Breaking News : ઇસ્લામાબાદની સરકારી હોસ્પિટલમાં આગ લાગતા 15 નવજાત બાળકના મોત
ઇસ્લામાબાદની PIMS હોસ્પિટલમાં AC કોમ્પ્રેસર ફાટવાથી આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 15 નવજાત શિશુઓના મોત થયા છે, જ્યારે એક બાળકને બચાવી લેવામાં આવ્યો હતો.

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદની એક સરકારી હોસ્પિટલમાં બુધવારે વહેલી સવારે આગ લાગવાથી 15 નવજાત બાળકના મૃત્યું થયા છે. આ ઘટના પાકિસ્તાનની ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સની મહિલા અને બાળ હેલ્થ વોર્ડમાં બની છે. હોસ્પિટલના ત્રીજા માળે બનેલા નર્સરી વોર્ડમાં 16 નવજાત બાળકો દાખલ હતા. PIMS હોસ્પિટલ જ્યાં પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને કોર્ટના આદેશ પર હેલ્થ ચેકઅપ માટે લઈ ગયા હતા.
14 બાળકોના મૃત્યદેહ આગમાં બળીને ખાખ
પાકિસ્તાનના ન્યુઝ અનુસાર વહેલી સવારે 6:45 કલાકે ACનું કમ્પ્રેસર ફાટ્યું હતુ. ત્યારબાદ વોર્ડમાં આગ લાગી હતી. આગ એટલી જલ્દી વોર્ડમાં ફેલાય કે, બાળકોને બચાવવાની તક પણ મળી ન હતી. રેસ્ક્યુ ટીમે હોસ્પિટલની બારીઓના કાચ તોડી વોર્ડમાં પ્રવેશ કર્યો હતો. રેસ્ક્યુ અધિકારીઓના મુજબ 14 બાળકોના મૃત્યદેહ આગમાં બળીને ખાખ થયા છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે અકસ્માત વિશે દુખ વ્યક્ત કર્યું હતુ. તેમજ તપાસના આદેશ આપ્યા છે.
#Breaking At least 14 infants killed in hospital fire in Pakistan’s capital, Islamabad
In an incident of fire at #PIMS Hospital in Islamabad, 14 children lost their lives after a blaze broke out in the nursery. #Islamabad #Pakistan ▪️Rescue teams arrived at the scene. It… pic.twitter.com/BSmZMcq3fw
— ⚡️ World News ⚡️ (@ferozwala) August 26, 2026
રેસ્ક્યુ ટીમે આગ પર કાબુ મેળવ્યો
રેસ્ક્યુ ટીમે હાલમાં આગ પર કાબુ મેળવ્યો છે. હવે હોસ્પિટલમાં આગથી પ્રભાવિત વિસ્તારની તપાસ માટે એડિશનલ ડિપ્ટી કમિશ્રરની અધ્યક્ષતામાં એક તપાસ કમેટી બનાવવામાં આવી છે. કમેટી આગ લાગવાનું કારણ અને હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરશે અને 24 કલાકની અંદર પોતાનો રિપોર્ટ સુપરત કરશે.
19 લોકોનું રેસ્ક્યુ કરાયું
સમગ્ર અકસ્માત વિશે જાણકારી મળતા 6 ફાયરબ્રિગેડની ગાડીઓ અને 4 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી છે. રેસ્ક્યુ ટીમે લોકોને બહાર કાઢવાનું કામ કર્યું હતુ. આગ લાગી તે દરમિયાન અંદાજે 19 લોકોને બચાવવામાં આવ્યા છે. જેમાં 10 મહિલા, 7 બાળકો અને 2 પુરુષ સામેલ હતા. તમને જણાવી દઈએ કે, PIMS સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે. આ શહેરની બે સૌથી જૂની હોસ્પિટલમાંથી એક છે. હોસ્પિટલની વેબસાઈટ મુજબ માતા અને બાળકોના વોર્ડમાં 156 બેડ હતા.
