AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: બૈસાખીના અવસરે 3000 ભારતીય શીખ શ્રદ્ધાળુઓ પાકિસ્તાનની જશે, જાણો આ યાત્રા શા માટે છે ખાસ

બૈસાખીના અવસરે ભારતમાંથી લગભગ 3000 શીખ શ્રદ્ધાળુઓ 10 એપ્રિલથી પાકિસ્તાન જશે અને નનકાના સાહિબ સહિતના મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોની મુલાકાત લેશે.

Breaking News: બૈસાખીના અવસરે 3000 ભારતીય શીખ શ્રદ્ધાળુઓ પાકિસ્તાનની જશે, જાણો આ યાત્રા શા માટે છે ખાસ
Breaking News 3000 Indian Sikh Pilgrims to Visit Pakistan for Baisakhi 2026 Will Visit Key Religious Sites know detailsImage Credit source: Social Media
| Updated on: Mar 31, 2026 | 11:25 AM
Share

બૈસાખીના પવિત્ર તહેવાર નિમિત્તે આ વર્ષે ફરી એકવાર આસ્થા અને શ્રદ્ધાથી ભવ્ય યાત્રા સરહદ પાર જશે. ભારતમાંથી લગભગ 3000 શીખ શ્રદ્ધાળુઓ પાકિસ્તાન જઈ તેમના પવિત્ર ધાર્મિક સ્થળોના દર્શન કરશે. આ યાત્રા 10 એપ્રિલથી શરૂ થવાની છે અને તેમાં અનેક ઐતિહાસિક ગુરુદ્વારાઓનો સમાવેશ થાય છે.

આ યાત્રાનો મુખ્ય આકર્ષણ 14 એપ્રિલે ઉજવાતો બૈસાખીનો તહેવાર રહેશે, જે પંજા સાહિબ ગુરુદ્વારામાં યોજાશે. દર વર્ષે યોજાતી આ ધાર્મિક યાત્રા આ વખતે પણ ખાસ ઉત્સાહ સાથે તૈયાર કરવામાં આવી રહી છે. પાકિસ્તાન સરકાર અને સંબંધિત સંસ્થાઓ દ્વારા યાત્રાને સફળ બનાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

Breaking News 3000 Indian Sikh Pilgrims to Visit Pakistan for Baisakhi 2026 Will Visit Key Religious Sites know details

પંજા સાહિબ ગુરુદ્વારા

પાકિસ્તાનના ઇવેક્યુઈ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડના પ્રતિનિધિઓએ માહિતી આપી છે કે યાત્રાળુઓના સ્વાગત માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. લાહોરમાં ઉચ્ચ સ્તરની બેઠક યોજાઈ હતી, જેમાં યાત્રાની વ્યવસ્થા, સુરક્ષા અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

શ્રદ્ધાળુઓ માટે કડક સુરક્ષા વ્યવસ્થા

પીટીઆઈ રિપોર્ટ અનુસાર, પ્રાંતીય મંત્રી ખ્વાજા સલમાન રફીક અને પ્રાંતીય મંત્રી, પાકિસ્તાન શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના પ્રમુખ સરદાર રમેશ સિંહ અરોરા બેઠકમાં હાજર હતા. ઈટિપિબીએ (ETPB)ના એડિશનલ સેક્રેટરી (શ્રાઇન) નાસિર મુશ્તાકે યાત્રાળુઓ માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ વિશે વિગતવાર માહિતી આપી. તેમણે જણાવ્યા કે ભારત અને સમગ્ર વિશ્વમાંથી શીખ યાત્રીઓ બૈસાખી ઉત્સવમાં ભાગ લેશે. આ દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે કડક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. ઉપરાંત, આરોગ્ય સેવાઓ, શ્રેષ્ઠ પરિવહન અને રહેવાની વ્યવસ્થા પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

આ સ્થળોના કરશે દર્શન

Breaking News 3000 Indian Sikh Pilgrims to Visit Pakistan for Baisakhi 2026 Will Visit Key Religious Sites know details

નનકાના સાહિબ ગુરુદ્વારા

આ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ પાકિસ્તાનના અનેક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોની મુલાકાત લેશે. જેમાં નનકાના સાહિબ, ફરુખાબાદ, શેખુપુરા, કર્તારપુર, એમિનાબાદ અને લાહોર જેવા સ્થળોનો સમાવેશ થાય છે. આ તમામ સ્થળો શીખ ધર્મના ઈતિહાસ સાથે જોડાયેલા છે અને અત્યંત પવિત્ર માનવામાં આવે છે.

પાકિસ્તાનની છબી સુધારવાનો પ્રયાસ

પાકિસ્તાનના શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના પ્રતિનિધિઓએ જણાવ્યું કે બૈસાખી જેવા અવસર દ્વારા દેશની સકારાત્મક છબી વિશ્વ સમક્ષ રજૂ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. સરકારે આંતરરાષ્ટ્રીય મહેમાનોને પરંપરાગત રીતે આવકારવા માટે ખાસ તૈયારીઓ કરી છે.

કેમ ખાસ છે બૈસાખી?

બૈસાખી માત્ર ધાર્મિક તહેવાર જ નથી, પરંતુ ખેતી માટે પણ મહત્વપૂર્ણ છે. આ દિવસ પાક કાપણીની શરૂઆતનો પ્રતિક છે. શીખ સમુદાય માટે આ દિવસ ખાસ છે કારણ કે આ જ દિવસે ખાલસા પંથની સ્થાપના થઈ હતી.

તણાવનો અસર

આ વર્ષે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના તણાવનો અસર યાત્રા પર જોવા મળી રહ્યો છે. ઘણા શ્રદ્ધાળુઓમાં સુરક્ષા અંગે ચિંતીત છે. જેના કારણે આ વર્ષે છેલ્લા વર્ષની તુલનામાં ઓછા લોકોએ વિઝા માટે અરજી કરી છે. છેલ્લા વર્ષે હજારો અરજી આવી હતી, જ્યારે આ વર્ષે અંદાજે 3000 જેટલા જ લોકોએ અરજી કરી છે.

વૈભવ સૂર્યવંશી જેવા ચોગ્ગા અને છગ્ગા તમારુ બાળક પણ મારે તેવુ ઇચ્છો છો? અમદાવાદની આ એકેડમી છે બેસ્ટ

Follow Us
ડિજિટલ એરેસ્ટમાંથી છુટકારો: દીકરી અને પાડોશીની સતર્કતાથી 23 લાખ બચ્યા
ડિજિટલ એરેસ્ટમાંથી છુટકારો: દીકરી અને પાડોશીની સતર્કતાથી 23 લાખ બચ્યા
ચાના શોખીનો સાવધાન! હૈદરાબાદમાં 3 હજાર કિલો નકલી ચાનો જથ્થો ઝડપાયો
ચાના શોખીનો સાવધાન! હૈદરાબાદમાં 3 હજાર કિલો નકલી ચાનો જથ્થો ઝડપાયો
વાપી GIDCમાં ભીષણ આગ: ટેક્સટાઇલ કંપનીમાં અફરાતફરી, ફાયર ફાઈટરો મેદાને
વાપી GIDCમાં ભીષણ આગ: ટેક્સટાઇલ કંપનીમાં અફરાતફરી, ફાયર ફાઈટરો મેદાને
ગીરમાં શિકાર પડતો મુકી અચાનક આ બાળકી પાછળ દોડ્યો સિંહ- જુઓ Video
ગીરમાં શિકાર પડતો મુકી અચાનક આ બાળકી પાછળ દોડ્યો સિંહ- જુઓ Video
સુરતમાં સગીરાની છેડતી બાદ ભડક્યો આક્રોશ, સમાજના લોકોમાં રોષ
સુરતમાં સગીરાની છેડતી બાદ ભડક્યો આક્રોશ, સમાજના લોકોમાં રોષ
AAPના હવાલાકાંડનો વધુ એક વીડિયો વાયરલ
AAPના હવાલાકાંડનો વધુ એક વીડિયો વાયરલ
અરવલ્લીના હફશાબાદ ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રોષ
અરવલ્લીના હફશાબાદ ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રોષ
આ બટન નહીં દબાવે તો વોટ ઉમેદવારને પહોંચશે નહીં
આ બટન નહીં દબાવે તો વોટ ઉમેદવારને પહોંચશે નહીં
Breaking News : આ વર્ષે વહેલુ બેસશે ચોમાસુ, IMDની આગાહી
Breaking News : આ વર્ષે વહેલુ બેસશે ચોમાસુ, IMDની આગાહી
તમે એકાંતમાં થોડો સમય વિતાવશો, રોકાણનો લાભ મળવાની શક્યતા છે
તમે એકાંતમાં થોડો સમય વિતાવશો, રોકાણનો લાભ મળવાની શક્યતા છે
g clip-path="url(#clip0_868_265)">