Rahul Gandhi કેસ પર નજર રાખી રહ્યું છે અમેરિકા, કહ્યું- લોકશાહીમાં કોર્ટનું સન્માન જરૂરી

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે સોમવારે કહ્યું કે, અમે ભારતીય કોર્ટમાં રાહુલ ગાંધીના કેસ પર નજર રાખી રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમેરિકા અભિવ્યક્તિની સ્વતંત્રતા અને લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધતા પર ભારત સરકારની સાથે છે.

Rahul Gandhi કેસ પર નજર રાખી રહ્યું છે અમેરિકા, કહ્યું- લોકશાહીમાં કોર્ટનું સન્માન જરૂરી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2023 | 3:12 PM

રાહુલ ગાંધીને લઈને દેશમાં ઉભા થઈ રહેલા વિવાદ પર અમેરિકા સહિત ઘણા દેશો પણ નજર રાખી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મોદી સરનેમ અંગેની ટિપ્પણીને કારણે સંસદ સભ્યપદ ગુમાવવા પર અમેરિકા ચાંપતી નજર રાખી રહ્યું છે. જો કે અમેરિકા આ ​​મામલામાં દખલગીરી કરવાનો બિલકુલ ઇરાદો ધરાવતું નથી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, અમેરિકા ભારતીય અદાલતોમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ચાલી રહેલા કેસ પર નજર રાખી રહ્યું છે.

આ પણ વાચો: મહારાષ્ટ્ર્માં બદલાઈ રહ્યુ છે રાજકારણ ! રાહુલ ગાંધી પર ગરમ, ભાજપ પર નરમ પડ્યા ઠાકરે

રસ્તા પર અંતિમયાત્રા જોવી એ શું સંકેતો આપે છે?
ઘોડાની નાળમાંથી બનેલી વીંટી પહેરવી યોગ્ય છે કે અયોગ્ય? પ્રેમાનંદ મહારાજે આપ્યો સચોટ જવાબ
Mauni Amavasya 2025: મૌની અમાસ પર બની રહ્યો ત્રિવેણી યોગ! આ 5 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ
Tech Tips: Phoneમાં નથી આવતુ નેટવર્ક? તો બસ કરી લો આ કામ
આજનું રાશિફળ તારીખ : 23 જાન્યુઆરી, 2025
Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો

અમેરિકી વિદેશ વિભાગના મુખ્ય નાયબ પ્રવક્તા વેદાંત પટેલે જણાવ્યું હતું કે, અમે લોકતાંત્રિક મૂલ્યો જાળવવા માટે ભારત સરકારના સતત સંપર્કમાં છીએ. તેમણે કહ્યું કે અમેરિકા ભારતની સાથે છે. કાયદાનું શાસન અને ન્યાયિક સ્વતંત્રતાનું સન્માન એ કોઈપણ દેશની લોકશાહીના પાયાના પથ્થરો છે અને અમે ભારતીય અદાલતમાં રાહુલ ગાંધીનો કેસ જોઈ રહ્યા છીએ.

મહત્વનું છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શુક્રવારે તેમની ‘મોદી સરનેમ’ ટિપ્પણી પર ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યાની તારીખથી લોકસભાના સભ્ય (MP) તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી કેરળની વાયનાડ સીટથી સાંસદ હતા.

ભારત સરકાર સાથે અમેરિકા

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે સોમવારે કહ્યું કે, અમે ભારતીય અદાલતોમાં રાહુલ ગાંધીના કેસ પર નજર રાખી રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમેરિકા અભિવ્યક્તિની સ્વતંત્રતા અને લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધતા પર ભારત સરકારની સાથે છે. તેમણે કહ્યું કે, કાયદાનું સન્માન અને ન્યાયતંત્રની સ્વતંત્રતા એ કોઈપણ લોકશાહીનો આધાર છે. તમને જણાવી દઈએ કે મોદી સરનેમ પર નિવેદન આપ્યા બાદ સુરત પશ્ચિમના બીજેપી ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ અપરાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

અમેરિકામાં હિંસાનો અસ્વીકાર

અમેરિકામાં ભારતીય દૂતાવાસમાં વિરોધ દરમિયાન થયેલી હિંસક ઘટનાઓ પર વેદાંત પટેલે કહ્યું કે, હિંસા કે ધમકીઓ કોઈપણ રીતે સ્વીકાર્ય નથી અને અમે તેને સહન કરીશું નહીં. તેમણે કહ્યું કે, અમે રાજનાયીકાની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. આ સાથે તેમને મીડિયા સાથેની હિંસાની ઘટનાઓની પણ નિંદા કરી હતી.

g clip-path="url(#clip0_868_265)">