AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શેખ હસીના નહીં, આ ચાર મહિલાઓ બાંગ્લાદેશમાં કટ્ટરપંથી રાજકારણનો લાવશે અંત, જાણો કોણ છે ?

શેખ હસીનાની ગેરહાજરીમાં બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓના પુનરાગમનની આશંકા હતી. પરંતુ હવે ચાર શક્તિશાળી મહિલા નેતાઓએ ખુલ્લેઆમ કટ્ટરવાદ સામે મોરચો માંડ્યો છે.

શેખ હસીના નહીં, આ ચાર મહિલાઓ બાંગ્લાદેશમાં કટ્ટરપંથી રાજકારણનો લાવશે અંત, જાણો કોણ છે ?
| Updated on: Dec 29, 2025 | 4:03 PM
Share

એક સમય હતો જ્યારે બાંગ્લાદેશમાં કટ્ટરપંથી નેતાઓના રાજકારણને રોકવાની જવાબદારી શેખ હસીનાએ સંભાળી હતી. તેમના શાસનકાળ દરમિયાન કટ્ટરવાદી તત્વો ન તો ચૂંટણી મેદાનમાં સફળ થઈ શક્યા અને ન તો રાજકીય રીતે મજબૂત બની શક્યા. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. શેખ હસીના હાલ ચૂંટણી મેદાનની બહાર છે અને તેમની પાર્ટી અવામી લીગ પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકાયો છે.

આ પરિસ્થિતિમાં એવું માનવામાં આવતું હતું કે કટ્ટરપંથી નેતાઓ માટે બાંગ્લાદેશની રાજનીતિમાં ફરી પ્રવેશ કરવાની તક મળશે. પરંતુ તાજેતરના સમયમાં ચાર મહિલા નેતાઓએ ખુલ્લેઆમ કટ્ટરવાદ સામે મોરચો ખોલીને રાજકીય સમીકરણ બદલી નાખ્યું છે. આ મહિલાઓના પ્રવેશથી કટ્ટરપંથીઓના રાજકીય ભવિષ્ય પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ ચાર મહિલાઓ બાંગ્લાદેશની આવનારી ચૂંટણીમાં તે ભૂમિકા ભજવી શકે છે, જે ભૂમિકા અગાઉ શેખ હસીનાએ ભજવી હતી. તેમની સક્રિયતા અને વ્યૂહરચનાથી કટ્ટરવાદી રાજકારણને મોટો પડકાર મળ્યો છે.

शेख हसीना नहीं, बांग्लादेश के कट्टरपंथियों की सियासत खत्म करेंगी ये 4 महिला

ઝુબૈદા રહેમાન: BNPની રણનીતિની મુખ્ય કડી

ઝુબૈદા રહેમાન, તારિક રહેમાનની પત્ની, શેખ હસીનાની સત્તા બાદ બાંગ્લાદેશી રાજકારણમાં સક્રિય થઈ છે. BNPમાં ટિકિટ વિતરણથી લઈને ચૂંટણી પ્રચારની રણનીતિ તૈયાર કરવામાં ઝુબૈદાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. તેમની પહેલ પર BNPએ આ ચૂંટણીમાં 10 મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, જે પાર્ટીની નવી દિશા દર્શાવે છે.

તસ્નીમ ઝારા: કટ્ટરવાદ સામે ખુલ્લો બળવો

તસ્નીમ ઝારા NCPની ફાયરબ્રાન્ડ મહિલા નેતા તરીકે ઓળખાય છે. જ્યારે તાજેતરમાં જમાત-એ-ઇસ્લામી અને NCP વચ્ચે ગઠબંધનની જાહેરાત થઈ, ત્યારે તસ્નીમ ઝારાએ તેનો ખુલ્લેઆમ વિરોધ કર્યો. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કટ્ટરવાદ સામે ચૂંટણી લડશે. ચર્ચા છે કે તસ્નીમ ઢાકા-17 મતવિસ્તારમાંથી જમાતના અમીર સામે ચૂંટણી લડી શકે છે.

તજનુભા જબીન: આંદોલનમાંથી ચૂંટણી સુધી

તસ્નીમ ઝારા સાથે જ તજનુભા જબીને પણ NCPમાં બળવો શરૂ કર્યો છે. તેઓ શેખ હસીનાના વિરોધમાં થયેલા આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી ચૂક્યા છે. નાહિદ ઇસ્લામની જેમ, તજનુભા પણ આંદોલનમાંથી રાજકારણમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ ઢાકાના એક મહત્વપૂર્ણ મતવિસ્તારમાંથી ચૂંટણી લડશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઝૈમા રહેમાન: યુવા મતદારોની આશા

ઝૈમા રહેમાન, તારિક રહેમાનની પુત્રી, ચૂંટણી પ્રચારનું નેતૃત્વ સંભાળશે. લંડનમાં કાયદાનો અભ્યાસ કરેલી ઝૈમાને બાંગ્લાદેશમાં “મિસ્ટ્રી ગર્લ” તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ખાસ કરીને યુવા અને નવા મતદારોને જોડવાની જવાબદારી સંભાળી રહી છે. સોશિયલ મીડિયા પર તેમની સક્રિયતા તેમને સતત ચર્ચામાં રાખે છે.

અમેરિકામાં એન્ટ્રી એક્ઝિટ માટે લાગુ થયા નવા નિયમો, જણાવ માટે અહીં ક્લિક કરો..

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માનવ મહેરામણ ઉમટ્યું, ડિસેમ્બરમાં લાખોની ભીડ
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માનવ મહેરામણ ઉમટ્યું, ડિસેમ્બરમાં લાખોની ભીડ
ફાર્મા ફેક્ટરીમાં બનતો હતો નશો!, 22 કિલો અલ્પ્રાઝોલમ કર્યો જપ્ત
ફાર્મા ફેક્ટરીમાં બનતો હતો નશો!, 22 કિલો અલ્પ્રાઝોલમ કર્યો જપ્ત
ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરાયો
ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરાયો
આજનું હવામાન : ગુજરાતના મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો
આજનું હવામાન : ગુજરાતના મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો
દ્વારકામાં છેતરપિંડી અને કાળી કરતૂતનો પર્દાફાશ - જુઓ Video
દ્વારકામાં છેતરપિંડી અને કાળી કરતૂતનો પર્દાફાશ - જુઓ Video
પ્રેમલગ્ન બાદ પાટીદાર સમાજના રોષનો ભોગ બનેલી ગાયિકા આરતીએ ઠાલવી વેદના
પ્રેમલગ્ન બાદ પાટીદાર સમાજના રોષનો ભોગ બનેલી ગાયિકા આરતીએ ઠાલવી વેદના
તમિલનાડુ પોલીસ સુરતના વેપારીઓને કરી રહી પરેશાન, એકાઉન્ટ કર્યા ફ્રિઝ
તમિલનાડુ પોલીસ સુરતના વેપારીઓને કરી રહી પરેશાન, એકાઉન્ટ કર્યા ફ્રિઝ
ગેરકાયદેસર પશુ હેરાફેરી રોકાઈ: અડાલજ ખાતે 16 પશુઓનો બચાવ
ગેરકાયદેસર પશુ હેરાફેરી રોકાઈ: અડાલજ ખાતે 16 પશુઓનો બચાવ
હવે કાશ્મીર નહીં, સુરતમાં જ જોવા મળશે ‘વેલી ઓફ ફ્લાવર્સ
હવે કાશ્મીર નહીં, સુરતમાં જ જોવા મળશે ‘વેલી ઓફ ફ્લાવર્સ
કપાતર છોકરાઓએ માતાને મિલકત માટે આપ્યો માનસિક ત્રાસ
કપાતર છોકરાઓએ માતાને મિલકત માટે આપ્યો માનસિક ત્રાસ
g clip-path="url(#clip0_868_265)">