હુમલા નહીં કરે અમેરિકા
| Updated on: Mar 23, 2026 | 5:35 PM
Share

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને લઈને અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાત કરતા મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સને ઈરાની પાવર પ્લાન્ટ્સ અને ઉર્જા માળખા પર કોઈપણ લશ્કરી હુમલાને હાલ પૂરતા – ખાસ કરીને પાંચ દિવસ માટે મુલતવી રાખવાના નિર્દેશ આપ્યો છે. ટ્રમ્પે આ નિર્ણય છેલ્લા બે દિવસમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી અત્યંત સકારાત્મક વાતચીત બાદ લીધો છે. તેમણે દાવો કર્યો છે કે બંને દેશો વચ્ચે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવને સંપૂર્ણ પણે ઓછો કરવા માટે બંને દેશો વચ્ચે હાલ ગંભીર વાટાઘાટો ચાલી રહી છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ’ પર કહ્યુ કે ઈરાન સાથે છેલ્લા બે દિવસમાં ઘણી સકારાત્મક અને મહત્વપૂર્ણ વાતચીત થઈ છે. જેનો ઉદ્દેશ્ય મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવનું સંપૂર્ણ સમાધાન લાવવાનો છે. બંને  દેશો વચ્ચે આ સઘન અને વિગતવાર ચર્ચાઓના સકારાત્મક રૂખને જોતા આ વાટાઘટો આખા સપ્તાહ દરમિયાન ચાલુ રહેશે. મે અમેરિકી રક્ષા વિભાગને નિર્દેશ આપ્યો છે કે ઈરાનનો પાવર પ્લાન્ટ્સ અને પાવર પ્લાન્ટ્સ પર લશ્કરી હુમલાઓને પાંચ દિવસ માટે અસ્થાયી રીતે બ્રેક લગાવવા નિર્દેશ આપ્યો છે.

યુદ્ધ વિરામ વાટાઘાટોની સફળતા પર નિર્ભર કરશે

અમેરિકી રાષ્ટ્રપતિએ એમ પણ જણાવ્યુ કે હુમલા રોકવાનો નિર્ણય ઈરાન સાથે આગળની વાટાઘાટોની સફળતા પર નિર્ભર કરશે. આ ઘોષણા એવા સમયે કરવામાં આવી છે જ્યારે એક દિવસ પહેલા જ ટ્રમ્પે ઈરાનને સખ્ત ચેતવણી આપતા કહ્યુ હતુ કે જો તહેરાન 48 કલાકની અંદર સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સંપૂર્ણપણે ખોલતુ નથી તો તેના પાવર પ્લાન્ટ્સ અને એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બર્બાદ કરી દેવામાં આવે. હાલના ઘટનાક્રમને જોતા એ સંકેત પણ મળી રહ્યા છે કે બંને પક્ષે આકરી નિવેદનબાજીથી આગળ વધીને યુદ્ધનુ કૂટનીતિક સમાધાનની દિશામાં આગળ વધી રહ્યા છે.

છેલ્લા થોડા દિવસોથી વધેલા તણાવે સમગ્ર ક્ષેત્રને એક મોટા સંઘર્ષની કગાર પર લાવીને રાખી દીધુ છે. ટ્રમ્પની ચેતવણી પર કડક પ્રતિક્રિયા આપતા કહ્યુ ઈરાને કહ્યુ કે તેની માળખાગત સુવિધાઓ પર કોઈપણ હુમલાના પરિણામો સમગ્ર ગલ્ફ ક્ષેત્રને ભોગવવા પડશે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકેર કલિબાફે કહ્યુ હતુ કે જો અમારા પાવર પ્લાન્ટ્સને નિશાન બનાવવામાં આવશે તો તેઓ ગલ્ફ દેશોના મહ્તવપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા કરશે. જ્યારે ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ ચેતવણી આપી છે કે ખાડી દેશોમાં અમેરિકી સૈન્ય થાણાઓની ઊર્જા સુવિધાઓ પર તેઓ ટાર્ગેટ કરશે. ઈરાને ચેતવણી આપી હતી કે તે હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે બંધ કરી દેશે.

વૈશ્વિક તેલ બજારમાં મોટી ઉથલપાથલ

ઈરાન અને ઓમાન વચ્ચે સ્થિત સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિશ્વના મુખ્ય દરિયાઈ માર્ગોમાંથી એક છે. તેલ અને ગેસના વૈશ્વિક પુરવઠાનો આશરે 20% હિસ્સો આ ચેનલમાંથી પસાર થાય છે. 28 ફેબ્રુઆરીના રોજ, અમેરિકા અને ઇઝરાયલે ઈરાન સામે લશ્કરી કાર્યવાહી શરૂ કરી. બદલામાં, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર અટકાવી દીધી, જેના પરિણામે તેલ અને ગેસના વૈશ્વિક પુરવઠામાં નોંધપાત્ર વિક્ષેપ પડ્યો. ઈરાનના આ પગલાથી તેલ અને ગેસ ટેન્કરોની અવરજવર પર અસર પડી છે; ઇંધણના ભાવ સતત વધી રહ્યા છે, અને વૈશ્વિક બજારોમાં અસ્થિરતા ફેલાઈ છે. આ કટોકટી વચ્ચે, ક્રૂડ ઓઇલના ભાવ ઘણા વર્ષોના ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે.

માસિક ધર્મ દરમિયાન તીર્થ યાત્રા કરવી જોઈએ કે નહીં? જાણો પ્રેમાનંદ મહારાજનો જવાબ

Follow Us
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
ગુજરાત સસ્તા અનાજ એસોસિએશન દ્વારા ફરી સરકાર સામે આંદોલનના મંડાણ
ગુજરાત સસ્તા અનાજ એસોસિએશન દ્વારા ફરી સરકાર સામે આંદોલનના મંડાણ
મહિલા અનામત બિલ પાછળ ભાજપનો છુપો એજન્ડાઃ રાહુલ ગાંધી
મહિલા અનામત બિલ પાછળ ભાજપનો છુપો એજન્ડાઃ રાહુલ ગાંધી
ટ્રાફિક પોઈન્ટ પર કોન્સ્ટેબલોને આપવામા આવ્યા ઠંડા ઠંડા કૂલ કૂલ જાકીટ
ટ્રાફિક પોઈન્ટ પર કોન્સ્ટેબલોને આપવામા આવ્યા ઠંડા ઠંડા કૂલ કૂલ જાકીટ
વડોદરાના પાદરામાં PI લાંચમાં લપેટાયા, જુઓ વીડિયો
વડોદરાના પાદરામાં PI લાંચમાં લપેટાયા, જુઓ વીડિયો
BA પહેલા જ કરી દીધુ MA ! સુરતમાં ભાજપ ઉમેદવારની ડિગ્રીમાં મોટો છબરડો
BA પહેલા જ કરી દીધુ MA ! સુરતમાં ભાજપ ઉમેદવારની ડિગ્રીમાં મોટો છબરડો
ગિરનાર પર અન્ય સંપ્રદાય દ્વારા કબ્જાનો આરોપ, જુઓ વીડિયો
ગિરનાર પર અન્ય સંપ્રદાય દ્વારા કબ્જાનો આરોપ, જુઓ વીડિયો
Breaking News : 48 કલાક હજુ સહન કરવી પડશે આકરી ગરમી
Breaking News : 48 કલાક હજુ સહન કરવી પડશે આકરી ગરમી
નોકરી બદલવી રહેશે હિતમાં અને રોકાણથી મળશે મોટો ફાયદો
નોકરી બદલવી રહેશે હિતમાં અને રોકાણથી મળશે મોટો ફાયદો
વ્યાજખોરોનો આતંક: હર્ષ સંઘવીના દાવા પોકળ? પિતાનો અંતિમ વીડિયો વાયરલ
વ્યાજખોરોનો આતંક: હર્ષ સંઘવીના દાવા પોકળ? પિતાનો અંતિમ વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">