AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માસિક ધર્મ દરમિયાન તીર્થ યાત્રા કરવી જોઈએ કે નહીં? જાણો પ્રેમાનંદ મહારાજનો જવાબ

માસિક ધર્મ દરમિયાન મંદિરે દર્શને જવુ અને પૂજા પાઠ કરવા અંગે અક્સર મહિલાઓના મનમાં સવાલ રહે છે. તો આવો જાણીએ છે કે પ્રેમાનંદ મહારાજે આ વિષય પર શું કહ્યુ અને તીર્થ યાત્રા દરમિયાન આવી સ્થિતિમાં શું કરવુ યોગ્ય ગણાય છે.

માસિક ધર્મ દરમિયાન તીર્થ યાત્રા કરવી જોઈએ કે નહીં? જાણો પ્રેમાનંદ મહારાજનો જવાબ
| Updated on: Mar 23, 2026 | 3:47 PM
Share

માસિક ધર્મ સાથે જોડાયેલા જ્યારે એક ભક્તે પ્રેમાનંદ મહારાજને કર્યો, તો એ મહિલા ભક્તે મહારાજને કહ્યુ કે અમે તીર્થયાત્રાઓ પર જઈએ છીએ તો અનેક મહિલાઓ અમારી પાસે એક જ સવાલ લઈને આવે છે કે તે બહુ મુશ્કેલીથી અહીં પહોંચી છે. પરંતુ એ સમયે જ તેના માસિક શરૂ થઈ જાય છે, ત્યારે તેના મનમાં દુવિધા હોય છે કે દર્શન કરવા જોઈએ કે નહીં.

શું માસિક ધર્મ દરમિયાન તીર્થ યાત્રા કરી શકાય?

પ્રેમાનંદ મહારાજ જણાવે છે કે દર્શન કરવાનું સૌભાગ્ય તો ન છોડવુ જોઈએ કારણ કે માસિક ધર્મ માત્ર શરીરની એક પ્રક્રિયા છે. જે પ્રત્યેક માતાઓ અને બહેનોના શરીરમાં મહિનામાં એકવાર આવે છે. જો આવી સ્થિતિ અચાનક આવી જાય અને વારંવાર જવાનું શક્ય ન હોય તો સ્નાન કરી અને ભગવાનનો પ્રસાદ, ચંદન કે જળનો છંટકાવ કરી શ્રદ્ધાથી દર્શન કરી લેવા ઉચિત ગણાય છે. આ દરમિયાન મંદિરમાં દૂરથી શ્રદ્ધા ભાવથી દર્શન કરી લેવા જોઈએ. કારણ કે જીવનમાં બીજીવાર એ યાત્રાધામમાં જવાનો અવસર મળે ન મળે તો એ અવસર મળ્યો હોય તો તેનો પણ સદ્દઉપયોગ કરી લેવો જોઈએ.

પ્રેમાનંદ મહારાજે જણાવી માસિક ધર્મની કથા

પ્રેમાનંદ મહારાજે આગળ જણાવ્યુ કે માસિક ધર્મ કોઈ નિંદનીય બાબત નથી પરંતુ બંધનકર્તા છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર કહેવાય છે કે દેવતાઓના રાજા ઈન્દ્ર દ્વારા વૃત્રાસુરના વધ બાદ જે બ્રહ્મહત્યાનુ પાપ લાગ્યુ, તેને બ્રહ્મઋષિઓએ ચાર ભાગોમાં વિભાજીત કરી દીધુ હતુ. એક ભાગ નદીઓને આપવામાં આવ્યો. જે ફીણના સ્વરૂપે દેખાય છે. બીજો ભાગ વૃક્ષોને આપ્યો. જે ગુંદરના રૂપે પ્રકટ થાય છે. ત્રીજો ભાગ ભૂમિને આપ્યો, જે બંજરપણાના રૂપે દેખાય છે અને ચોથો ભાગ સ્ત્રીઓએ સ્વીકાર્યો, જેને માસિક ધર્મ કહેવામાં આવે છે. આ માન્યતા અનુસાર આને કોઈ નિંદા કે અશુદ્ધતાના રૂપે નહીં પરંતુ ત્યાગ અને વહનના રૂપે જોવો જોઈએ. આથી એવી ધારણા પણ રાખવામાં આવે છે કે મહિલાઓને તેના કારણે કોઈ ધાર્મિક લાભ કે સન્માનથી વંચિત ન રાખવી જોઈએ.

એવુ પણ નથી કે માસિકના કારણે સ્ત્રીઓને કોઈપણ ધાર્મિક લાભથી સંપૂર્ણપણે વંચિત કરી દેવામાં આવે. જો આવી સ્થિતિમાં મહિલાઓ સ્નાન આદિ કરી સ્વયંને શુદ્ધ કરી લે છે તો એ શ્રદ્ધાપૂર્વક દર્શન તો કરી જ શકે છે. આ પણ એક પ્રકારનું સૌભાગ્ય જ છે. કારણ કે દરેક વ્યક્તિ વારંવાર કોઈ તીર્થસ્થાન પર જતો નથી. અનેક લોકો આર્થિક કઠણાઈઓ, સ્વાસ્થ્ય સમસ્યાઓ કે વ્યસ્ત જીવનશૈલી વચ્ચે ભારે મહેનત બાદ આવા ધામ સુધી પહોંચતા હોય છે.

પરંપરાઓનો આદર કરો

આગળ મહારાજ જણાવે છે કે પરંપરાઓનો સન્માન કરતા એ ધ્યાન રાખવુ જોઈએ કે દૂરથી દર્શન કરવા જોઈએ અને મનની આસ્થા અને સંતોષ જાળવી રાખવો જોઈએ. આથી માતાઓ અને બહેનોને પૂજાથી કે દેવસ્થાનના દર્શનથી વંચિત રાખવી ઉચિત નથી. પરંતુ શ્રદ્ધાનું માન રાખીને તેમને પણ અવસર પ્રદાન કરવા જોઈએ.

અમરેલીમાં સામે આવ્યો લવજેહાદનો વધુ કિસ્સો, રાજુલાની હિંદુ યુવતીએ વિધર્મી સાથે લગ્ન કરી લેતા ખળભળાટ- Video

Follow Us
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
g clip-path="url(#clip0_868_265)">