AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Weight Loss: શું તમારું વજન પણ શિયાળામાં વધે છે ? તો આ રીતે નિયંત્રણ કરો

Winter Weight Loss: ઘણા લોકોને શિયાળામાં વજન વધવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. વજન વધવા માટે ઘણી વસ્તુઓ જવાબદાર હોય છે. આવી સ્થિતિમાં આ સિઝનમાં તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

Winter Weight Loss: શું તમારું વજન પણ શિયાળામાં વધે છે ? તો આ રીતે નિયંત્રણ કરો
Winter Weight Loss Tips
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2022 | 8:32 PM
Share

મોટાભાગના લોકોને શિયાળામાં વજન વધવાની સમસ્યાનો સામનો કરવો પડે છે અને તે સામાન્ય પણ છે. જો તમારા વજનમાં નાના-મોટા ફેરફાર થાય છે, તો તમારે તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ જો તમારું વજન અચાનક ઘણું વધી જાય છે, તો તે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં, જો તમારું પણ શિયાળામાં ઘણું વજન વધી જાય છે, તો તેના પાછળના કારણોને સમજવું જરૂરી છે. શિયાળામાં વજન વધવાના ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે વધુ પડતી કેલરીનો આરોગવી.

શિયાળામાં વજન વધવાનું બીજું મુખ્ય કારણ શારીરિક પ્રવૃત્તિમાં ફેરફાર પણ હોઈ શકે છે. ઘણીવાર લોકો શિયાળામાં આળસને કારણે કસરત કરવાનું બંધ કરી દે છે. આવી સ્થિતિમાં જો તમે ઈચ્છો છો કે શિયાળામાં તમારું વજન જળવાઈ રહે તો આ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

કેલરીનું રાખો ખાસ ધ્યાન

શિયાળાની ઋતુમાં દરેક ઘરમાં ઘણી સ્વાદિષ્ટ વસ્તુઓ બને છે જેમ કે ગાજરનો હલવો, મગની દાળની શીરો, અડદિયા વગેરે. આ બધી વસ્તુઓમાં કેલરીની માત્રા ખૂબ વધારે હોય છે. આવી સ્થિતિમાં આ વસ્તુઓનું સેવન મર્યાદામાં કરવું અને ભોજન કરતા પહેલા પાણી પીવું જરૂરી છે. જમવાના એક કે અડધા કલાક પહેલા પાણી પીવાથી તમારી ભૂખ ઓછી થાય છે અને તમે ઘણી બધી વસ્તુઓનું સેવન કરવાથી બચી શકો છો.

ડાયટમાં હેલ્ધી વસ્તુઓનો સમાવેશ કરો

જો તમારે વજન ઓછું કરવું હોય તો ડાયટમાં વિટામિન અને ફાઈબરથી ભરપૂર વસ્તુઓ સામેલ કરવી જરૂરી છે. આ સિવાય મોસમી શાકભાજી, કઠોળ, ફળ, બદામ, ઈંડા અને માછલી ખાઓ. આ બધી વસ્તુઓ તમને લાંબા સમય સુધી પેટ ભરેલુ રાખવામાં મદદ કરે છે જેથી તમે બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ ખાતા બચી જવાઇ છે.

દરરોજ વ્યાયામ કરો

શિયાળો હોય કે ઉનાળો, સ્વસ્થ શરીર માટે એ જરૂરી છે કે તમે સક્રિય રહો. રોજ વ્યાયામ ન કરવાથી તમારું વજન પણ વધે છે અને તમારા સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. એવું જરૂરી નથી કે તમારે કસરત કરવા માટે જિમ જવું પડે, તમે ઘરે રહીને પણ કસરત કરી શકો છો.

લો-કેલરી નાસ્તાનું સેવન કરો

કંઈપણ ખાવાની તૃષ્ણા તમને કોઈપણ સમયે અનુભવી શકે છે. જો તમે ક્યારેક-ક્યારેક બિનઆરોગ્યપ્રદ વસ્તુઓનું સેવન કરતા હોવ તો તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ જો તમે દરરોજ આવી વસ્તુઓ ખાતા હોવ તો તમારે તેના પર ધ્યાન આપવું જોઈએ. જો તમારે વજન ઓછું કરવું હોય તો તમે શું ખાઈ રહ્યા છો તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમને નાસ્તામાં કંઈક ખાવાનું મન થાય તો આ સમય દરમિયાન સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ ખાઓ.

વારંવાર પાણી પીવાનું ભૂલશો નહીં

જો તમે ઇચ્છતા નથી કે તમારું વજન બિલકુલ વધે, તો સૌથી સારો ઉપાય છે હાઇડ્રેટેડ રહેવું. ઉનાળામાં લોકો લિક્વિડ વસ્તુઓનું સેવન અલગ-અલગ રીતે કરે છે, પરંતુ શિયાળામાં લિક્વિડનું સેવન ઘણું ઓછું થઈ જાય છે. આવી સ્થિતિમાં, તે જરૂરી છે કે તમે સમયાંતરે તમારી જાતને યાદ કરાવતા રહો કે તમારે પાણી પીવું છે. આ તમને માત્ર હાઇડ્રેટેડ રહેવામાં જ મદદ કરશે નહીં પરંતુ બિનઆરોગ્યપ્રદ વસ્તુઓની તૃષ્ણા પણ નહીં કરે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">