AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્ર્માં બદલાઈ રહ્યુ છે રાજકારણ ! રાહુલ ગાંધી પર ગરમ, ભાજપ પર નરમ પડ્યા ઠાકરે

બાળાસાહેબ ઠાકરેની હિન્દુત્વની રાજનીતિના વીર સાવરકર આદર્શ રહ્યા છે. સવાલ એ છે કે રાહુલ ગાંધીના સાવરકર વિરોધી વિચારોને ધ્યાનમાં રાખીને ઉદ્ધવ ઠાકરે માટે મુશ્કેલ સમય આવ્યો છે. તેઓ કોંગ્રેસ સાથે કેવી રીતે રહી શકે ? ઉદ્ધવ ઠાકરે સત્તા જાળવે કે સિદ્ધાંતો ?

મહારાષ્ટ્ર્માં બદલાઈ રહ્યુ છે રાજકારણ ! રાહુલ ગાંધી પર ગરમ, ભાજપ પર નરમ પડ્યા ઠાકરે
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2023 | 6:51 AM
Share

26 માર્ચે માલેગાંવ રેલીમાં ઉદ્ધવ ઠાકરેએ તેમના ભાષણમાં રાહુલ ગાંધીનું નામ લીધા વિના સ્પષ્ટ કહ્યું હતું કે વીર સાવરકરનું અપમાન સહન કરવામાં નહીં આવે. આ પછી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ મહાવિકાસ આઘાડીની બેઠક યોજવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઉદ્ધવ ઠાકરેએ તેનાથી અંતર રાખ્યું. આ પછી સોમવારે સાંજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિલ્લીમાં વિપક્ષી દળોની બેઠકનું આયોજન કર્યું. તેમાં પણ શિવસેનાએ ગેરહાજર રહેવાનો નિર્ણય લીધો. શું ઉદ્ધવ ઠાકરે, વીર સાવરકરના બહાને કોંગ્રેસ અને અઘાડીથી અલગ થવાનું બહાનું શોધી રહ્યા છે ?

આ પણ વાંચોઃ વીર સાવરકર મુદ્દે ઉદ્ધવ જૂથનું કોંગ્રેસ વિરૂદ્ધ આક્રમક વલણ, ખડગેની બેઠકમાં હાજર ન થવાનો કર્યો નિર્ણય

મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન પછી પહેલીવાર ઉદ્ધવ ઠાકરે 23 માર્ચે વિધાન ભવનની અંદર જતા સમયે દેવેન્દ્ર ફડણવીસ સાથે હસતા અને ઘણી વાતો કરતા જોવા મળ્યા હતા. ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને વિધાન પરિષદમાં મંત્રી સુધીર મુનગંટીવારે પણ કહ્યું હતું કે, જ્યાં સુધી ડાળી ક્યા સુધી થડથી અલગ રહી શકે. હજુ પણ સમય છે – ચાલો હવે પાછા જઈએ. એટલે કે એક તરફ કોંગ્રેસ અને ઠાકરે જૂથની મહાવિકાસ આઘાડી વચ્ચેનું અંતર વધી રહ્યું છે તો બીજી તરફ ભાજપ સાથેનું અંતર ઘટાડવાની પહેલ પણ દેખાઈ રહી છે.

2 એપ્રિલે એમવીએની પ્રથમ સંયુક્ત રેલીમાં ઠાકરેના સ્ટેન્ડ પર સૌની નજર

મહાવિકાસ અઘાડીની પહેલી સંયુક્ત રેલી 2જી એપ્રિલે પરલીમાં યોજાવાની છે. મહાવિકાસ આઘાડીએ શિંદે-ભાજપ સરકાર વિરુદ્ધ રાજ્યભરમાં મોટી સભાઓ યોજવાની યોજના બનાવી છે, તે સભાઓના પોસ્ટરો અને બેનરોમાં કેન્દ્રમાં ઉદ્ધવ ઠાકરેનો ચહેરો રાખવામાં આવ્યો છે.

હવે ઠાકરે એમવીએના કેન્દ્રમાં છે. તેથી, જો તેઓ મહાવિકાસ અધાડી છોડવા માંગતા હોય તો પણ તે તેમના માટે સરળ નહીં હોય. કોંગ્રેસે પણ શિવસેનાને ઘેરવાનું શરૂ કર્યું છે. પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ નિવેદન આપ્યું છે કે, ટૂંક સમયમાં ઉદ્ધવ ઠાકરે અને રાહુલ ગાંધી એકબીજાને મળશે અને વાત કરશે. સંજય રાઉતે કોંગ્રેસને દિલ્લી જઈને સાવરકર વિશે તેમની પાર્ટીની ચિંતા વ્યક્ત કરવા પણ કહ્યું છે. એટલે કે, જો ઉદ્ધવ આગળ વધવા માંગે છે, તો પણ એનસીપી અને કોંગ્રેસ, ઠાકરે જૂથના સંજય રાઉત પણ તેમને આમ કરતા રોકવા માટે શક્ય તમામ પ્રયાસ કરશે, આ પણ હકીકત છે.

આ પણ વાંચોઃ સાવરકર અમારા આદર્શ, તેમનુ અપમાન સહન નહી કરીએ, Rahul Gandhiના નિવેદન પર ઉદ્ધવ ઠાકરેનો પ્રહાર

 ભાજપ અને શિંદે જૂથે ઠાકરે પર દબાણ વધાર્યું

બીજી તરફ ભાજપ અને શિંદેએ વીર સાવરકરના મુદ્દાના બહાને ઉદ્ધવ ઠાકરે પર દબાણ વધારવાનું શરૂ કર્યું છે. સીએમ શિંદેએ કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે એવું કહીને શું બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેઓ સાવરકરનું અપમાન સહન નહીં કરે. સીએમ શિંદેએ તેમના મીડિયા સંવાદમાં એક તસવીર બતાવી જેમાં બાળાસાહેબ ઠાકરે મણિશંકર ઐયરના ફોટા પર હાથ વડે પ્રહાર કરતા જોવા મળે છે. સીએમ શિંદેએ પૂછ્યું કે શું ઉદ્ધવમાં રાહુલ સાથે આવું કરવાની હિંમત છે?

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
g clip-path="url(#clip0_868_265)">