Breaking News: સીઝફાયરની ઘોષણા થતા જ પહેરેલ કપડે બાંગ્લાદેશથી પાકિસ્તાન ભાગ્યો રાજદૂત, 23 વર્ષની યુવતી છે આ ઘટનાનું મુખ્ય કેન્દ્ર
ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન બાંગ્લાદેશની એક ઘટનાએ દરેક લોકોનું ધ્યાન ખેંચ્યુ છે. ઢાકામાં પાકિસ્તાની રાજદૂતને અચાનક ઈસ્લામાબાદ બોલાવી લેવામાં આવ્યા છે. ભારત પાકિસ્તાન વચ્ચે જેવી સીઝફાયરની ઘોષણા થઈ કે પાકિસ્તાની રાજદૂત ટીશર્ટ પહેરીને જ બાંગ્લાદેશ ભાગ્યા છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે 23 વર્ષની એક યુવતી મુખ્ય કેન્દ્ર છે. ત્યારે આવો જાણીએ શું આ સમગ્ર ઘટનાક્રમ

ભારત પાકિસ્તાન વચ્ચે 10મી મે એ સીઝફાયરની જાહેરાત કરવામાં આવી છે. તેના પડઘા બાંગ્લાદેશમાં પડ્યા છે કારણ કે સીઝફાયર થતા જ બાંગ્લાદેશમાં રહેલા પાકિસ્તાની રાજદૂતને તાત્કાલિક રવાના કરી દેવાયા છે. અચાનક ઘટેલા આ ઘટનાક્રમ પાછળની અંદરની હકીકતો શું તે પણ જાણી લો..
પાકિસ્તાની રાજદૂતની બાંગ્લાદેશમાંથી થઈ અચાનક વાપસી
બાંગ્લાદેશમાં પાકિસ્તાનના રાજદૂત સૈયદ અહમદ મારૂફ 11 મે એ રજાઓ માટે ઈસ્લામાબાદ પરત ફર્યા છે. નોર્થ ઈસ્ટ ન્યૂઝની તેની રિપોર્ટમાં મારૂફે પાકિસ્તાન પરત ફરવાની પુષ્ટિ કરી છે. સૂત્રોના હવાલાથી જાણવા મળ્યુ છે કે મારુફને બાંગ્લાદેશની બેંકની એક 23 વર્ષિય મહિલા કર્મચારી સાથેના સંબંધોના પગલે દેશ છોડીને ભાગવુ પડ્યુ છે.
ટીશર્ટ- જીન્સમાં જ ભાગ્યા પાકિસ્તાની રાજદૂત મારૂફ
પાકિસ્તાની રાજદૂત જમાત-એ-ઈસ્લામી અને અરાકાન રોહિંગ્યા સાલ્વેશન આર્મીના પ્રતિનિધિને મળવા દરિયાકાંઠાના એક શહેર કૉક્સ બજારમાં હતા, ત્યાંથી જ તેમને પાકિસ્તાન માટે રવાના થવુ પડ્યુ હતુ. એવુ કહેવાય છે કે મારુફને કપડા બદલવા માટેનો પણ સમય આપવામાં ન આવ્યો અને તેઓ ટીશર્ટ અને જીન્સમાં જ પાકિસ્તાન માટે રવાના થઈ ગયા. પાકિસ્તાની રાજદૂત સાથે આ પ્રકારનો વ્યવહાર 23 વર્ષિય બેંકકર્મી યુવતી સાથેના સંબંધોને પગલે કરવામાં આવ્યો છે. ત્યારે મારૂફને પહેરેલ કપડે હાલતો બાંગ્લાદેશ છોડવાની ફરજ પડી છે અને એ ફરજ પણ બાંગ્લાદેશની વચગાળાની સરકાર દ્વારા પડી છે. જેમની આજકાલ ઉઠકબેઠક પાકિસ્તાનના નેતાઓ સાથે વધુ થઈ રહી છે.
બાંગ્લાદેશના આર્મી ચીફની અમેરિકા યાત્રા બીજીવાર યુનુસે અટકાવી દીધી
બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકાર ઉઝ-જમાની આ 11 મે એ અમેરિકા જવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ જ તેમની યાત્રા રદ થઈ ગઈ છે. એવુ મનાઈ રહ્યુ છે કે વચગાળાની સરકારના મુખિયાએ આર્મી ચીફને અમેરિકાની યાત્રાએ જવાની મનાઈ ફરમાવી દીધી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ છેલ્લા દોઢ મહિનામાં આવુ બીજીવાર થયુ છે, જ્યારે મોહમ્મદ યુનુસે સેના પ્રમુખ જનરલ ઉઝ-જમાનના કામમાં વિક્ષેપ લાવવાનો પ્રયાસ કર્યો છે. નોર્થ ઈસ્ટ ન્યૂઝે વચગાળાની સરકારના સૂત્રોના હવાલાથી આ જાણકારી આપી છે. આ સાથે જ બાંગ્લાદેશમાં પાકિસ્તાન સાથે સંબંધિત પણ એક મહત્વપૂર્ણ ઘટના ઘટી છે.
આર્મી ચીફની સામે પડ્યા યુનુસ
નોર્થ ઈસ્ટ ન્યૂઝે બાંગ્લાદેશના સેના પ્રમુખ વિશે મોટી જાણકારી આપતા જણાવ્યુ કે યુનુસ સરકાર આર્મી ચીફ વિરુદ્ધ કામ કરી રહી છે. પરંતુ તેમની યોજના સફળ નથી થઈ રહી કારણ કે જનરલ જમાનને વરિષ્ઠ અધિકારીઓ અને ઓછામાં ઓછા 6 જનરસ ઓફિસર કમાન્ડીંગ (GOC) વચ્ચે ઘણો પ્રભાવ અને સમર્થન પ્રાપ્ત છે.
જનરલ જમાન અમેરિકામાં લેન્ડ ફોર્સિસ પેસેફિક સંગોષ્ઠી અને પ્રદર્શની- 25 માં સામેલ થવાના હતા. આ ચાર દિવસીય સંમેલન 11 મે એ હવાઈના હોનોલુલુમાં શરૂ થવાનું હતુ. જનરલ જમાન તુર્કી ઍરલાઈન્સની ફ્લાઈટથી અમેરિકા જવાના હતા. પરંતુ યુનુસે તેમને મૌખિક રીતે અમેરિકાની યાત્રાએ ન જવાનું કહ્યુ.
