AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અફઘાનિસ્તાનની પંજશીર ખીણ, જ્યાં તાલિબાન પગ મૂકવાના વિચારથી પણ ડરે છે, જાણો શું છે આ ‘અફઘાની કિલ્લો’

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનની ભયાનકતા છેલ્લા ઘણા દિવસોથી જોવા મળી રહી છે. પરિસ્થિતિ એવી છે કે, લોકો અહીં એક ક્ષણ પણ રહેવા માંગતા નથી.

અફઘાનિસ્તાનની પંજશીર ખીણ, જ્યાં તાલિબાન પગ મૂકવાના વિચારથી પણ ડરે છે, જાણો શું છે આ 'અફઘાની કિલ્લો'
Panjshir Valley
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 9:19 PM
Share

અફઘાનિસ્તાનમાં (Afghanistan) તાલિબાન શાસનની (taliban) ભયાનકતા છેલ્લા ઘણા દિવસોથી જોવા મળી રહી છે. પરિસ્થિતિ એવી છે કે, લોકો અહીં એક ક્ષણ પણ રહેવા માંગતા નથી. અફઘાનિસ્તાનના દરેક ખૂણામાં તાલિબાનનીઓએ પોતાનો પગ જમાવી દીધો છે. જ્યાં એક તરફ આખો દેશ તાલિબાનના ‘જી હુઝૂરી’ની ભેચ ચડી ગયા છે. તે જ સમયે, એક એવી જગ્યા છે જ્યાં વાતાવરણ ખૂબ જ શાંત અને અહિંસક છે. અને તે જગ્યા છે નોર્ધન અલાયન્સનો ગઢ ‘પંજશીર ખીણ’ (panjshir valley).

અફઘાનિસ્તાનના 34 પ્રાંતો પૈકીના એક પંજશીર ખીણની વિશેષતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તાલિબાન અહીં ક્યારેય પોતાનો વ્યાપ ફેલાવી શક્યું નથી અને આજે પણ આ ખીણ તેનાથી સંપૂર્ણપણે સુરક્ષિત છે. 70 અને 80ના દાયકામાં, સોવિયત સંઘે પણ આ ખીણ પર કબ્જો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે થઈ શક્યું નહીં. પંજશીરને ‘પાંજશેર’ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય છે ‘પાંચ સિંહોની ખીણ’.

કાબુલથી (Kabul) 150 કિમી દૂર આવેલી આ ખીણની મધ્યમાં એક નદી વહે છે, જેને પંજશીર નદી કહેવામાં આવે છે. એટલું જ નહીં, પંજશીર પણ એક મુખ્ય રાજમાર્ગ છે જે હિંદુકુશના બે પાસ તરફ દોરી જાય છે. આ ખીણમાં નીલમણિ ખાણનું મોટું કેન્દ્ર પણ તૈયાર થઈ શકે છે. અમેરિકાના ઘણા પ્રયત્નોએ આ ખીણ પર ખૂબ સારી રીતે ઉછેરી છે અને તેનો ઘણો વિકાસ પણ થયો છે. હવે અહીં રસ્તા બનાવવામાં આવ્યા છે, રેડિયો ટાવર લગાવવામાં આવ્યા છે, જેથી ખીણના લોકો કાબુલની ચેનલોના કાર્યક્રમો સાંભળી શકે.

પંજશીર પર કબ્જો કરવાનો દરેક પ્રયાસ નિષ્ફળ ગયો

પંજશીર પર કબ્જો કરવાનો દરેક પ્રયાસ અત્યાર સુધી નિષ્ફળ સાબિત થયો છે. અમેરિકાએ અફઘાનિસ્તાન પર બોમ્બમારો કર્યો ત્યારે પણ આ ખીણના ગૌરવમાં એક પણ ઉઝરડો નહોતો પડ્યો. જો કે, આ ખીણમાં વીજળી અને પાણી પુરવઠો નથી. જનરેટર ચલાવીને લોકો પોતાનું ગુજરાન ચલાવે છે.

પંજશીર એ સમગ્ર અફઘાનિસ્તાનનો તે ભાગ છે, જ્યાં તાલિબાન સામે વધતો અવાજ દબાવી શકાતો નથી. 1996માં જ્યારે તાલિબાને કાબુલ પર કબજો કર્યો ત્યારે ઉત્તરી ગઠબંધનનો જન્મ થયો. તેનું પૂરું નામ ‘યુનાઈટેડ ઈસ્લામિક ફ્રન્ટ ફોર ધ સાલ્વેશન ઓફ અફઘાનિસ્તાન’ છે. તાલિબાન સામે અવાજ ઉઠાવવા માટે નોર્ધન અલાયન્સ (Northern Alliance) ભારત સહિત ઈરાન, રશિયા, ઉઝબેકિસ્તાન, તુર્કી, તાજિકિસ્તાન અને તુર્કમેનિસ્તાનનો ટેકો મળ્યો છે.

‘અમે લડીશું, આત્મસમર્પણ નહીં’

9/11 પછી જ્યારે અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો ત્યારે અફઘાનિસ્તાને નોર્ધન અલાયન્સની મદદ લીધી હતી. ‘અમે લડીશું, આત્મસમર્પણ નહીં’ની ભાવના પંજશીરના લોકોમાં સમાયેલી છે. એક સ્થાનિકનું કહેવું છે કે, ભલે લાખ મુશ્કેલીઓ આવે, પણ પંજશીરના લોકો ઘૂંટણિયે નહીં પડે અને ન તો આતંકવાદીઓ સામે માથું નમાવશે.

જોકે દૂતાવાસમાં કામ કરતા પંજશીરના એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, અત્યારે બધું શાંત છે. પરંતુ તાલિબાન પંજશીરની પરિઘમાં પ્રતિબંધ લાદી શકે છે. અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો પણ રોકી શકે છે. જે ખૂબ જ ચિંતાનો વિષય છે. એક અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે, પંજશીરમાં હાલમાં ખોરાક અને દવાનો પૂરતો પુરવઠો છે.

આ પણ વાંચો: MBBSની સીટ વેચવાનું કૌભાંડ, હુર્રિયત નેતા સહિત 6ની કરાઈ ધરપકડ, નાણાંનો ઉપયોગ આતંકી ફંડિંગમાં થવાનો હતો

Follow Us
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
g clip-path="url(#clip0_868_265)">