TV9 EXCLUSIVE : ઈન્ટેલિજન્સ રિપોર્ટના ખુલાસાથી ખળભળાટ, ઈમરાન ખાનને દુશ્મનો કરતાં ‘સમર્થકો’થી વધુ ખતરો !

ISIએ ઈમરાન ખાનને (Imran Khan) રશિયાની (Russia) મુલાકાત પહેલા જ સંકેત આપ્યો હતો કે ઈમરાન ખાન રશિયાથી પરત ફરતાની સાથે જ તેમના વિરોધીઓ સક્રિય થઈ જશે.

TV9 EXCLUSIVE : ઈન્ટેલિજન્સ રિપોર્ટના ખુલાસાથી ખળભળાટ, ઈમરાન ખાનને દુશ્મનો કરતાં 'સમર્થકો'થી વધુ ખતરો !
PM Imran Khan (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 9:11 AM

TV9 EXCLUSIVE:  પાકિસ્તાનના વડા પ્રધાનને(Imran Khan)  ખુરશી પરથી બળજબરીથી ઉતારવામાં આવેલા ઈમરાન ખાનનું જીવન હવે દરેક ક્ષણે મુશ્કેલ બની રહ્યું છે. ઈમરાન ખાન અડગ હતા કે તેઓ કોઈ પણ ભોગે વડા પ્રધાનની (Pakistan Prime minister) ખુરશી પરથી નીચે ઉતરશે નહીં, પણ આખરે અવિશ્વાસના મતની મદદથી તેમને હટાવવામાં આવ્યા હતા. ઈમરાન ખાનનો સતાનો પાવર એ વાતથી સમજી શકાય કે જ્યારે તેણે પાકિસ્તાનની જનતાને અડધી રાત્રે કહ્યું હતું કે પાકિસ્તાનની સરકાર (Pakistan Government) અથવા સંસદ ઈમરાન ખાનના હાથમાં રહેશે.

અન્યથા તે સંસદને આગ લગાડી દેશે. જો કે ઈમરાન ખાનની આ ધમકી પોકળ સાબિત થઈ, કારણ કે એ ધમકીના થોડા સમય બાદ પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં (Pakistan National Assembly) રજૂ કરાયેલા અવિશ્વાસ પ્રસ્તાવમાં ઈમરાન ખાનનું શાસન ધ્વસ્ત થઈ ગયું હતું.

ઈમરાન પર ખતરો મંડાયો

હવે પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI ને ટાંકીને એવા અહેવાલો છે કે ઈમરાન ખાન ‘કમાવા’ માટે ખુરશીને વળગી રહેવા માંગતા નહોતા. ઊલટાનું તેમને એવો ડર હતો કે વડા પ્રધાનપદ જતાંની સાથે જ નેશનલ એસેમ્બલીની લગામ વિરોધીઓના હાથમાં આવી જશે. તેથી ઇમરાન ખાનને સત્તા પરથી હટાવવાની સાથે જ તેમની મુશ્કેલીઓ શરૂ થઈ જશે. વિરોધીઓ તેમની આગળની તમામ ગણતરીઓ સરભર કરશે. કારણ કે તેઓ વડાપ્રધાન હતા ત્યાં સુધી તેમની ઈન્ટેલિજન્સ એજન્સી (ISI) તેમને રિપોર્ટિંગ કરતી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તમને જણાવી દઈએ કે, ISIએ ઈમરાન ખાનને રશિયાની મુલાકાત પહેલા જ સંકેત આપ્યો હતો કે ઈમરાન ખાન રશિયાથી પરત ફરતાની સાથે જ તેમના વિરોધીઓ સક્રિય થઈ જશે. કારણ કે ઈમરાન ખાને તેની ગુપ્તચર એજન્સીને તે ગુપ્ત માહિતી પર કોઈ ખાસ ધ્યાન આપ્યું ન હતું. ઈમરાનને લાગ્યું કે વિરોધીઓ થોડા દિવસ અવાજ કરીને શાંત થઈ જશે.

ISIએ ઈમરાનને પહેલાથી જ એલર્ટ કર્યા

ઉલ્લેખનીય છે કે, રશિયા પ્રવાસથી ખાલી હાથ પાકિસ્તાન પરત ફરેલા ઈમરાન ખાનના ખરાબ દિવસો શરૂ થઈ ગયા.જો કે ISIએ ઈમરાન ખાનને પહેલેથી જ સંકેત આપી દીધા હતા. ગેરસમજમાં જીવી રહેલા ઈમરાન ખાને પોતાની ગુપ્તચર સંસ્થાની તે માહિતીને ગંભીરતાથી લીધી ન હતી, પરંતુ તેની અવગણના પણ કરી હતી. જેના પરિણામો આજે જોઈ શકાય છે. ઈમરાન ખાનની ખુરશી તો ગઈ પરંતુ આજે ઈમરાન ખાનના જીવન પર ખતરો મંડરાયેલો છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો :  યુક્રેન સાથે યુદ્ધનુ આહ્વાન કરનાર હવે ક્રેમલિન છોડીને પરમાણુ બંકરમાં છુપાયો, જાણો શું છે પુતિનનો સિક્રેટ પ્લાન ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">