Breaking News: 12 દિવસ બાદ પાકિસ્તાનમાં ફરી થવા જઈ રહ્યુ છે કંઈક મોટુ ! ખુદ પાકિસ્તાનની મોટી બેંક એ કર્યો ખૂલાસો
ભારત સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાનમાં તખ્તાપલટ અથવા માર્શલ લો લાગુ થવાની આશંકા પ્રબળ બની રહી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર છેલ્લા ત્રણ દિવસ દરમિયાન પાકિસ્તાનના ટોચના નેતાઓએ અને મોટા સૈન્ય અધિકારીઓએ એક મોટી રકમ વિદેશોમાં જેમા પણ ખાસકરીને દુબઈની બેંકોમાં જમા કરાવી છે.

સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાને મોટો ખૂલાસો કર્યો છે કે સિઝફાયરના બરાબર ત્રણ દિવસ પહેલા પાકિસ્તાનમાંથી મોટા મોટા નેતાઓ અને સેનાના અધિકારીઓએ મોટી માત્રામાં પૈસા દુબઈ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા છે. દુબઈ બાદ પૈસા કેનેડા, યુએસ અને યુકે મોકલવામાં આવ્યા છે. દુબઈ સૌથી વધુ પૈસા એટલા માટે મોકલવામં આવ્યા છે કારણ કે ત્યા ટ્રાન્જેક્શનને લઈને ઘણા સરળ કાયદા છે. પાકિસ્તાની સેનાની અંદર મુનીરને લઈને ભારે અસંતોષ ચાલી રહ્યો છે. સાથોસાથ મોટા મોટા નેતાઓને પાકિસ્તાનમાં ચોથીવાર તખ્તાપલટની આશંકાએ ડરાવી દીધા છે. આથી આ નેતાઓએ તેમનુ મોટાભાગનું નાણું દુબઈ સહિતના દેશોમાં મોકલી દીધુ છે.
મોટાભાગના પાકિસ્તાની નેતાઓ અને અધિકારીઓની પ્રથમ પસંદગી દુબઈ એટલા માટે છે કે કારણ કે ત્યાં મોટાભાગના પાકિસ્તાની કરપ્ટ નેતાઓ અને સૈન્ય અધિકારીઓના રિયલ એસ્ટેટ બિઝનેસ ચાલે છે.
પાકિસ્તાનાં શું મોટુ થવા જઈ રહ્યુ છે?
સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાને ખૂલાસો કર્યો છે કે સિઝફાયરના બરાબર એક દિવસ પહેલા પાકિસ્તાનથી મોટી માત્રામાં વિદેશી મૂદ્રા ભંડાર વિદેશ એક્સપોર્ટ કરવામાં આવ્યુ કે હવે દેશનો વિદેશી મુદ્રા ભંડાર સાવ તળિયે આવી ગયુ છે. હવે પાકિસ્તાનમાં માત્ર 12 દિવસ ચાલે તેટલુ ખોરાક-પાણી અને તેલ આયાત કરી શકાય એટલો જ વિદેશી મુદ્રા ભંડાર બચ્યો છે. એવામાં હવે થશે એવુ કે સેના પ્રમુખ મુનીર આ બધી બાબતો માટે પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફને જવાબદાર ગણાવશે અને પાકિસ્તાનમાં ફરીથી તખ્તાપલટ કરી દેશે. જેનો સંકેત ગઈકાલની શાહબાઝ શરીફની સ્પીચે પણ આપી દીધી.
ભૂતકાળ સાક્ષી રહ્યો છે કે પાકિસ્તાનના જન્મથી લઈને આજ સુધી લગભગ અડધોઅડધ સમય ડાયરેક્ટ સેનાનુ નેતૃત્વ પાકિસ્તાનમાં રહ્યુ છે. એ સિવાય કોઈપણ જનતા દ્વારા ચૂંટાયેલો પ્રધાનમંત્રી તેનો પાંચ વર્ષનો કાર્યકાળ પુરો નથી કરી શક્યા.
પાકિસ્તાન સ્ટેટ બેંકે ત્રણ દિવસની સ્ક્રૂટનીમાં પકડ્યા મોટી રકમના વ્યવહારો
- પાકિસ્તાનમાં ઓપન એક્સચેન્જ માર્કેટમાંથી ડોલર મેળવવા મુશ્કેલ બની ગયા છે. પાકિસ્તાનમાં પાસપોર્ટ બતાવતા એક હજાર ડોલર મળી જાય છે, પરંતુ હાલ નથી મળી રહ્યા.
- એક્સચેન્જ કંપની એસોસિએશનના જનરલ સેક્રેટરી જાફર પરાચાએ આશંકા વ્યક્તિ કરી છે કે યુદ્ધ વધુ તીવ્ર બનતા, આગામી દિવસોમાં ડોલરની અછત વધવાની છે.
- આ દરમિયાન, SBP અનુસાર, પાકિસ્તાન પાસે હવે ફક્ત 12 દિવસ માટે આયાત બિલ ચૂકવી શકાય તેટલો વિદેશી વિનિમય ભંડાર છે. શુક્રવારે, SBP પાસે 2 લાખ કરોડ રૂપિયાનું વિદેશી વિનિમય બાકી હતું.
- વિશ્વ બેંક અનુસાર, પાકિસ્તાન માટે 25 દિવસ માટે આયાત બિલ ચૂકવી શકાય તેટલો ભંડાર રાખવો જરૂરી છે. નિષ્ણાતો માને છે કે વિદેશી વિનિમય ભંડારના અભાવથી પેટ્રોલિયમ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની આયાત પર અસર થઈ શકે છે.
પાકિસ્તાન સેનાએ શનિવારે સવારે દાવો કર્યો હતો કે ભારતે પાકિસ્તાન વાયુસેનાના નૂર ખાન (રાવલપિંડી), મુરીદ (ચકવાલ) અને રફીકી (શોરકોટ) એરબેઝને નિશાન બનાવ્યા છે. જોકે, સેનાનો દાવો છે કે આ હુમલાઓમાં પાકિસ્તાન વાયુસેનાને કોઈ નુકસાન થયું નથી.
સેનાના પ્રવક્તા જનરલ અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતે થોડા સમય પહેલા તેના ફાઇટર જેટથી હવાથી જમીન પર પ્રહાર કરતી મિસાઇલો છોડી હતી. અમે ફક્ત એટલું જ કહેવા માંગીએ છીએ કે અમે ભારતની તાકાત, કૂટનીતિ અને હુમલાથી ડરી જઈએ એવી કૌમ નથી. હવે તેઓ અમારા જવાબની રાહ જુએ.
