AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan Crisis: કાબુલમાં ફસાયેલા અમેરિકનોને રાષ્ટ્રપતિ જો બાઈડનનો વાયદો, કહ્યું કે- અમે તમને ઘરે પહોંચાડીશું

બાયડને કહ્યું કે અમે વિશ્વનું સૌથી મોટું બચાવ કાર્ય ચલાવ્યું છે અને તે ઇતિહાસમાં સૌથી મોટું અને સૌથી મુશ્કેલ એરલિફ્ટ પૈકી એક છે. અમે અત્યાર સુધીમાં અફઘાનિસ્તાનમાંથી 18,000 લોકોને બહાર કાઢી ચુક્યા છે.

Afghanistan Crisis: કાબુલમાં ફસાયેલા અમેરિકનોને રાષ્ટ્રપતિ જો બાઈડનનો વાયદો, કહ્યું કે- અમે તમને ઘરે પહોંચાડીશું
joe biden
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2021 | 8:12 AM
Share

તાલિબાનોએ (Taliban)અફઘાનિસ્તાન (Afghanistan)પર કબ્જો કરી લેતા સ્થિતિ વણસી ગઈ છે.  અફઘાની નાગરિકો દેશ છોડી રહ્યા છે. જેને પગલે કાબુલ એરપોર્ટમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. બધા  સુરક્ષિત રીતે નાગરિકોને દેશ પહોંચાડી રહ્યા છે. આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનનો(Joe Biden) શુક્રવારે સંબોધન કર્યું હતું.

અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા સંકટ પરના તેમના સંબોધનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને શુક્રવારે અફઘાનિસ્તાનમાં ફસાયેલા અમેરિકન નાગરિકોને તેમના ઘરે લાવવાનું વચન આપ્યું હતું. તેમણે અફઘાનિસ્તાનમાં ફસાયેલા અમેરિકનોને કહ્યું કે અમે તમને ઘરે લાવીશું. તાલિબાનથી અમેરિકનો અને અન્ય લોકોને બચાવવા માટે અમેરિકા કાબુલ એરપોર્ટ પરથી મોટા પાયે ઓપરેશન કરી રહ્યું છે.

બાઈડને કહ્યું કે અમેરિકા તાલિબાન સાથે એરપોર્ટ સુધી સુરક્ષિત રસ્તો મેળવવા માટે સતત સંપર્કમાં છે અને એટલે જ અમેરિકા તાલિબાનને કહી રહ્યું છે કે અમેરિકન લોકોને અફઘાનિસ્તાનની બહાર જવા દેવામાં આવે. એમ પણ કહ્યું કે અત્યારે અફઘાનિસ્તાનમાં અમારી પાસે 6000 સૈનિકો છે. અમારા સૈનિકોએ કાબુલ એરપોર્ટની સુરક્ષાનું ધ્યાન રાખ્યું છે. બાઈડને એમ પણ કહ્યું હતું કે અમે કોઈપણ હુમલાનો બળ સાથે જવાબ આપીશું.

અમે વિશ્વનું સૌથી મોટું બચાવ કાર્ય ચલાવ્યું – બાયડન

બાઈડને કહ્યું કે અમે વિશ્વનું સૌથી મોટું બચાવ કાર્ય ચલાવ્યું છે અને તે ઇતિહાસમાં સૌથી મોટું અને સૌથી મુશ્કેલ એરલિફ્ટ છે. અમે અત્યાર સુધીમાં અફઘાનિસ્તાનમાંથી 18,000 લોકોને બહાર કાઢ્યા છે. એમ પણ કહ્યું કે અમે અફઘાન નાગરિકોને પણ મદદ કરીશું જેઓ અમને ટેકો આપે છે, ખાસ કરીને મહિલાઓ અને કમાન્ડરોની મદદ કરીશું.

બચાવ મિશન પૂર્ણ થયા બાદ અમેરિકી સેના અફઘાનિસ્તાન છોડશે: બાયડન

અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે સેનાની સાથે અફઘાનિસ્તાનમાંથી લોકોને બહાર કાઢવા માટે કોમર્શિયલ ફ્લાઇટ પણ ચલાવવામાં આવી રહી છે. તેની સંખ્યા વધુ વધારવામાં આવશે. બાયડને કહ્યું કે જ્યારે આપણું બચાવ કાર્ય પૂર્ણ થઈ જશે, ત્યારે આપણે ત્યાંથી આપણી સેનાને સંપૂર્ણપણે પાછી ખેંચી લઈશું.

બાયડને કહ્યું કે અફઘાનિસ્તાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવેલા લોકોમાં અમેરિકી નાગરિકો, કાયમી રહેવાસીઓ, ખાસ ઇમિગ્રન્ટ વિઝા અરજદારો અને અફઘાનોનો સમાવેશ થાય છે જેમણે અમારી સાથે કામ કર્યું છે.

આ પણ વાંચો :Turmeric Farming : હળદરની ખેતીથી ખેડૂતોને અઢળક કમાણી, 2 લાખના રોકાણ સામે 14 લાખની આવક

આ પણ વાંચો : બેંક ખાતાથી લઈને આધાર કાર્ડ સુધી, જાણો અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા નાગરિકોને કઈ સુવિધાઓ મળશે

આ પણ વાંચો :તાલિબાન 31 ઓગસ્ટ સુધી સરકારની રચના અંગે કોઈ જાહેરાત કરી શકે નહીં, અફઘાન અધિકારીએ જણાવ્યું કારણ

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">