AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ચીની જાસૂસીનો નવો ખેલ ! ભારતીય નિવૃત્ત સૈનિક અધિકારીઓને આર્ટિકલ લખાવવાના બહાને ટાર્ગેટ

ભારતીય સેનાના નિવૃત્ત કર્નલે, પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે, આ વાતની પુષ્ટિ કરી છે કે તેમને ચીન સાથે જોડાયેલા લોકો દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે તેમને આર્ટિકલ લખાવવાના બહાને મોટી રકમ આપવાની ઓફર કરવામાં આવી હતી. આ ઓફર તેમને હોંગકોંગના કેટલાક વિદ્યાર્થીઓ તરીકે ઓળખ આપનાર વ્યક્તિઓ તરફથી મળી હતી.

Breaking News: ચીની જાસૂસીનો નવો ખેલ ! ભારતીય નિવૃત્ત સૈનિક અધિકારીઓને આર્ટિકલ લખાવવાના બહાને ટાર્ગેટ
Breaking News China Targeting Retired Indian Military Officers for Intelligence via Fake Article OffersImage Credit source: AI Generated
| Updated on: Apr 27, 2026 | 8:18 AM
Share

ચીન સાથે જોડાયેલી જાસૂસી પ્રવૃત્તિઓ અંગે એક ગંભીર અને ચોંકાવનારો ટ્રેન્ડ સામે આવ્યો છે, જેમાં ભારતીય સેનાના નિવૃત્ત અધિકારીઓને ખાસ કરીને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, આવા તત્વો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને પ્રોફેશનલ નેટવર્કિંગ સાઇટ્સનો ઉપયોગ કરીને પૂર્વ સૈનિક અધિકારીઓનો સંપર્ક કરે છે અને તેમને લેખ અથવા રિસર્ચ પેપર લખવાના બદલામાં આકર્ષક રકમની ઓફર આપે છે.

નિવૃત્ત સૈનિક અધિકારીઓને ફસાવવાનો પ્લાન શું છે?

શરૂઆતમાં આપવામાં આવતા વિષયો સામાન્ય હોય છે, જેમ કે આંતરરાષ્ટ્રીય સંબંધો, જીઓપોલિટિક્સ અથવા વૈશ્વિક સુરક્ષા મુદ્દાઓ. પરંતુ વિશ્વાસ જીત્યા બાદ ધીમે ધીમે ચર્ચા વધુ સંવેદનશીલ દિશામાં લઈ જવામાં આવે છે. તેમાં સૈન્ય નીતિઓ, રક્ષણ ખરીદીની પ્રક્રિયા, હથિયાર પ્રણાલીઓ, સૈનિકોની તૈનાતી અને ઓપરેશનલ વ્યૂહરચનાઓ જેવી ગુપ્ત ગણાતી માહિતીનો સમાવેશ થાય છે.

ચીન સાથે જોડાયેલા આર્ટિક્લ લખાવવા માટે પ્રતિ લેખ આશરે 300 થી 500 ડોલર જેટલી રકમ ઓફર કરી રહ્યા છે, જેને કારણે આ પ્રસ્તાવ શરૂઆતમાં આકર્ષક લાગે છે. સાથે જ તેઓ કન્સલ્ટન્ટ તરીકે જોડાવા માટે કાયદેસર કરાર કરવાની ઓફર પણ આપે છે, જેથી સમગ્ર પ્રક્રિયા વિશ્વસનીય જણાય. શરૂઆતમાં ચર્ચા સામાન્ય વિષયો જેવા કે આંતરરાષ્ટ્રીય સંબંધો અથવા જીઓપોલિટિક્સ પર આધારિત હોય છે, પરંતુ ધીમે ધીમે તે સંવેદનશીલ મુદ્દાઓ તરફ આગળ વધે છે. તેમાં રક્ષણ નીતિઓ, હથિયાર પ્રણાલીઓ, ડિફેન્સ ખરીદી પ્રક્રિયા, સૈનિક અભ્યાસ અને દળોની તૈનાતી જેવી મહત્વપૂર્ણ માહિતીનો સમાવેશ થાય છે, તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ સંબંધિત અંદરની માહિતી મેળવવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે.

કયા પ્લેટફોર્મ્સ કરી રહ્યા છે ઉપયોગ?

રિપોર્ટ મુજબ, ભારતમાં ડિફેન્સ પત્રકારો, સૈનિક વ્યૂહરચનાકારો અને નિવૃત્ત અધિકારીઓનો સંપર્ક WhatsApp, Facebook, LinkedIn અને Indeed જેવા પ્લેટફોર્મ્સ મારફતે કરવામાં આવ્યો છે. એક અહેવાલ અનુસાર, નિવૃત્ત રિયર એડમિરલ અને ભારતીય સેનાના પૂર્વ કર્નલે આવા પ્રસ્તાવો મળ્યાની પુષ્ટિ કરી છે.

નિવૃત્ત રિયર એડમિરલ ગિરીશ કુમાર ગર્ગનો સંપર્ક LinkedIn મારફતે હોંગકોંગના બે વ્યક્તિઓએ કર્યો હતો, જેમણે પોતાને હોંગકોંગ યુનિવર્સિટીના પીએચડી વિદ્યાર્થી તરીકે ઓળખાવ્યા હતા. તેઓએ દાવો કર્યો હતો કે તેઓ આંતરરાષ્ટ્રીય સંબંધો અને જીઓપોલિટિક્સ ક્ષેત્રમાં કાર્યરત એક એનજીઓ સાથે જોડાયેલા છે અને તેઓ ડિફેન્સ તથા જીઓપોલિટિક્સમાં નિષ્ણાત વ્યક્તિઓ સાથે કામ કરવાની ઇચ્છા ધરાવે છે.

સુરક્ષા નિષ્ણાતોનો મત

સુરક્ષા નિષ્ણાતોના મતે, આવી પ્રવૃત્તિઓ ધીમે ધીમે માહિતી એકત્ર કરવાની વ્યૂહરચના છે, જેમાં સામાન્ય વાતચીતથી શરૂઆત કરીને સંવેદનશીલ ડેટા સુધી પહોંચવાનો પ્રયાસ થાય છે. આ કારણે સુરક્ષા એજન્સીઓએ નિવૃત્ત સૈનિકોને સાવચેત રહેવાની સલાહ આપી છે અને કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે રક્ષણ સંબંધિત માહિતી શેર ન કરવાની ચેતવણી આપી છે.

આ સમગ્ર પરિસ્થિતિ દર્શાવે છે કે આધુનિક સમયમાં જાસૂસીના માધ્યમો બદલાઈ રહ્યા છે અને ડિજિટલ પ્લેટફોર્મ્સ તેનો મુખ્ય સાધન બની રહ્યા છે.

Follow Us
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
g clip-path="url(#clip0_868_265)">