SC GDની ભરતી માટે 31 તારીખ છે અરજી કરવાની છેલ્લી તારીખ, આ સરળ રીતે જલ્દી કરો અરજી
સ્ટાફ સિલેક્શન કમિશન કોન્સ્ટેબલની જગ્યાઓ માટે બમ્પર ભરતી કરવા જઈ રહ્યું છે. આ વખતે કુલ 25,271 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે.
SSC GD Recruitment 2021: સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) કોન્સ્ટેબલ (સામાન્ય ફરજ) ની જગ્યાઓ માટે બમ્પર ભરતી કરવા જઈ રહ્યું છે. આ વખતે કુલ 25,271 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાંથી 22,424 પુરુષ કોન્સ્ટેબલ માટે અને 2,847 મહિલા કોન્સ્ટેબલ માટે છે. આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે.
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 31 ઓગસ્ટ સુધી સત્તાવાર વેબસાઈટ ssc.nic.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન ફી જમા કરવાની છેલ્લી તારીખ 2 સપ્ટેમ્બર છે અને ચલણ દ્વારા ફી જમા કરવાની છેલ્લી તારીખ 7 સપ્ટેમ્બર રાખવામાં આવી છે.
SSC GD Recruitment 2021 માટે મહત્વપૂર્ણ તારીખો:
- અરજી પ્રક્રિયા શરૂ કરવાની તારીખ – 17 જુલાઈ 2021
- ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ – 31 ઓગસ્ટ 2021 (11.30 PM)
- ઓનલાઇન ફી જમા કરવાની છેલ્લી તારીખ – 2 સપ્ટેમ્બર 2021 (રાત્રે 11.30)
- ઓફલાઇન ચલણ જનરેટ કરવાની છેલ્લી તારીખ – 4 સપ્ટેમ્બર 2021 (રાત્રે 11.30)
- ચલણ દ્વારા ફી જમા કરવાની છેલ્લી તારીખ – 7 સપ્ટેમ્બર 2021
- ટિયર – 1 પરીક્ષાની તારીખ (CBT) – પછીથી જાણ કરવામાં આવશે
SSC GD Recruitment 2021 માટે ખાલી જગ્યાની વિગતો:
BSFમાં 7545, CISFમાં 8464, SSB માં 3806, ITBPમાં 1431, ARમાં 3785 અને SSFમાં 240 જગ્યાઓ ખાલી છે. આ વખતે CRPF અને NIAમાં કોઈ જગ્યા ખાલી નથી.
SSC GD Recruitment 2021 માટે લાયકાત:
આ ભરતી પરીક્ષા માટે ઉમેદવાર માટે 10 ધોરણ પાસ હોવું ફરજિયાત છે.
SSC GD Recruitment 2021 માટે વય મર્યાદા:
ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
SSC GD Recruitment 2021 માટે શારીરિક યોગ્યતા:
- લંબાઈ પુરુષ ઉમેદવારો – 170 સેમી.
- મહિલા ઉમેદવારો – 157 સેમી.
છાતી પુરુષ ઉમેદવારો – 80 સે. (ફૂલેલું – 85 સે.મી)
SSC GD Recruitment 2021 માટે પગાર ધોરણ:
પસંદ કરેલ ઉમેદવારોને પગાર સ્તર -3 (21700-69100 રૂપિયા) હેઠળ પગાર આપવામાં આવશે.
SSC GD Recruitment 2021 માટે આવી રીતે કરો અરજી:
- રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ssc.nic.in પર જાઓ.
- હવે વેબસાઇટ પર જાઈ અને નામ, મોબાઇલ નંબર, ઇમેઇલ વગેરે જેવી માહિતીની મદદથી નોંધણી કરો.
- તમારું લોગઈન જનરેટ થયા પછી, મુખ્ય પૃષ્ઠ પર જઈને લ લોગઇન કરો.
- હવે અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી માહિતી સંપૂર્ણ રીતે ભરો.
- ફોટો અપલોડ કરો અને સહી અપલોડ કરો.
- અરજી ફી ચૂકવો.
- બધી પ્રક્રિયા પૂર્ણ થયા પછી, ફોર્મ સંપૂર્ણ રીતે તપાસો, અને અંતે તેને સબમિટ કરો.
- ફોર્મ સબમિટ કર્યા પછી, તેની પ્રિન્ટ આઉટ ફરજીયાત લઈ લેવી.
આ પણ વાંચો: PGCIL Recruitment 2021 : ફિલ્ડ એન્જીનિયર પદ પર ભરતી, 27 ઑગષ્ટ સુધી કરી શકશો એપ્લાય