AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઈરાને ઈઝરાયલ પર કર્યો મિસાઈલ અટેક, મિડિલ ઈસ્ટમાં ફરી વધ્યો તણાવ

ઈરાનની સેનાએ ઈઝરાયલને મોટી ચેતવણી આપતા કહ્યું કે, જો તેમણે લેબનાન પર પોતાના હુમલા રોક્યા નહી તો આનાથી પણ મોટો વિનાશકારી પ્રહારોનો સામનો કરવો પડશે. ઈરાને આરોપ લગાવ્યો કે, બેરુતના દક્ષિણી વિસ્તારને નિશાન બનાવી અને સાઉથ લેબનાનમાં હુમલા તેજ કરી ઈઝરાયલે તમામ સીમાઓ પાર કરી દીધી છે.

Breaking News : ઈરાને ઈઝરાયલ પર કર્યો મિસાઈલ અટેક, મિડિલ ઈસ્ટમાં ફરી વધ્યો તણાવ
| Updated on: Jun 08, 2026 | 8:08 AM
Share

ઈઝરાયલે રવિવારના રોજ કહ્યું કે, ઈરાને તેના પર મિસાઈલથી હુમલો કર્યો છે. જે એપ્રિલની શરુઆતમાં નાજુક યુદ્ધવિરામ લાગુ થયા બાદ તેના દ્વારા કરવામા આવેલો આ પહેલો હુમલો છે. આ હુમલાએ યુદ્ધનો અંત લાવવા માટે સોદો કરવાના પ્રયાસોને વધુ જટિલ બનાવ્યા છે. રવિવારે ઇઝરાયલે બેરુતના દક્ષિણ ઉપનગરો પર હુમલો કર્યા બાદ તેહરાને બદલો લેવાની ચેતવણી આપી હતી.

ઈઝરાયલે કહ્યું કે, આ હુમલો ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ દ્વારા દિવસમાં ઉત્તરી ઈઝરાયલ પર ગોળીબાર કરવાના જવાબમાં કર્યો હતો. બેરુત પર ઈઝરાયલનો હુમલો લેબનાન અને ઈઝરાયલની સરકાર વચ્ચે અમેરિકાની મેજબાનીમાં થયેલી વાતચીતમાં સંઘર્ષવિરામ પર સંમતિ બન્યાના થોડા દિવસ બાદ થયો. હિઝબુલ્લાહે આ કરારને રદ કર્યો હતો. લેબનાનના સ્વાસ્થ મંત્રાલયે કહ્યું કે, તેની એક રહેણાક ઈમારત પર કરવામાં આવેલા હુમલામાં 2 લોકોના મોત થયા છે અને 20 અન્ય ઈજાગ્રસ્ત થયા છે.

ઈરાનના હુમલાને કર્યો નિષ્ફળ

ઈઝરાયલી સેનાએ દાવો કર્યો કે, ઈરાન દ્વારા છોડેલી તમામ મિસાઈલો તેની એર ડિફેન્સ સિસ્ટમે સફળતાપૂર્વક ઈન્ટરસેપ્ટ કરી નષ્ટ કરી છે. તો ઈરાનની સેનાએ ઈઝરાયલને મોટી ચેતવણી આપતા કહ્યું કે, જો તેમણે લેબનાન પર પોતાનો આ હુમલો રોકયો નહી તો તેના પર હજુ વિનાશકારી પ્રહારોનો સામનો કરવો પડશે. ઈરાને આરોપ લગાવ્યો કે, બેરુતના દક્ષિણી ઉપનગરોને નિશાન બનાવી અને સાઉથ લેબનાનમાં હુમલા તેજ કરી ઈઝરાયલે તમામ હદો પાર કરી છે.

તેહરાનને બળવું પડશે

આ વચ્ચે ઈરાનની ઈસ્લામિક રિવોલ્ય ગાર્ડ કોર્પ્સે કહ્યું તેમણે અમેરિકાની સાથે યુદ્ધવિરામને આ શરત પર સ્વીકાર કર્યો હતો. આ તમામ મોર્ચો પર લાગુ થયેલા સિઝફાયર હશે. આઈઆરજીસીએ સંકેત આપ્યો કે, લેબનાનમાં જાહેર ઈઝરાયલી સૈન્ય કાર્યવાહી આ સમજને વિપરીત છે. બીજી બાજુ ઈઝરાયલના દક્ષિણીપંથી રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઈતામાર બેન-ગાવિરે ઈરાનના હુમલા પર તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તેહરાનને બળવું પડશે.

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે અગાઉ 2025 માં યુદ્ધ થયું હતું. ઈઝરાયલે 13 જૂન, 2025 ના રોજ સવારે ઈરાન પર હુમલા શરૂ કર્યા. વધુસમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">