શું અમેરિકા પાકિસ્તાનના પરમાણુ હથિયાર પર કબજો કરવા માગે છે? શું હોય છે બેકડોર કંટ્રોલ?
પાકિસ્તાન જેવા દેશ પાસે ન્યૂક્લિયર હથિયારો હોવા એ વાંદરાના હાથમાં હથિયારો હોવા બરાબર છે. આથી જ છેલ્લા ઘણા સમયથી અમેરિકા પાકિસ્તાનના પરમાણુ વેપન્સ પર બેકડોર કંટ્રોલ મેળવવાની કોશિશ કરી રહ્યુ છે પરંતુ તેમા તે સફળ થયુ નથી. આજે આ આર્ટિકલમાં આપણે જાણશું કે પાકિસ્તાને તેના પરમાણુ હથિયારોને કેટલા સુરક્ષિત રાખ્યા છે અને શું હોય છે બેકડોર કંટ્રોલ? શું કોઈ દેશને તે મળી શકે? તે મેળવવાની શું હોય છે પ્રોસિઝર?

ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર અને તેના અનેક ઍરબેઝ પર પણ હુમલા કર્યા. જેમાથી અનેક વિસ્તારો પરમાણુ સ્ટોરેજ સાથે જોડાયેલા હતા. ખાસ કરીને નૂરખાન ઍરબેઝ પર મચેલી તબાહી બાદ ચિંતા વધુ ઘેરી બની કે પાકિસ્તાનમાં પરમાણુ હથિયારો કેટલા સુરક્ષિત છે? તમામ ન્યૂક્લિયર પાવર દેશોમાં પાકિસ્તાન સૌથી વધુ જોખમી દેશ ગણાય છે. વાંદરાના હાથમાં અસ્ત્રો આવી જવો અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે. કંઈક આવો જ ડર પાકિસ્તાનના પરમાણુ સંપન્ન થયા બાદ દુનિયાને સતાવી રહ્યો છે. આ એક પાવર(શક્તિ) તો છે જ પરંતુ શું તેને સંભાળીને રાખવાની કે સાચવવાની શક્તિ પણ તેની પાસે છે ખરી? કોઈપણ સમસ્યા આવી નથી કે તરત જ પરમાણુ હથિયારોની ધમકી આપવાનું શરૂ કરી દે છે. દેશમાં રાજકીય પરિસ્થિતિ ખાસ કંઈ સારી નથી. આવી સ્થિતિમાં અમેરિકા અનેકવાર તેના પર...
