AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂધ ગોળીઓ છોડીને લશ્કરના ટોચના કમાન્ડર શેખ યુસુફ આફ્રિદીના શરીરની ચારણી બનાવી નાખી

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં, લશ્કર-એ-તૈયબા (LeT) ના ટોચના કમાન્ડર શેખ યુસુફ આફ્રિદીની અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. શેખ યુસુફ આફ્રિદી, આતંકવાદી હાફિઝ સઈદના નજીકના સહયોગીઓમાંનો એક હોવાનું જાણવા મળ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલો અચાનક થયો હતો, જેના કારણે આફ્રિદીને બચવાનો કોઈ મોકો મળ્યો ન હતો.

Breaking News : પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂધ ગોળીઓ છોડીને લશ્કરના ટોચના કમાન્ડર શેખ યુસુફ આફ્રિદીના શરીરની ચારણી બનાવી નાખી
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2026 | 10:46 AM
Share

લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદના અન્ય એક નજીકના સહયોગીની પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા હત્યા કરવામાં આવી છે. સામે આવી રહેલા સનસનાટી ભર્યાં અહેવાલો અનુસાર, અજાણ્યા હુમલાખોરોએ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં શેખ યુસુફ આફ્રિદીની ગોળી મારીને હત્યા કરી હતી. આફ્રિદી લશ્કર-એ-તૈયબા (LeT) સંગઠનમાં ટોચના કમાન્ડર તરીકે ઓળખાય છે. સુરક્ષા સૂત્રોએ આ માહિતીની પુષ્ટિ કરી. આ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગોળીબાર અચાનક થયો હતો. હુમલાખોરોએ સતત ગોળીબાર કર્યો હતો, જેના કારણે આફ્રિદીને ભાગી જવાની કે છુપાઈ જવાની કોઈ તક જ મળી નહોતી. સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યાં સુધીમાં, હુમલાખોરો આ વિસ્તાર છોડીને પ્રાંતના દુર્ગમ વિસ્તારમાં ગાયબ થઈ ગયા હતા.

આ ઘટનાએ ફરી એકવાર પાકિસ્તાનમા્ં અજાણ્યા બંદૂકધારીઓને લઈને ભય ફેલાયો છે. કેટલાક અજાણ્યા બંદૂકધારીઓ પાકિસ્તાનની જ ધરતી પર પાકિસ્તાની આતંકવાદીઓને એક પછી એક એમ વ્યવસ્થિત રીતે ખતમ કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં છેલ્લા એક વર્ષમાં હિંસામાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યાં આતંકવાદીઓ અને સુરક્ષા કર્મચારીઓ બંનેને વારંવાર નિશાન બનાવવામાં આવ્યા છે. આ ચોક્કસ કિસ્સામાં, હુમલાની મોડસ ઓપરેન્ડી એ તરત જ શંકા ઉભી કરી છે કે તે પૂર્વયોજિત હત્યા હતી. જો કે, સુરક્ષા અધિકારીઓએ હજુ સુધી આફ્રિદીની હત્યા માટે કોઈ ચોક્કસ જૂથને જવાબદાર ઠેરવ્યું નથી. સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, શેખ યુસુફ આફ્રિદી લાંબા સમયથી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સક્રિય હતો અને લશ્કર-એ-તૈયબા (LeT) ના સંગઠનાત્મક માળખામાં એક મુખ્ય વ્યક્તિ માનવામાં આવતો હતો. ઓપરેશન સિંદૂર બાદ હાફિઝ સઈદ સાથેની તેની નિકટતાએ તેની હત્યા કરાઈ હોવાનું કમાન્ડરોના વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે.

પાકિસ્તાની સુરક્ષા સૂત્રોએ સંકેત આપ્યો છે કે, આફ્રિદીની હત્યા એક ચોક્કસ પેટર્નનો ભાગ છે. ફેબ્રુઆરી 2025 માં, લશ્કરે તૈયબાના રાજકીય પાંખના વડા અને સઈદના સાળા મૌલાના કાશિફ અલીની પણ ખૈબર પખ્તુનખ્વાના સ્વાબીમાં તેમના ઘરે અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. આ હુમલાખોરો કોઈ અતોપત્તો છોડ્યા વિના ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.

Breaking News : પાકિસ્તાનમાં અજાણ્યો વ્યક્તિ ફરી થયો સક્રિય, આતંકવાદી અમીર હમઝાને લાહોરમાં મારી ગોળી, જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે

Follow Us
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">