તાલિબાન 31 ઓગસ્ટ સુધી સરકારની રચના અંગે કોઈ જાહેરાત કરી શકે નહીં, અફઘાન અધિકારીએ જણાવ્યું કારણ

એક અફઘાન અધિકારીએ કહ્યું કે તાલિબાન 31 ઓગસ્ટ સુધી ન તો કોઈ નિર્ણય લેશે અને ન તો આગામી સરકાર વિશે કોઈ જાહેરાત કરશે. અમેરિકાએ 31 ઓગસ્ટના રોજ પોતાના સૈનિકોને પાછા ખેંચવાની અંતિમ તારીખ પણ આપી છે.

તાલિબાન 31 ઓગસ્ટ સુધી સરકારની રચના અંગે કોઈ જાહેરાત કરી શકે નહીં, અફઘાન અધિકારીએ જણાવ્યું કારણ
પ્રતીકાત્મક તસ્વીર

Taliban Government in Afghanistan: તાલિબાન (Taliban) અત્યારે સરકાર રચવા સંબંધિત કોઈપણ જાહેરાત માટે 31 ઓગસ્ટ સુધી રાહ જોઈ રહ્યું છે. તાલિબાન સાથે વાતચીતથી પરિચિત અફઘાન અધિકારીએ (Afghan officer) આ માહિતી આપી છે. અધિકારીએ કહ્યું કે 31 ઓગસ્ટ સુધી આગામી સરકાર વિશે કોઈ નિર્ણય કે જાહેરાત કરવાની કોઈ યોજના નથી. આ તારીખ અમેરિકી સૈનિકોની પાછી ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે છે.

 

 

અધિકારીએ નામ ન આપવાની શરતે બોલતા કહ્યું કે તાલિબાનના મુખ્ય વાટાઘાટકાર હસન હક્કાનીએ તેમની ભૂતપૂર્વ સરકારમાં વાર્તાલાપ કરનારાઓને કહ્યું હતું કે જૂથ સાથે અમેરિકા સાથે અંતિમ કરારની પ્રક્રિયાની તારીખ સુધી “કંઈ નહીં” કરવાનો કરાર છે. કશું ન કરવાનો સંદર્ભ માત્ર રાજકીય ક્ષેત્ર માટે છે. હક્કાનીનું નિવેદન 31 ઓગસ્ટ પછી ગ્રુપની શું યોજનાઓ છે અને આગામી સરકારમાં બિન-તાલિબાન અધિકારીઓને સામેલ કરવાના તેમના વચનને પૂર્ણ કરશે કે કેમ તે અંગે ચિંતા ઉભી કરે છે.

 

તાલિબાન વિશે લોકોમાં ડર

તાલિબાને હજુ સુધી એ નથી કહ્યું કે તેઓ અફઘાન રાષ્ટ્રીય સુરક્ષા દળોને બદલવાની યોજના ધરાવે છે. થોડા દિવસો પહેલા તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે કહ્યું હતું કે આ વખતે તાલિબાન કેવા પ્રકારની સરકાર બનાવશે. તાલિબાન દ્વારા કહેવામાં આવ્યું છે કે તે પહેલાથી જ બદલાઈ ગયું છે અને આ વખતે મહિલાઓને પણ કામ કરવાની સ્વતંત્રતા હશે. પરંતુ તે સત્તામાં આવ્યા બાદથી લોકોમાં ઘણો ડર છે અને કાબુલ પર કબ્જો કર્યા પછી ઘાતકી હત્યાઓ સાથે જોડાયેલા સમાચાર પણ આવી રહ્યા છે.

 

લઘુમતી સમુદાયના અસંખ્ય લોકોની હત્યા

એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ શુક્રવારે અહેવાલ આપ્યો હતો કે તાલિબાનોએ લઘુમતી સમુદાયના નવ લોકોની હત્યા કરી છે. અફઘાનિસ્તાનમાં હજારા લઘુમતીના કેટલાક સભ્યોની સતાવણી અને હત્યા માટે તાલિબાન જવાબદાર છે. અધિકાર જૂથે શુક્રવારે કહ્યું કે અફઘાનિસ્તાનમાં તેના સંશોધકોએ ગઝની પ્રાંતમાં પ્રત્યક્ષદર્શીઓ સાથે વાત કરી, જેમણે વર્ણન કર્યું કે કેવી રીતે તાલિબાનોએ 4થી 6 જુલાઈ વચ્ચે મુન્દરખત ગામમાં નવ લોકોની હત્યા કરી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે છ લોકોને ગોળી મારી દેવામાં આવી હતી, જ્યારે ત્રણને ત્રાસ આપીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા.

 

પત્રકારના સંબંધીની હત્યા

એમ્નેસ્ટી ઈન્ટરનેશનલના ચીફ એગ્નેસ કેલામાર્ડે કહ્યું કે આ જઘન્યતા “તાલિબાનના અગાઉના રેકોર્ડની યાદ અપાવે છે અને બતાવે છે કે તાલિબાન શાસન કેટલું ક્રૂર હોઈ શકે છે.”કોઈ માહિતી નથી કારણ કે તાલિબાને ઘણા વિસ્તારોમાં ફોન સેવાઓ બંધ કરી દીધી છે. જેથી તસ્વીર સામે ના આવે.

 

 

આ  પણ વાંચો :Business Loans: ફેસબુકે ભારતમાં SMEs માટે શરૂ કરી સ્મોલ બિઝનેસ લોન, આ 200 શહેરમાં મળશે 50 લાખ સુધીની લોન

 

આ પણ વાંચો :SURAT : અફઘાનિસ્તાન પર તાલીબાનના કબ્જાથી ટેક્સટાઈલ ઉદ્યોગનું 400 કરોડથી વધુનું પેમેન્ટ અટવાયું

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati