દક્ષિણ આફ્રિકાના ડરબનમાં પૂરે તબાહી મચાવી, 340થી વધુના મોત, અબજો ડોલરનું નુકસાન

દક્ષિણ આફ્રિકાના ડરબનમાં પૂરે તબાહી મચાવી, 340થી વધુના મોત, અબજો ડોલરનું નુકસાન
Floods in South Africa
Image Credit source: AFP

South Africa Floods Update: દક્ષિણ આફ્રિકાના ડરબનમાં પૂરના કારણે 340થી વધુ લોકોના મોત થયા છે. આ તબાહીના પગલે અબજો ડોલરનું નુકસાન થયું છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Apr 15, 2022 | 7:33 AM

દક્ષિણ આફ્રિકાના  (South Africa) ડરબન શહેરમાં અને પૂર્વીય ક્વાઝુલુ-નાતાલ પ્રાંતમાં ભારે વરસાદ અને પૂરમાં (Floods in South Africa) ઓછામાં ઓછા 341 લોકોના મોત થયા છે. વરસાદ સાથે આગામી દિવસોમાં વાવઝોડાની પણ આગાહી કરવામાં આવી રહી છે. અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધવાની શક્યતા છે કારણ કે ઘણા પરિવારો આ પૂરને પગલે ગુમ થયા છે.તમને જણાવી દઈએ કે, ડરબનમાં ભારે વરસાદને (Heavy Rains in Durban) કારણે આ પ્રાંતમાં દુર્ઘટના સર્જાઈ છે, જેમાં મકાનો ધરાશાયી થયા છે, ઘણી ઇમારતોને નુકસાન થયું છે અને ઘણા મહત્વપૂર્ણ રસ્તાઓ ધોવાઈ ગયા છે.

અવિરત વરસાદને પગલે સ્થિતિ વણસી

ઇથાક્વિની મેયર મેકાયલોસી કુંડાએ ગુરુવારે જણાવ્યું હતું કે, ડરબન અને આસપાસના ઇથાક્વિની મેટ્રોપોલિટન વિસ્તારમાં અંદાજે 52 મિલિયન ડોલરના નુકશાનનો અંદાજ છે. ઉપરાંત આ તબાહીમાં ઓછામાં ઓછી 120 શાળાઓ પૂરના પાણીથી ભરાઈ ગઈ હતી, જેના કારણે અંદાજે 26 મિલિયનથી વધુનું નુકસાન થયું છે અને સત્તાવાળાઓએ પ્રાંતમાં શાળાઓને અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. શિક્ષણ પ્રધાન એન્જી મોશેગાએ જણાવ્યું હતું કે પૂરમાં વિવિધ શાળાઓના ઓછામાં ઓછા 18 વિદ્યાર્થીઓ અને એક શિક્ષકના મોત થયા છે.

વરસાદ ચાલુ રહેવાની આગાહી

તેમણે એક નિવેદનમાં કહ્યું હતુ કે, “આ એક દુર્ઘટના છે અને તેનાથી મોટાપાયે  નુકસાન થયું છે.” ચિંતાની વાત એ છે કે આગામી સમયમાં પણ વરસાદ (Rain) ચાલુ રહેવાની શક્યતા છે અને પહેલાથી જ અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ વધુ વણસે તો નવાઈ નહીં. દક્ષિણ આફ્રિકાના મીડિયાના અહેવાલો અનુસાર, વહીવટી સમર્થનના અભાવે ડરબનના રિઝર્વોયર હિલ્સમાં વિરોધ કરી રહેલા લોકોને વિખેરવા પોલીસે સ્ટન ગ્રેનેડનો ઉપયોગ કર્યો હતો. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રીય સંરક્ષણ દળને રાહત અને કામગીરી માટે તહેનાત કરવામાં આવ્યું છે.

ફિલિપાઈન્સમાં પણ પૂરે તબાહી મચાવી

ફિલિપાઈન્સમાં (Philippines) પણ પૂર અને ભૂસ્ખલનના કારણે 58 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યારે અનેક લોકો લાપતા હોવાનું કહેવાય છે. સત્તાવાર માહિતી અનુસાર પૂરના કારણે સર્જાયેલી તબાહીના કારણે હજારો લોકોને તેમના ઘર છોડવા મજબુર બન્યા છે. મળતી માહિતી અનુસાર હાલ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Russia-Ukraine War: યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયા ભારતને સંરક્ષણ સાધનોની સપ્લાય કરી રહ્યું છે, પરંતુ ચુકવણી હજુ પણ મોટો મુદ્દો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati