AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વૈશ્વિક તેલ માર્ગ પર ખતરો ! હોર્મુઝમાં એકસાથે 3 જહાજને બનાવાયા નિશાન, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવની અસર હવે સમુદ્રમાં પણ જોવા મળી રહી છે. વિશ્વના સૌથી વ્યસ્ત ગણાતા હોર્મુઝ દરિયાઈ માર્ગ પર ત્રણ કન્ટેનર જહાજને નિશાન બનાવીને ગોળીબાર કરવાની ઘટના સામે આવી છે.

Breaking News: વૈશ્વિક તેલ માર્ગ પર ખતરો ! હોર્મુઝમાં એકસાથે 3 જહાજને બનાવાયા નિશાન, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Image Credit source: AI Generated
| Updated on: Apr 22, 2026 | 4:54 PM
Share

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે હોર્મુઝની સામુદ્રધુનીમાં ત્રણ કન્ટેનર જહાજ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. આ વિસ્તાર વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પૈકીનો એક છે, જ્યાંથી વૈશ્વિક તેલ અને ગેસનો મોટો હિસ્સો પસાર થાય છે. દરિયાઈ સુરક્ષા એજન્સીઓ અને યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO) અનુસાર, બુધવારે ઓછામાં ઓછા ત્રણ જહાજ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ હુમલામાં રોકેટ-પ્રોપેલ્ડ ગ્રેનેડ (RPG) અને ગોળીઓનો ઉપયોગ થયો હતો.

પહેલો હુમલો ઓમાનના ઉત્તર-પૂર્વમાં થયો હતો, જ્યાં લાઇબેરિયાના ધ્વજ ધરાવતા એક કન્ટેનર જહાજના બ્રિજ (જહાજનું કંટ્રોલ રૂમ) ને નુકસાન થયું હતું. જહાજના કેપ્ટને જણાવ્યું કે, એક ગનબોટ ઝડપથી તેમની તરફ આગળ વધી અને કોઈ પણ ચેતવણી વગર ફાયરિંગ શરૂ કરી દીધું. રાહતની વાત એ રહી કે, આ હુમલામાં કોઈ આગ કે પર્યાવરણીય નુકસાન થયું નથી અને તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત છે.

બીજી ઘટનામાં પનામાનો ધ્વજ ધરાવતું એક જહાજ ઈરાનના પશ્ચિમમાં લગભગ 8 નોટિકલ માઈલના અંતરે ફાયરિંગનો શિકાર બન્યું હતું. જો કે, આ જહાજને કોઈ નુકસાન થયું નથી અને તમામ સ્ટાફ સુરક્ષિત રહ્યો હતો.

ત્રીજી ઘટનામાં અન્ય એક લાઇબેરિયાના ધ્વજ ધરાવતા જહાજ પર ત્યારે ગોળીબાર થયો, જ્યારે તે સ્ટ્રેટ (સામુદ્રધુની) માંથી બહાર નીકળી રહ્યું હતું. આ જહાજે સુરક્ષા માટે મધદરિયે રોકાઈ જવાનો નિર્ણય લીધો હતો. આમાં પણ કોઈ નુકસાન થયું નથી અને ક્રૂ સુરક્ષિત છે. રિપોર્ટ અનુસાર, એક જહાજે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ને માહિતી આપી હતી કે, એક શંકાસ્પદ ગનબોટ તેમની તરફ આગળ વધી રહી હતી, જેના થોડા સમય બાદ હુમલો થયો હતો.

Breaking News : ઈરાનની નવી સ્ટ્રેટેજી, હોર્મુઝ સ્ટ્રેટ માટે 12-મુદ્દાનો નવો નિયમ તૈયાર કર્યો, આ દેશોએ ચુકવવો પડશે ટોલ

Follow Us
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
પોલીસ પર પથ્થરમારો કરનારા આરોપી સદ્દામ અંસારીની ધરપકડ!
પોલીસ પર પથ્થરમારો કરનારા આરોપી સદ્દામ અંસારીની ધરપકડ!
g clip-path="url(#clip0_868_265)">